માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતમાં વિદેશી ફિલ્મોના શૂટિંગને વેગ મળ્યો, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે મુખ્ય SOPની જાહેરાત કરી
શ્રી ઠાકુરે ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું, IFFIના 53મા સંસ્કરણ માટે પોસ્ટરનું અનાવરણ કર્યું
ભારતીય સિનેમા માનવ કૌશલ્ય, વિજય અને નવા ભારતના પથની ગાથા છે: શ્રી ઠાકુર
છેલ્લા સાત દાયકામાં સિનેમા આપણા સોફ્ટપાવરના સાધન તરીકે ઉભરી આવ્યું છે: શ્રી ઠાકુર
સોફ્ટપાવરના સાધન ભારતીય સિનેમાથી દુનિયા વધુ સારી રીતે ભારતને જાણી શકી છે: ફ્રાન્સમાં ભારતના રાજદ્વારી શ્રી જાવેદ અશરફ
Posted On:
18 MAY 2022 5:16PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે કાન્સ ફિલ્મ બજાર ‘માર્ચે ડુ ફિલ્મ’ ખાતે ભારતીય પેવેલીયનનું ઉદ્ઘાટન કર્યું હતું. વિદેશી ફિલ્મસર્જકો માટે ભારતને શૂટિંગ માટેનું મનપસંદ મુકામ બનાવવાના ઉદ્દેશ સાથે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે વિદેશી ફિલ્મોના શૂટિંગ અને ભારતમાં વિદેશી સહ-નિર્માણને પ્રોત્સાહન આપવા માટે બે યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ બે યોજનાઓ ઑડિયો- વિઝ્યુઅલ સહ-નિર્માણ માટે પ્રોત્સાહન યોજના અને ભારતમાં વિદેશી ફિલ્મોના શૂટિંગ માટે પ્રોત્સાહન યોજના છે જેનો ઉદ્દેશ ભારતી મીડિયા અને મનોરંજન ઉદ્યોગની સંભાવનાઓને ઉજાગર કરવાનો છે.
આ પ્રોત્સાહનોના પાસાઓ અંગે વાત કરતા શ્રી ઠાકુરે માહિતી આપી હતી કે સત્તાવાર સહ-નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ ભારતમાં ક્વૉલિફાઇંગ ખર્ચ પર 30% સુધી વળતર ભરપાઇનો દાવો કરી શકે છે જે મહત્તમ INR 2 કરોડ સુધીનો રહેશે. ભારતમાં જેનું શૂટિંગ થાય તેવી વિદેશી ફિલ્મો મહત્તમ INR 50 લાખ (USD 65,000) સુધીના વધારાના 5% બોનસનો દાવો કરી શકે છે કારણ કે ભારતમાં 15% કે તેથી વધુ માનવબળને રોજગારી આપવા માટે વધારાના વળતરની ભરપાઇ આપવામાં આવશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાઓ ભારત સાથે વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપશે અને વિદેશી ફિલ્મ નિર્માતાઓ પાસેથી રોકાણને આકર્ષવામાં પણ મદદરૂપ થશે તેમજ ભારતને ફિલ્મોનું શૂટિંગ કરવાના સ્થળ તરીકે પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. (આ યોજનાની વિગતો નીચે પરિશિષ્ટ 1માં આપેલી છે)
ભારતીય સિનેમાના ઊંડા સામાજિક મૂળિયાઓની સ્પષ્ટતા કરતા શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ભારતીય સિનેમામાં સામાજિક તેમજ રાષ્ટ્રીય મહત્વ ધરાવતા વિષયોની સંવેદનશીલ ટ્રીટમેન્ટ સર્જનાત્મકતા, ઉત્કૃષ્ટતા અને આવિષ્કાર એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં વિકાસ માપ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, “ભારતીય લોકોના મૂલ્યો, આસ્થા અને અનુભવોને પ્રતિબિંબિત કરતી વખતે, ભારતીય સિનેમાનાએ તેમની આશા, સપનાં અને સિદ્ધિઓને પણ પ્રદર્શિત કર્યા છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગના મૂળ ભારતીય સંસ્કૃતિમાં હોવા છતાં, એક સાર્વત્રિક પાત્ર પ્રાપ્ત કરવા માટે આ ઉદ્યોગ વિકાસ માપ્યો છે. અને આપણી વર્ષો જૂની વાર્તાઓનું જતન કરીને, ભારતીય ફિલ્મ નિર્માતાઓ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વાર્તા કહેવાની તેમની કળામાં નવીનતા લાવી રહ્યા છે.” મંત્રીશ્રીએ ટિપ્પણી કરી હતી કે, “ભારતીય સિનેમા માત્ર 6000 વર્ષ જૂની સંસ્કૃતિની વાર્તા નથી, તે માત્ર 1.3 અબજ વાર્તાઓની કહાની નથી પરંતુ માનવ કૌશલ્ય, વિજય અને નવા ભારતના પથની વાર્તા પણ તમારા લેન્સના માધ્યમથી વર્ણવવામાં આવી છે.”
‘યે જવાની હે દિવાની’ ફિલ્મના સંવાદ "ભારત કા સિનેમા, દૌડના ચાહતા હૈ, ઉડના ચાહતા હૈ, બસ રુકના નહીં ચાહતા"નો ઉલ્લેખ કરતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, ભારતીય સિનેમાએ સુંદર સફરના માધ્યમથી વૈશ્વિક ફિલ્મ સર્જકોને પ્રેરણા આપી છે અને તેમની પાસેથી પ્રેરણા લીધી પણ છે અને 2020નો દાયકો ભારતમાં આર્ટ અને ફિલ્મોનું સર્જન કરવા માટે શ્રેષ્ઠ સમય રહ્યો છે.
ભારતીય સિનેમા આમૂલ પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યું છે કારણ કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સ્ટ્રીમિંગ ક્રાંતિએ જાણે ઝંઝાવાત લાવી દીધો છે અને ડિજિટલ/ OTT પ્લેટફોર્મની લોકપ્રિયતાએ હવે કેવી રીતે ફિલ્મોનું સર્જન, વિતરણ કરવામાં આવે અને જોવામાં આવે તેની પરિભાષા બદલી નાંખી છે. વૈશ્વિક અને ભારતીય સિમેનાના ઉપભોક્તાઓ પાસે અગાઉ ક્યારેય નહોતા એટલા વિકલ્પો હવે ઉપલબ્ધ છે.”
ભારતને ફિલ્માંકન માટે મનપસંદ મુકામ બનાવવાના સરકારના મજબૂત ઇરાદા અંગે વાત કરતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, “આપણી પાસે એક મજબૂત બૌદ્ધિક સંપત્તિ શાસન છે, અને ડિજિટલ માધ્યમ હવે થિયેટર તેમજ મૂવીઝ જેવા વપરાશ અને પ્રસારના અન્ય વધુ સ્થાપિત મોડને પૂરક બનાવે છે. આના કારણે ગ્રાહકની પસંદગીનું લોકશાહીકરણ થયું છે જે અગાઉ ક્યારેય થયું ન હોતું, અને અમારી સરકાર સર્જનાત્મક ઉદ્યોગોને સમર્થન આપીને તેનું જતન કરવાનો ઇરાદો ધરાવે છે.”
ભારતીય ફિલ્મોનું જે વ્યાપકતાએ રીસ્ટોરેશન થઇ રહ્યું છે તેનો શ્રેય આપતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે આ કવાયતના ભાગરૂપે રાષ્ટ્રીય ફિલ્મ હેરિટેજ મિશન અંતર્ગત દુનિયાનો સૌથી મોટો ફિલ્મ રીસ્ટોરેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે, તમામ ભાષા અને પ્રકારમાં 2200 ફિલ્મોને તેમની મૂળભૂત કિર્તીમાં રીસ્ટોર કરવામાં આવશે.
ભારતીય પેવેલિયનને અભિનંદન પાઠવતા શ્રી ઠાકુરે કહ્યું હતું કે, “ભારતીય પેવેલિયન આપણી ટોપીમાં એક સિદ્ધિનું છોગું છે અને માત્ર આપ સૌના વિશ્વાસ અને પ્રયાસના પરિણામે જ આજે, તે ભારતીયના આવતીકાલના સપનાનું પ્રહરી બન્યું છે.”
