પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમ 19મી જૂને પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટને સમર્પિત કરશે

મુખ્ય ટનલ અને પાંચ અંડરપાસ સમર્પિત કરવામાં આવશે

આ પ્રગતિ મેદાન પુનઃવિકાસ પ્રોજેક્ટનો અભિન્ન ભાગ છે

પરેશાની રહિત વાહનોની અવરજવર સુનિશ્ચિત કરશે અને ભૈરોન માર્ગનો ટ્રાફિક લોડ ઘટાડશે

પ્રોજેક્ટ શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન દ્વારા જીવનની સરળતા સુનિશ્ચિત કરવાની દિશામાં વધુ એક પગલું

Posted On: 17 JUN 2022 10:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી જૂન, 2022ના રોજ સવારે 10:30 વાગ્યે પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ અને પાંચ અંડરપાસ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધન કરશે. ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ પ્રગતિ મેદાન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો અભિન્ન ભાગ છે.

પ્રગતિ મેદાન ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ રૂ. 920 કરોડ કરતાં વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય પ્રગતિ મેદાન ખાતે વિકસાવવામાં આવી રહેલા નવા વિશ્વ કક્ષાના પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં મુશ્કેલી મુક્ત અને સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો છે, જેનાથી પ્રગતિ મેદાન ખાતે યોજાતા કાર્યક્રમોમાં પ્રદર્શકો અને મુલાકાતીઓની સહભાગીતા સરળ બને છે.

પ્રોજેક્ટની અસર, જોકે, પ્રગતિ મેદાનથી ઘણી આગળ હશે કારણ કે તે મુશ્કેલી મુક્ત વાહનોની અવરજવરને સુનિશ્ચિત કરશે, પ્રવાસીઓના સમય અને ખર્ચને મોટા પ્રમાણમાં બચાવવામાં મદદ કરશે. શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન દ્વારા લોકો માટે સરળ જીવન સુનિશ્ચિત કરવાની સરકારની સર્વગ્રાહી દ્રષ્ટિનો એક ભાગ છે.

મુખ્ય ટનલ પ્રગતિ મેદાનમાંથી પસાર થતા પુરાણા કિલા રોડ મારફતે રિંગ રોડને ઈન્ડિયા ગેટ સાથે જોડે છે. છ લેન વિભાજિત ટનલના બહુવિધ હેતુઓ છે, જેમાં પ્રગતિ મેદાનના વિશાળ બેઝમેન્ટ પાર્કિંગમાં પ્રવેશનો સમાવેશ થાય છે. ટનલનો એક અનોખો ઘટક એ છે કે મુખ્ય ટનલ રોડની નીચે બે ક્રોસ ટનલ બનાવવામાં આવી છે જેથી પાર્કિંગની બંને બાજુથી વાહનવ્યવહારને સરળ બનાવી શકાય. તે સ્માર્ટ ફાયર મેનેજમેન્ટ, આધુનિક વેન્ટિલેશન અને ઓટોમેટેડ ડ્રેનેજ, ડિજિટલી નિયંત્રિત સીસીટીવી અને ટનલની અંદર જાહેર જાહેરાત સિસ્ટમ જેવી ટ્રાફિકની સરળ હિલચાલ માટે નવીનતમ વૈશ્વિક માનક સુવિધાઓથી સજ્જ છે. આ લાંબા સમયથી રાહ જોવાતી ટનલ ભૈરોન માર્ગના વૈકલ્પિક માર્ગ તરીકે સેવા આપશે, જે તેની કેરેજ ક્ષમતા કરતાં ઘણી આગળ ચાલી રહી છે અને ભૈરોન માર્ગના અડધાથી વધુ ટ્રાફિક લોડને વહન કરે તેવી અપેક્ષા છે.

ટનલની સાથે, છ અંડરપાસ હશે - ચાર મથુરા રોડ પર અને એક ભૈરોન માર્ગ પર અને એક રિંગ રોડ અને ભૈરોન માર્ગના ઈન્ટરસેક્સન પર.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1834707) Visitor Counter : 230