આયુષ
azadi ka amrit mahotsav g20-india-2023

ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ (GAIIS)માં મુખ્ય આયુષ કૅટેગરીમાં રૂ. 9000 કરોડથી વધુ મૂલ્યના ઇરાદા પત્રો થયા

Posted On: 22 APR 2022 5:31PM by PIB Ahmedabad

એક ઈતિહાસ રચતા, ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત ભારતની પ્રથમ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022માં એફએમસીજી, મેડિકલ વેલ્યુ ટ્રાવેલ (હીલ ઈન ઈન્ડિયા), ફાર્મા, ટેકનોલોજી અને નિદાન અને ખેડૂતો અને કૃષિ જેવી મુખ્ય શ્રેણીઓમાં રૂ. 9000 કરોડથી વધુ મૂલ્યના લેટર ઓફ ઈન્ટેન્ટ (LoIs) થયા હતા.

આયુષ સેક્ટરમાં આટલા વ્યાપની સૌપ્રથમ મેગા ઈવેન્ટે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાઓ અને અન્ય વિવિધ ક્ષેત્રો સાથેના કરારો, નાણાકીય વિચારણાઓ, પરસ્પર સંશોધન સુગમ બનાવ્યા હતા અને વૈશ્વિક સ્તરે આયુષની પહોંચ વધારવામાં મદદ કરી હતી.

રોકાણની ખાતરીઓમાં એફએમસીજીમાંથી રૂ. 7000 કરોડ, મેડિકલ વેલ્યુ ટ્રાવેલ (MVT) માંથી લગભગ 1000 કરોડ, ફાર્મા સેક્ટરમાંથી લગભગ 345 કરોડ, ફાર્મર્સ એગ્રી શ્રેણી માટે 300 કરોડ અને ટેક્નોલોજી એન્ડ ડાયગ્નોસ્ટિક કેટેગરીમાં લગભગ રૂ. 60 કરોડનો સમાવેશ થાય છે.

20 એપ્રિલ 2022ના રોજ આ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સત્ર દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પાંચ મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ ઇવેન્ટ દરમિયાન, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદ સાયન્સ (CCRAS), આયુષ મંત્રાલય અને દેશની વિવિધ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ વચ્ચે કુલ 12 એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંસ્થાઓમાં IIT દિલ્હી, IIT ગુવાહાટી, ICMR NITM, AIIMS, CSIR, NIPER, NIMHANS, JNU, ICGB, AVP, TDUનો સમાવેશ થાય છે.

GAIISના પ્રથમ પ્રકરણમાં અમૂલ, ડાબર, કામ આયુર્વેદ, એકોર્ડ, આયુર્વેદ, નેચરલ રેમેડીઝ, એમ્બ્રો ફાર્મા અને પતંજલિ સહિત 30થી વધુ એફએમસીજીકંપનીઓની ખૂબ જ પ્રોત્સાહક ભાગીદારી જોવા મળી હતી. આનાથી આશરે 5.5 લાખ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે જે 76 લાખથી વધુ લોકોનાં જીવન પર સકારાત્મક અસર કરશે.

નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ (NMPB), આયુષ મંત્રાલય દ્વારા સુગમ બનાવાયેલા 50થી વધુ એમઓયુની, આપ-લે ખેડૂતોનાં જૂથો અને ઉદ્યોગો વચ્ચે કરવામાં આવી હતી. આમાં 6300થી વધુ ખેડૂતો સામેલ થશે અને આ કરારો દ્વારા ઉત્પાદન 4.5 હજાર મેટ્રિક ટન થવાની અપેક્ષા છે.

જે આંતરરાષ્ટ્રીય એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા એમાંનો એક એમઓયુ આયુષ મંત્રાલયની રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ (RAV) અને આર્જેન્ટિનાના ફંડાસિઓન ડી સલુડ આયુર્વેદ પ્રેમા (આયુર્વેદ પ્રેમા હેલ્થ ફાઉન્ડેશન)વચ્ચે "આયુર્વેદમાં શૈક્ષણિક સહયોગની સ્થાપના"નાં ક્ષેત્રમાંહતો. વિવિધ આયુર્વેદ અભ્યાસક્રમોમાં અભ્યાસક્રમ વિકાસમાં માન્યતા અને સતત સુધારણા માટે ઉપયોગમાં લેવાતી ઓડિટ પ્રમાણપત્ર સંસ્થાઓ બનાવવામાં આ એમઓયુ મદદ કરશે.

આયુર્વેદમાં શૈક્ષણિક સહયોગની સ્થાપના પર અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA), ફેડરલ યુનિવર્સિટી ઓફ રિયો ડી જાનેરો (UFRJ), બ્રાઝિલ અને બ્રાઝિલિયન એકેડેમિક કન્સોર્ટિયમ ફોર ઇન્ટિગ્રેટિવ હેલ્થ (CABSIN), બ્રાઝિલ વચ્ચે અન્ય એક ત્રિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.બ્રાઝિલમાં આયુર્વેદના ઉપયોગમાં સલામતીની હિમાયત કરતા સંશોધન પરના સહયોગને આ એમઓયુ પ્રોત્સાહન આપશે.

ફેલોશિપ અને સ્નાતક વિદ્યાર્થીઓની તાલીમ અને તબીબી ડોકટરો અને સંલગ્ન આરોગ્ય વ્યાવસાયિકો વગેરેની તાલીમ માટે પરસ્પર સહયોગની શોધ કરવા માટે ઓલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ, આયુષ મંત્રાલય અને યુનિવર્સિટી હેલ્થ નેટવર્ક, ટોરોન્ટો (UHN), કેનેડા વચ્ચે પણ એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આયુષ મંત્રાલય દ્વારા યુનિવર્સિડેડ ઓટોનોમા ડી ન્યુવો લીઓન (UANL), મેક્સિકો ખાતે આયુર્વેદ પીઠની સ્થાપના માટે ચોથા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર દ્વારા, યુનિવર્સિટીમાં આયુર્વેદ શિક્ષણમાં એક આયુર્વેદ ડૉક્ટરની નિયુક્તિ કરવામાં આવશે.આયુર્વેદ અને અન્ય પરંપરાગત ઔષધીય પ્રણાલીનાં ક્ષેત્રમાં બ્રાઝિલમાં આયુર્વેદ સંબંધિત માહિતીના વિશ્વસનીય સ્ત્રોત તરીકે કાર્ય કરવા આયુર્વેદના ક્ષેત્રમાં સહકાર અંગે ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રેડિશનલ એન્ડ ઓલ્ટરનેટિવ હેલ્થ કેર (PITAHC), ફિલિપાઇન્સ અને આયુષ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા NIA, જયપુર વચ્ચે એક કરારની આપ-લે કરવામાં આવી હતી.

આ આંતરરાષ્ટ્રીય વિનિમય સિવાય, સમગ્ર ભારતમાં 35થી વધુ છાવણી વિસ્તારોમાં આયુષ સુવિધાઓ શરૂ કરવા માટે આયુષ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, મંત્રાલયે સંયુક્ત PHD કાર્યક્રમો અને આયુષમાં મિકેનિસ્ટિક અભ્યાસ માટે CSIR સાથે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સાથે જોડાણની આપલે પણ કરી હતી.

સમગ્ર રીતે આયુષ સેક્ટરની સંભવિત તકો અને સંભવિતતાઓને અન્વેષણ કરવા માટે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેણે રાષ્ટ્રીય અને આંતરિક બેઉ રીતે આ ક્ષેત્રના વિકાસનો માર્ગ મોકળો કરવામાં તેની અસરકારકતા સાબિત કરી છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1819134) Visitor Counter : 179