પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા જેમણે સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા, 2021 પાસ કરી છે

પોસ્ટેડ ઓન: 30 MAY 2022 2:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા, 2021 પાસ કરનાર તમામને અભિનંદન પાઠવ્યા છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા, 2021 પાસ કરનાર તમામને અભિનંદન. આ યુવાનોને મારી શુભેચ્છાઓ કે જેઓ ભારતની વિકાસ યાત્રાના એક મહત્વપૂર્ણ સમયે, જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે તેમની વહીવટી કારકિર્દી શરૂ કરી રહ્યા છે."

"હું એવા લોકોની નિરાશાને સંપૂર્ણ રીતે સમજું છું જેઓ સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી શક્યા નથી પરંતુ હું એ પણ જાણું છું કે આ ઉત્કૃષ્ટ યુવાનો છે જેઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમને મારી શુભેચ્છાઓ."

SD/GP


(રીલીઝ આઈડી: 1829422) મુલાકાતી સંખ્યા : 222