મંત્રીશ્રીએ આ પ્રસંગે ભારતીય પેવેલિયન ખાતે ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IIFI)ના 53મા સંસ્કરણના પોસ્ટરનું પણ અનાવરણ કર્યું હતું. (પરિશિષ્ટ 2)
આ પ્રસંગે સંબોધન આપતા અભિનેત્રી સુશ્રી તમન્ના ભાટીયાએ જણાવ્યું હતું કે, ભારતે ઘણા વર્ષોથી વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપ્યું છે અને હવે આઝાદીના 75મા વર્ષની ઉજવણી દરમિયાન ભારત સાથે કાન્સ ફિલ્મ મહોત્સવની ભાગીદારી ખરેખર આઇકોનિક છે. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીએ પોતાની લાગણીઓ ઉમેરતા કહ્યું હતું કે, ભારત સંખ્યાબંધ વાર્તાઓની ભૂમિ છે અને પાયાના સ્તરે આ વાર્તાઓ વૈશ્વિક પ્રસિદ્ધિને પાત્ર છે. અભિનેત્રી દીપિકા પાદુકોણેએ ટિપ્પણી કરી હતું કે, આપણા માટે આ ઘણા ગૌરવની ક્ષણ છે કે, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી વખતે કાન્સમાં ભારત સ્પૉટલાઇટમાં રહેલો દેશ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીય સિનેમા શ્રેષ્ઠતાના શિખર પર છે અને કાન્સમાં તો આ સિદ્ધિની માત્ર એક શરૂઆત છે.
શ્રી શેખર કપૂરે જણાવ્યું હતું કે, ભારત વાર્તાઓની ભૂમિ હતી અને હવે ભારતીય સંસ્કૃતિ પશ્ચિમના ઉચ્ચ મેદાની પ્રદેશ તરીકે સિનેમાની મુખ્ય સંસ્કૃતિ બની જશે. શ્રી પ્રસૂન જોશીએ પ્રશંસા કરતા કહ્યું હતું કે, ફિલ્મ નિર્માણને એટલી સરળ પ્રક્રિયા બનવાની જરૂર છે કે નાના શહેરોના ઉભરતા ફિલ્મ નિર્માતાઓ પોતાના વિઝનને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે પોતે સશક્ત હોવાનો અનુભવ કરે.
સુશ્રી પૂજા હેગડેએ ભારપૂર્વક ટિપ્પણી કરી હતી કે, તેઓ ત્યાં બીજું કોઇ નહીં પરંતુ બ્રાન્ડ ભારતના હિસ્સા તરીકે હતા અને તેમના માટે આ ગૌરવની વાત હતી. વધુમાં, ભારત કન્ટ્રી ઓફ ઑનર હતું તે વાત એ બાબતનો પુરાવો છે કે, ભારતનો અવાજ યોગ્ય રીતે ઉઠી રહ્યો હતો, તે તથ્યનો તેમણે ઉમેરો કર્યો હતો. સુશ્રી વાણી ત્રિપાઠીએ સિનેમામાં ભારતીય મહિલાઓની ભૂમિકા પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, આજે આખી દુનિયામાં ભારતીય મહિલાઓનું સન્માન વધી રહ્યું છે તેમની સિદ્ધિઓ ઉજવવામાં આવી રહી છે, અને તે વાતને દીપિકાએ જ્યૂરી સભ્ય તરીકે સાબિત કરી બતાવી છે. શ્રી આર. માધવન, શ્રી એ.આર. રહેમાન, શ્રી મામે ખાન અને I&Bના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ફ્રાન્સમાં ભારતના રાજદ્વારી શ્રી જાવેદ અશરફે ભારતીય પ્રતિનિધિમંડળ માટે કાન્સ ફિલ્મ મહોત્સવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલો સંદેશો વાંચ્યો હતો. પ્રેક્ષકોને સંબોધન કરતા તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતીય સિનેમાના કારણે દુનિયા ભારતને વધુ સારી રીતે સમજી શકી છે. ભારતીય સિનેમા દુનિયામાં ભારતના સોફ્ટપાવરનું વિસ્તરણ કરવા માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે.
