પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ PV સિંધુને તેણીનું પ્રથમ સિંગાપોર ઓપન ટાઈટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 17 JUL 2022 2:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને તેનું પ્રથમ સિંગાપોર ઓપન ટાઈટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું છે કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે અને આવનારા ખેલાડીઓને પ્રેરણા પણ આપશે.
 
કેન્દ્રીય રમતગમત મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુરના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
 
"હું @Pvsindhu1ને તેણીનું પ્રથમ સિંગાપોર ઓપન ટાઈટલ જીતવા બદલ અભિનંદન આપું છું. તેણીએ ફરીથી તેની અસાધારણ રમત પ્રતિભા દર્શાવી છે અને સફળતા હાંસલ કરી છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે અને આવનારા ખેલાડીઓને પ્રેરણા પણ આપશે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1842176) Visitor Counter : 212