પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ જર્મનીના મ્યુનિકમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી
प्रविष्टि तिथि:
26 JUN 2022 7:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યુનિકમાં ઓડી ડોમ ખાતે જર્મનીમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. જર્મનીના ખૂબ જ સક્રિય અને ઉત્સાહી ભારતીય સમુદાયના હજારો સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતની વિકાસગાથા પર પ્રકાશ પાડ્યો હતો અને દેશના વિકાસના એજન્ડાને સફળતાપૂર્વક આગળ વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતની સફળતાની ગાથાને આગળ વધારવા અને ભારતની સફળતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરવામાં ભારતીય ડાયસ્પોરાના અમૂલ્ય યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1837186)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam