વહાણવટા મંત્રાલય
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW)માં યુવા વ્યવસાયિકોને જોડવા માટે સાગરમાલા યંગ પ્રોફેશનલ યોજના
Posted On:
03 JUN 2022 11:25AM by PIB Ahmedabad
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે મંત્રાલયના વિવિધ વિભાગોમાં પ્રતિભાશાળી, દીર્ધ વિચારસરણી ધરાવતા અને ગતિશીલ યુવા વ્યાવસાયિકોને જોડવા માટે યોજના ઘડી છે.
આ યોજના યુવા વ્યાવસાયિકો માટે સક્રિય ઓન-ધ-ગ્રાઉન્ડ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. વ્યાવસાયિકોને સરકારની કામગીરી તેમજ વિકાસલક્ષી નીતિની ચિંતાઓ વિશે જાણવાની તક મળશે. મંત્રાલયની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રોફેશનલ્સને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા વિશ્લેષણ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સ્ટાર્ટ-અપ, ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇનપુટ્સ આપવા જરૂરી રહેશે.
આ યોજના નિર્ણય લેવામાં યુવાનોની સક્રિય સંડોવણીને પ્રોત્સાહન આપશે. આ આત્મગૌરવ અને સશક્તિકરણની ભાવનાને વેગ આપીને વ્યક્તિગત સ્તરે સામાજિક સુખાકારીમાં વધુ યોગદાન આપશે, અને સમાજ માટે નિર્ણાયક લાભો લાવશે જેમ કે સામાન્ય ચિંતાઓ માટે ઉન્નત જાગૃતિ અને લાંબા સમય સુધી કામ કરતા ઉકેલોને ઓળખવા માટે સંયુક્ત સંકલ્પ.
શરૂઆતમાં, આ યોજના હેઠળ 25 થી વધુ યુવા વ્યાવસાયિકોની ભરતી કરવામાં આવશે. પ્રોફેશનલ્સ પાસે B.E/ B.Tech, B. પ્લાનિંગ અને/અથવા MBA અથવા સંબંધિત વિષય/ક્ષેત્રમાં સમકક્ષ ડિગ્રી અને સંબંધિત કામનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. એકાઉન્ટન્સી, ફાઇનાન્સ, લીગલ, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ/કોમર્સ, ડેટા એનાલિટિક્સ ક્ષેત્રના પ્રોફેશનલ્સને પણ મંત્રાલયની જરૂરિયાતના આધારે જોડવામાં આવશે. જોડાણનો પ્રારંભિક સમયગાળો 2 વર્ષનો રહેશે જે કામગીરીના આધારે વધારાના 2 વર્ષ સુધી વધારી શકાય છે.
અરજીને આમંત્રણ આપતી જાહેરાત મંત્રાલયના વેબ-પોર્ટલ અને શ્રમ અને રોજગાર મંત્રાલયના રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ પર પોસ્ટ કરવામાં આવશે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષના મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે “સરકારી પહેલમાં યુવાનોને જોડવાથી વહીવટી કામગીરીમાં તેમની સમજ અને રસ વધી શકે છે, તેમજ સક્રિય નાગરિકતાને પ્રોત્સાહિત કરી શકાય છે. તે યુવાનોમાં દરિયાઈ ક્ષેત્ર વિશે જાગૃતિ પણ વધારશે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1830712)
Visitor Counter : 303