પરિશિષ્ટ – 1
ભારતમાં વિદેશી ફિલ્મોના ઑડિયો-વિઝ્યુઅલ સહ-નિર્માણ અને શૂટિંગ માટે પ્રોત્સાહક યોજનાઓની મુખ્ય વિશેષતાઓ
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતમાં શૂટિંગ થતા આંતરરાષ્ટ્રીય નિર્માણો અને વિદેશી દેશો સાથે સત્તાવાર સહ-નિર્માણ માટે પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રોત્સાહન અને પાત્રતા
- ઑડિયો વિઝ્યુઅલ સહ-નિર્માણ માટેની પ્રોત્સાહક યોજના હેઠળ, પાત્રતા ધરાવતા તમામ પ્રોજેક્ટ્સ માટે, ભારતીય સહ-નિર્માતા ભારતમાં ક્વૉલિફાઇંગ ખર્ચ પર 30% સુધી ચૂકવવાપાત્ર રોકડ વળતરનો દાવો કરી શકે છે, જે મહત્તમ INR 2 કરોડ (USD 260,000) સુધી રહેશે. જો કે, પ્રોજેકટ માટેના નાણાકીય યોગદાનના નિર્માતાઓના સંબંધિત હિસ્સા અનુસાર નિર્માતાઓ વચ્ચે વળતરની વહેંચણી કરવામાં આવશે.
પ્રોજેક્ટને ઑડિયો-વિઝ્યુઅલ સહ-નિર્માણ પર ભારતની સત્તાવાર દ્વિ-પક્ષીય સહ-નિર્માણ સંધિઓમાંની એક હેઠળ, I&B મંત્રાલય અને સહભાગી દેશો દ્વારા "સહ-નિર્માણ"નો દરજ્જો આપવામાં આવ્યો હોવો આવશ્યક છે. 01.04.2022 પછી સત્તાવાર સહ-નિર્માતાનો દરજ્જો આપવામાં આવેલા પ્રોજેક્ટ્સ પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવે છે.
- ભારતમાં વિદેશી ફિલ્મોનું શૂટિંગ કરવા માટે પ્રોત્સાહન યોજના હેઠળ, ઉપર જણાવ્યા મુજબ સમાન પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. તે ઉપરાંત, વધારાના વળતર તરીકે વધુમાં વધુ INR 50 લાખ (USD 65,000) સુધીના વધારાના 5% બોનસના વળતરનો દાવો કરી શકાય છે અને ભારતમાં 15% કે તેથી વધુ માનવબળને રોજગારી આપવા બદલ આ વળતરની ભરપાઇ કરવામાં આવશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન કે જેમને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય (માત્ર દસ્તાવેજી ફિલ્મો માટે) દ્વારા 01.04.2022ના રોજ કે તે પછી મંજૂરી આપવામાં આવી હોય તેઓ આ પાત્રતા ધરાવશે.
પ્રોત્સાહનની રકમ બે તબક્કામાં એટલે કે, વચગાળા અને અંતિમ તબક્કામાં ચુકવવામાં આવશે. ભારતમાં પ્રોજેક્ટ પૂરો થયા પછી અંતિમ તબક્કાની ચુકવણીનો દાવો કરી શકાય છે. વિશેષ પ્રોત્સાહન મૂલ્યાંકન સમિતિની ભલામણ પર પ્રોત્સાહનો આપવામાં આવશે. (જેના માટે વિગતવાર માર્ગદર્શિકા FFO વેબસાઇટ પર ઉપલબ્ધ હશે). આ ઉપરાંત, કોઇપણ એક યોજના હેઠળ પ્રોત્સાહનોનો દાવો કરી શકાય છે, અને બંને માટે દાવો કરી શકાશે નહીં.
પ્રોત્સાહન યોજનાને રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (NFDC)ના નેજા હેઠળ ફિલ્મ સુવિધા ઓફિસ (FFO) દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
પરિશિષ્ટ 2
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1826471)
Visitor Counter : 365
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam