પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અગ્રદૂત વર્તમાનપત્ર જૂથની સુવર્ણ જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું


"સારી રીતે માહિતગાર, સારી માહિતી ધરાવતો સમાજ એ આપણા બધાં માટે ધ્યેય હોવો જોઈએ, ચાલો આપણે બધા સાથે મળીને આ માટે કામ કરીએ"

"અગ્રદૂતે હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું છે"

"પૂર દરમિયાન આસામનાં લોકોની મુશ્કેલીઓ ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે"

"ભારતીય ભાષાનાં પત્રકારત્વે ભારતીય પરંપરા, સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને વિકાસ યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવી છે"

"જન આંદોલનોએ સાંસ્કૃતિક વારસો અને આસામી ગૌરવનું રક્ષણ કર્યું, હવે આસામ જનભાગીદારીની મદદથી નવી વિકાસ ગાથા લખી રહ્યું છે"

"બૌદ્ધિક ક્ષેત્ર કોઇ વિશેષ ભાષા જાણતા જૂજ લોકો પૂરતું જ મર્યાદિત કેમ રહી શકે"

Posted On: 06 JUL 2022 5:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અગ્રદૂત જૂથ અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. અગ્રદૂતની સુવર્ણ જયંતિ ઉજવણી સમિતિના મુખ્ય સંરક્ષક એવા આસામના મુખ્ય પ્રધાન ડૉ. હિમંતા બિસ્વા સરમા પણ આ પ્રસંગે હાજર હતા.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ‘આસામી ભાષામાં ઉત્તરપૂર્વનો મજબૂત અવાજ’ એવાં દૈનિક અગ્રદૂતને આ પ્રસંગ માટે અભિનંદન આપ્યા અને પત્રકારત્વનાં માધ્યમ દ્વારા એકતા અને સંવાદિતાના મૂલ્યોને જીવંત રાખવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે કનક સેન દેકાનાં માર્ગદર્શન હેઠળ અગ્રદૂતે હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું છે. કટોકટી દરમિયાન જ્યારે લોકશાહી પર સૌથી મોટો હુમલો થયો હતો, ત્યારે પણ અગ્રદૂત દૈનિક અને દેકાજીએ પત્રકારત્વનાં મૂલ્યો સાથે સમાધાન કર્યું ન હતું. તેમણે મૂલ્ય આધારિત પત્રકારત્વની નવી પેઢીનું નિર્માણ કર્યું, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સહાનુભૂતિ વ્યક્ત કરી કે છેલ્લા કેટલાક દિવસોથી, આસામ પણ પૂરનાં સ્વરૂપમાં મોટા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આસામના ઘણા જિલ્લાઓમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મુખ્યમંત્રી અને તેમની ટીમ રાહત અને બચાવ માટે દિવસ-રાત ખૂબ મહેનત કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ આસામના લોકોને, અગ્રદૂતના વાચકોને આશ્વાસન આપ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમની મુશ્કેલીઓ ઘટાડવા માટે સાથે મળીને કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ ભારતીય પરંપરા, સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને વિકાસ યાત્રામાં ભારતીય ભાષા પત્રકારત્વનાં અભૂતપૂર્વ યોગદાનને રેખાંકિત કર્યું હતું. આસામે ભારતમાં ભાષા પત્રકારત્વના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે કેમ કે પત્રકારત્વનાં દૃષ્ટિકોણથી રાજ્ય ખૂબ જ ગતિશીલ સ્થળ રહ્યું છે. પત્રકારત્વ 150 વર્ષ પહેલા આસામી ભાષામાં શરૂ થયું હતું અને તે સમયની સાથે વધુ મજબૂત થતું રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે છેલ્લાં 50 વર્ષમાં દૈનિક અગરકરની સફર આસામમાં થયેલાં પરિવર્તનની કહાણી વર્ણવે છે. આ પરિવર્તનને સાકાર કરવામાં જનઆંદોલનોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. જન આંદોલનોએ આસામના સાંસ્કૃતિક વારસા અને આસામી ગૌરવનું રક્ષણ કર્યું. અને હવે આસામ જનભાગીદારીની મદદથી નવી વિકાસ ગાથા લખી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે સંવાદ થાય છે ત્યારે સમાધાન મળે છે. સંવાદ દ્વારા જ શક્યતાઓ વિસ્તરે છે. તેથી ભારતીય લોકશાહીમાં જ્ઞાનના પ્રવાહની સાથે માહિતીનો પ્રવાહ પણ અવિરત વહેતો રહે છે. અગ્રદૂત એ પરંપરાનો એક ભાગ છે, એમ તેમણે જણાવ્યું હતું.

સ્વતંત્રતાનાં 75 વર્ષનાં નિમિત્તે, પ્રધાનમંત્રીએ અમુક ચોક્કસ ભાષા જાણતા લોકોમાં બૌદ્ધિક ક્ષેત્રને મર્યાદિત કરવા પર પ્રશ્ન કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે આ પ્રશ્ન માત્ર લાગણીનો જ નથી પરંતુ વૈજ્ઞાનિક તર્કનો પણ છે. આને ત્રણ ઔદ્યોગિક ક્રાંતિ પર પાછળ રહેવાનાં સંશોધનમાં કારણ તરીકે જોવામાં આવી શકે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગુલામીના લાંબા ગાળા દરમિયાન ભારતીય ભાષાઓનું વિસ્તરણ બંધ થઈ ગયું હતું અને આધુનિક જ્ઞાનશાસ્ત્રમાં સંશોધન અમુક ભાષાઓ સુધી જ મર્યાદિત હતું. ભારતના એક મોટા વર્ગને તે ભાષાઓ, તે જ્ઞાન સુધી પહોંચવાની કોઈ પહોંચ નહોતી. તેમણે ઉમેર્યું હતું કે બુદ્ધિની નિપુણતાનો અવકાશ ઘટતો જાય છે. આને કારણે શોધ અને નવીનતાનો ભંડાર પણ મર્યાદિત બની ગયો છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત માટે વિશ્વનું નેતૃત્વ કરવાની વિશાળ તક છે. આ તક આપણા ડેટા પાવર અને ડિજિટલ સમાવેશને કારણે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "કોઈપણ ભારતીય માત્ર ભાષાનાં કારણે શ્રેષ્ઠ માહિતી, શ્રેષ્ઠ જ્ઞાન, શ્રેષ્ઠ કૌશલ્ય અને શ્રેષ્ઠ તકથી વંચિત ન રહેવો જોઈએ, આ અમારો પ્રયાસ છે. તેથી જ અમે શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિમાં ભારતીય ભાષાઓમાં અભ્યાસને પ્રોત્સાહન આપ્યું છે.” પ્રધાનમંત્રીએ માતૃભાષામાં જ્ઞાનની થીમ પર આગળ ચાલુ રાખ્યું હતું અને કહ્યું કે “હવે અમારો પ્રયાસ છે કે વિશ્વની શ્રેષ્ઠ સામગ્રી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થાય. આ માટે અમે રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન પર કામ કરી રહ્યા છીએ. પ્રયાસ એ છે કે ઈન્ટરનેટ, જે જ્ઞાન અને માહિતીનો વિશાળ ભંડાર છે, તેનો ઉપયોગ દરેક ભારતીય પોતાની ભાષામાં કરી શકે. તેમણે ભાષિની પ્લેટફોર્મ વિશે પણ વાત કરી, જે એક યુનિફાઈડ લેંગ્વેજ ઈન્ટરફેસ તાજેતરમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “કરોડો ભારતીયોને તેમની પોતાની ભાષામાં ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવું એ સામાજિક અને આર્થિક દરેક પાસાઓથી મહત્વપૂર્ણ છે.”

આસામ અને પૂર્વોત્તરની જૈવવિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આસામ પાસે સંગીતનો સમૃદ્ધ વારસો છે અને તે મોટા પાયે વિશ્વ સુધી પહોંચવાની જરૂર છે. તેમણે કહ્યું કે પ્રદેશની ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટીના સંદર્ભમાં છેલ્લાં 8 વર્ષોના પ્રયાસો આસામની આદિવાસી પરંપરા, પર્યટન અને સંસ્કૃતિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વચ્છ ભારત મિશન જેવાં અભિયાનોમાં આપણા મીડિયા દ્વારા ભજવવામાં આવેલી સકારાત્મક ભૂમિકાની આજે પણ સમગ્ર દેશ અને દુનિયામાં પ્રશંસા થાય છે. "તે જ રીતે, તમે અમૃત મહોત્સવમાં દેશના સંકલ્પોમાં સહભાગી બની શકો છો", એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

"સારી રીતે માહિતગાર, વધુ સારી માહિતી ધરાવતો સમાજ એ આપણા બધા માટે ધ્યેય હોવો જોઈએ, ચાલો આપણે બધા આ માટે સાથે મળીને કામ કરીએ", એમ પ્રધાનમંત્રીએ અંતમાં કહ્યું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1839662) Visitor Counter : 210