પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમ છેલ્લા 8 વર્ષમાં યુવા વિકાસ માટેના પ્રયાસોની વિગતો શેર કરે છે

Posted On: 12 JUN 2022 3:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 8 વર્ષમાં યુવા વિકાસ માટે સરકારના પ્રયાસોની વિગતો શેર કરી છે. તેમણે તેમની વેબસાઇટ, નમો એપ અને MyGov પરથી આ પ્રયાસોને સમાવિષ્ટ કરતા લેખો અને ટ્વિટ થ્રેડો શેર કર્યા.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

“ભારતની યુવા શક્તિ એ આપણી સૌથી મોટી તાકાત છે. આપણા યુવાનો વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે અને રાષ્ટ્રીય પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે.

આ લેખોનો સમૂહ યુવા વિકાસ માટેના કેટલાક મુખ્ય પ્રયાસોને સમાવે છે. #8સાલયુવાશક્તિકેનામ"

“અમારી સરકારના 8 વર્ષ યુવાનોને તેમના સપના સાકાર કરવા અને તેમની ક્ષમતાને પરિપૂર્ણ કરવા સક્ષમ બનાવવા વિશે છે. આ થ્રેડ પર એક નજર નાખો….

#8સાલયુવાશક્તિકેનામ"

“દેશની યુવા શક્તિ ન્યૂ ઈન્ડિયાનો આધારસ્તંભ છે અને વિતેલા આઠ વર્ષોમાં અમે તેને સશક્ત કરવામાં કોઈ કસર છોડી નથી. નવી શિક્ષણ નીતિ હોય કે આઈઆઈટી અને આઈઆઈએમનું વિસ્તરણ, નવા સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્નથી લઈને ખેલો ઈન્ડિયા કેન્દ્ર સુધી, આ બધા સાથે યુવાઓ માટે દરેક જરૂરી પહેલ કરવામાં આવી છે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1833295) Visitor Counter : 185