પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમ 8મી જુલાઈના રોજ પ્રથમ “અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર”માં હાજરી આપશે

પીએમ કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવમાં ભાગ લેનારા પ્રતિનિધિઓ સાથે પણ વાર્તાલાપ કરશે

Posted On: 07 JUL 2022 11:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી જુલાઈ, 2022ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે સાંજે 6:30 વાગ્યે પ્રથમ ‘અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર’ (AJML)માં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરશે.

પ્રથમ AJMLમાં મુખ્ય વક્તવ્ય શ્રી થર્મન શનમુગરત્નમ, સિંગાપોર સરકારના વરિષ્ઠ મંત્રી દ્વારા “ગ્રોથ થ્રુ ઇન્ક્લુસિવિટી, ઇન્ક્લુસિવિટી થ્રુ ગ્રોથ” પર આપવામાં આવશે. વ્યાખ્યાન પછી શ્રી મેથિયાસ કોર્મન (OECD સેક્રેટરી-જનરલ) અને શ્રી અરવિંદ પનાગરિયા (પ્રોફેસર, કોલંબિયા યુનિવર્સિટી) દ્વારા પેનલ ચર્ચા કરવામાં આવશે.

આર્થિક બાબતોના વિભાગ, નાણા મંત્રાલયે શ્રી અરુણ જેટલીના રાષ્ટ્ર માટે અમૂલ્ય યોગદાનને માન્યતા આપવા માટે પ્રથમ ‘અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર’નું આયોજન કર્યું છે.

પ્રધાનમંત્રી 8 થી 10 જુલાઇ દરમિયાન આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમ કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ (KEC)માં ભાગ લેનારા પ્રતિનિધિઓ સાથે પણ વાર્તાલાપ કરશે. વિખ્યાત અર્થશાસ્ત્રીઓ કે જેની સાથે પ્રધાનમંત્રી મુલાકાત કરશે તેમાં શ્રીમતી એની ક્રુગર, જોન હોપકિન્સ યુનિવર્સિટી, મિસ્ટર નિકોલસ સ્ટર્ન, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ; મિસ્ટર રોબર્ટ લોરેન્સ, હાર્વર્ડ કેનેડી સ્કૂલ; શ્રી જ્હોન લિપ્સ્કી, ભૂતપૂર્વ કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર, IMF; શ્રી જુનૈદ અહેમદ, ભારત માટે વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર તથા અન્યો સહિતનો સમાવેશ થાય છે.. નાણા મંત્રાલયના સમર્થનથી આર્થિક વિકાસ સંસ્થા દ્વારા KECનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1839792) Visitor Counter : 226