મંત્રીમંડળ
કેન્દ્રીય મંત્રીમંડળે કોલ બેરિંગ એરિયાઝ (સંપાદન અને વિકાસ) એક્ટ, 1957 હેઠળ સંપાદિત જમીનના ઉપયોગ માટેની નીતિને મંજૂરી આપી
ફેરફારો કોલસા અને ઊર્જા સંબંધિત માળખાકીય સુવિધાઓનાં વિકાસ અને સ્થાપન માટે બિન-ખનનક્ષમ જમીનને ખોલશે
Posted On:
13 APR 2022 3:26PM by PIB Ahmedabad
કોલસાના ખાણકામ માટે ખનન થઈ ગઈ હોય કે વ્યવહારીક રીતે અયોગ્ય હોય તેવી જમીનોના ઉપયોગને સરળ બનાવવા અને કોલસા ક્ષેત્રમાં રોકાણ અને રોજગારીનું સર્જન વધારવાના ઉદ્દેશ્યો સાથે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કોલ બેરિંગ એરિયાઝ (એક્વિઝિશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 1957 [CBA એક્ટ] હેઠળ સંપાદિત જમીનના ઉપયોગ માટેની નીતિને મંજૂરી આપી છે. આ નીતિ કોલસા અને ઊર્જા સંબંધિત માળખાકીય સુવિધાઓના વિકાસ અને સ્થાપવાના હેતુ માટે આવી જમીનનો ઉપયોગ કરવાની જોગવાઈ કરે છે.
CBA એક્ટ કોલસો ધરાવતી જમીનોનાં સંપાદન અને સરકારી કંપનીને આ જમીનનો કોઈપણ બોજથી મુક્ત કબજો સોંપવાની જોગવાઈ કરે છે. મંજૂર કરાયેલી નીતિ CBA કાયદા હેઠળ સંપાદિત નીચેના પ્રકારની જમીનોના ઉપયોગ માટે સ્પષ્ટ નીતિ માળખું પ્રદાન કરે છે:
- કોલસાની ખાણકામ પ્રવૃત્તિઓ માટે જમીનો હવે યોગ્ય અથવા આર્થિક રીતે વ્યવહારૂ નથી; અથવા
- જમીનો કે જેમાંથી કોલસો કાઢવામાં આવ્યો છે/કોલસા મુક્ત છે અને આવી જમીનો રિક્લેમ કરવામાં આવી છે
સરકારી કોલસા કંપનીઓ, જેમ કે કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) અને તેની પેટાકંપનીઓ CBA એક્ટ હેઠળ હસ્તગત કરવામાં આવેલી આ જમીનોના માલિક રહેશે અને આ નીતિમાં આપેલા નિર્દિષ્ટ હેતુઓ માટે જ જમીન ભાડે આપવાની મંજૂરી આપે છે. સરકારી કોલસા કંપનીઓ કોલસા અને ઊર્જા સંબંધિત માળખાકીય વિકાસ પ્રવૃત્તિઓ માટે સંયુક્ત પ્રોજેક્ટ્સમાં ખાનગી મૂડી લગાવી શકે છે.
જે સરકારી કંપની જમીનની માલિકી ધરાવે છે તે આ નીતિ હેઠળ આપેલ ચોક્કસ સમયગાળા માટે આવી જમીન લીઝ પર આપશે અને શ્રેષ્ઠ મૂલ્ય હાંસલ કરવા માટે પારદર્શક, વાજબી અને સ્પર્ધાત્મક બિડ પ્રક્રિયા અને યંત્રણા દ્વારા લીઝ માટેની સંસ્થાઓની પસંદગી કરવામાં આવશે. નીચેની પ્રવૃત્તિઓ માટે જમીનો ધ્યાનમાં લેવામાં આવશે:
- કોલ વોશરીઝની સ્થાપના કરવી;
- કોલસા હેન્ડલિંગ પ્લાન્ટની સ્થાપના કરવી;
- સીબીએ એક્ટ અથવા અન્ય જમીન સંપાદન કાયદા હેઠળ જમીન સંપાદનને કારણે પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારોનું પુનર્વસન અને પુન:પતાવટ;
- થર્મલ અને રિન્યુઅલ પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવા;
- કોલસાના વિકાસને લગતી માળખાકીય સુવિધાઓ સ્થાપવા અથવા પૂરી પાડવા માટે, જેમાં વળતરયુક્ત વનીકરણનો સમાવેશ થાય છે;
- માર્ગનો અધિકાર પ્રદાન કરવા માટે
- કોલ ગેસિફિકેશન અને રાસાયણિક પ્લાન્ટ્સ માટે કોલસો; અને
- ઊર્જા સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા અથવા પ્રદાન કરવા.
જે જમીનો ખોદવામાં આવી છે અથવા કોલસાના ખાણકામ માટે વ્યવહારીક રીતે અયોગ્ય છે તે અનધિકૃત અતિક્રમણની સંભાવના ધરાવે છે અને સુરક્ષા અને જાળવણી પર ટાળી શકાય તેવા ખર્ચની જરