પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સરકાર આસામમાં પૂરની સ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહી છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે: પ્રધાનમંત્રી શ્રી

Posted On: 23 JUN 2022 8:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર આસામમાં પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આ પડકારને પહોંચી વળવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"છેલ્લા કેટલાક દિવસોથી, આસામના ભાગોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી છે. કેન્દ્ર સરકાર આસામની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આ પડકારને પહોંચી વળવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે."

"સૈન્ય અને NDRFની ટીમો પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાજર છે. તે સ્થળાંતર કામગીરી કરી રહી છે અને અસરગ્રસ્તોને મદદ કરી રહી છે. વાયુસેનાએ સ્થળાંતર પ્રક્રિયાના ભાગરૂપે 250 થી વધુ સૉર્ટીઝ હાથ ધરી છે."

"મુખ્યમંત્રી @himantaabiswa, આસામ સરકારના મંત્રીઓ અને અધિકારીઓ જિલ્લાઓમાં ચોવીસ કલાક કામ કરી રહ્યા છે અને જેઓ પીડિત છે તેમને મદદ કરી રહ્યા છે. હું અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ લોકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું અને ફરી એકવાર તમામ શક્ય સમર્થનની ખાતરી આપું છું."

SD/GP/JD


(Release ID: 1836624) Visitor Counter : 239