ગૃહ મંત્રાલય
રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ શરૂ થયું, વિવિધ પુરસ્કારો માટે નામાંકન ખુલ્યા
Posted On:
09 JUN 2022 3:18PM by PIB Ahmedabad
ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/એજન્સીઓ દ્વારા તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને અસાધારણ યોગદાન આપનાર લોકોને ઓળખવા માટે કેટલાક નાગરિક પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી છે.
વિવિધ પુરસ્કારો માટે નામાંકન આમંત્રિત કરવા માટે, સરકાર દ્વારા એક સામાન્ય રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) વિકસાવવામાં આવ્યું છે જેથી કરીને ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/એજન્સીઓના તમામ પુરસ્કારોને પારદર્શિતા અને જાહેર ભાગીદારી(જન ભાગીદારી)ની ખાતરી કરવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ એકસાથે લાવવામાં આવે. આ પોર્ટલનો હેતુ નાગરિકોને ભારત સરકાર દ્વારા સ્થાપિત વિવિધ પુરસ્કારો માટે વ્યક્તિઓ/સંસ્થાઓને નોમિનેટ કરવા માટે સુવિધા આપવાનો છે.
હાલમાં, નીચેના પુરસ્કારો માટે નામાંકન/સુચનાઓ ખુલ્લી છે:
- પદ્મ પુરસ્કારો- નોમિનેશન 15/09/2022 સુધી ખુલ્લું છે
- સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર- નામાંકન 31/07/2022 સુધી ખુલ્લું છે
- તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ- નોમિનેશન 16/06/2022 સુધી ખુલ્લું છે
- જીવન રક્ષા પદક પુરસ્કારોની શ્રેણી- નામાંકન 30/09/2022 સુધી ખુલ્લું છે
- પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટેલિકોમ કૌશલ્ય શ્રેષ્ઠતા પુરસ્કાર- નોમિનેશન 16/06/2022 સુધી ખુલ્લું છે.
વધુ વિગતો અને નામાંકન માટે, કૃપા કરીને રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in)ની મુલાકાત લો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1832599)
Visitor Counter : 322