આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav g20-india-2023

મંત્રીમંડળે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ)ના કમ્પ્યુટરાઇઝેશનને મંજૂરી આપી

63,000 કાર્યરત પીએસીએસનું કુલ અંદાજપત્રીય ખર્ચ રૂ. 2516 કરોડ સાથે કમ્પ્યુટરાઇઝેશન થશે

આશરે 13 કરોડ ખેડૂતોને લાભ થશે, જેમાંથી મોટા ભાગના નાનાં અને સીમાંત ખેડૂતો છે

પારદર્શકતા, કાર્યદક્ષતા લાવશે, ભરોસો વધારશે તથા પીએસીએસને પંચાયત સ્તરે નોડલ ડિલિવરી સર્વિસ પોઇન્ટ બનવા મદદરૂપ થશે

ક્લાઉડ આધારિત એકસમાન સોફ્ટવેર છે, જેના મુખ્ય ઘટકો છેઃ ડેટા સ્ટોરેજ, સાયબર સુરક્ષા, હાર્ડવેર, હાલના રેકોર્ડનું ડિજિટાઇઝેશન, મેઇન્ટેનન્સ અને તાલીમ

Posted On: 29 JUN 2022 3:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ)ના કમ્પ્યુટરાઇઝેશનને મંજૂરી આપી છે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ પીએસીએસની કાર્યદક્ષતા વધારવાનો, તેમની કામગીરીમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો, પીએસીએસને તેમના વ્યવસાયોમાં વિવિધતા લાવવાની સુવિધા આપવાનો અને વિવિધ પ્રવૃત્તિઓ/સેવાઓ હાથ ધરવાનો છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના રૂ. 1528 કરોડના હિસ્સા સાથે કુલ અંદાજપત્રીય ખર્ચ રૂ. 2516 કરોડ સાથે 5 વર્ષના ગાળા દરમિયાન આશરે 63,000 કાર્યરત પીએસીએસનું કમ્પ્યુટરાઇઝેશન કરવાની દરખાસ્ત ધરાવે છે.

પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ) દેશમાં ત્રિ-સ્તરીય ટૂંકા ગાળાની સહકારી ધિરાણ (એસટીસીસી)નું સૌથી નીચેનું સ્તર ધરાવે છે, જેમાં અંદાજે 13 કરોડ કરોડ ખેડૂતો સભ્યો છે. તેઓ ગ્રામીણ અર્થતંત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. દેશણાં તમામ કંપનીઓએ આપેલી કેસીસી લોનમાં પીએસીએસ 41 ટકા (3.01 કરોડ ખેડૂતો) હિસ્સો ધરાવે છે અને પીએસીએસ મારફતે અપાયેલી આ કેસીસી લોનના 95 ટકા ધારકો (2.95 કરોડ ખેડૂતો) નાનાં અને સીમાંત ખેડૂતો છે. અન્ય બે સ્તરો એટલે કે પ્રાદેશિક સહકારી બેંકો (StCBs) અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો (DCCBs) નાબાર્ડ દ્વારા ઓટોમેટિક થઈ છે તથા તેમને કોમન બેંકિંગ સોફ્ટવેર (CBS) પર લાવવામાં આવી છે.

જોકે અત્યાર સુધી મોટા ભાગની પીએસીએસનું કમ્પ્યુટરાઇઝેશન થયું નથી અને હજુ પણ મેન્યુઅલી કામ કરે છે, જેના પરિણામે તેમની બિનકાર્યદક્ષતા વધી છે અને તેમની કામગીરીમાં લોકોને પૂરતો ભરોસો નથી. કેટલાંક રાજ્યોમાં પીએસીએસનું સ્વતંત્ર ધોરણે અને આંશિક કમ્પ્યુટરાઇઝેશન થયું છે. તેઓ જે સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તેમની વચ્ચે એકસમાનતા નથી અને તેઓ DCCBs અને StCBs સાથે આંતરજોડાણ ધરાવતા નથી. આદરણીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિત શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પીએસીએસનું કમ્પ્યુટરાઇઝેશન કરવાની તથા તેમને રાષ્ટ્રીય સ્તરે એકસમાન પ્લેટફોર્મ પર લાવવાની તેમજ તેઓ તેમની રોજિંદા કામગીરી માટે કોમન એકાઉન્ટિંગ સિસ્ટમ (સીએએસ) ધરાવે એવી દરખાસ્ત રજૂ થઈ છે.

નાણાકીય સર્વસમાવેશકતાના ઉદ્દેશને પાર પાડવા અને ખેડૂતો, ખાસ કરીને નાનાં અને સીમાંત ખેડૂતો (એસએમએફ)ને સેવા પૂરી પાડવાની વ્યવસ્થા મજબૂત બનાવવા ઉપરાંત પીએસીએસના કમ્પ્યુટરાઇઝેશન વિવિધ સેવાઓ અને ખાતર, બિયારણો વગેરે જેવી કાચી સામગ્રીની જોગવાઈ માટે નોડલ સર્વિસ ડિલિવરી પોઇન્ટ પણ બનશે. આ પ્રોજેક્ટ બેંકિંગ કામગીરીઓ માટે આઉટલેટ અને નોન-બેંકિંગ પ્રવૃત્તિઓ તરીકે પીએસીએસની પહોંચ વધારવામાં મદદરૂપ થશે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલાઇઝેશનમાં સુધારો કરશે. DCCBs પછી તેમને વિવિધ સરકારી યોજનાઓ (જેમાં ધિરાણ અને સબસિડી સંકળાયેલી છે) હાથ ધરવા માટે મહત્વપૂર્ણ વિકલ્પો પૈકીના એક તરીકે તેમની નોંધણી કરી શકે છે. ત્યારબાદ વિવિધ સરકારી યોજનાઓ અમલ પીએસીએસ દ્વારા થઈ શકશે. આ લોનના ઝડપી વિતરણ, નાણાકીય વ્યવહારના ઓછા ખર્ચ, ઝડપી હિસાબ તથા પ્રાદેશિક સહકારી બેંકો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો સાથે પેમેન્ટ અને એકાઉન્ટિંગમાં અસંતુલન ઘટાડવાની કામગીરી સુનિશ્ચિત કરશે.

આ પ્રોજેક્ટમાં સાયબર સુરક્ષા અને ડેટા સ્ટોરેજ સાથે ક્લાઉડ આધારિત સામાન્ય સોફ્ટવેરનો વિકાસ, પીએસીએસને હાર્ડવેર સપોર્ટ પ્રદાન કરવો, મેઇન્ટેનન્સ સપોર્ટ અને તાલીમ સહિત હાલના રેકોર્ડનું ડિજિટલાઇઝેશનની કામગીરીઓ સામેલ છે. આ સોફ્ટવેર પ્રાદેશિક ભાષામાં હશે, જે રાજ્યોની જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝેશન કરવાની સુવિધા ધરાવે છે. કેન્દ્ર અને પ્રાદેશિક સ્તરો પર પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ્સ (PMUs) સ્થાપિત થશે. જિલ્લા સ્તરે સપોર્ટ પણ આશરે 200 પીએસીએસના ક્લસ્ટરને પ્રદાન કરવામાં આવશે. જે રાજ્યોમાં પીએસીએસનું કમ્પ્યુટરાઇઝેશન પૂર્ણ થયું છે એ કિસ્સામાં પીએસીએસદીઠ રૂ. 50,000/- આપવામાં આવશે, જેમાં શરત એ છે કે, તેઓ કોમન સોફ્ટવેરને સ્વીકારવા કે તેની સાથે સંકલન કરવા સંમત થાય, તેમના હાર્ડવેર જરૂરી ખાસિયતો પૂર્ણ કરશે તથા સોફ્ટવેર 1 ફેબ્રુઆરી, 2017 પછી કાર્યરત થયેલું હોય.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1837932) Visitor Counter : 239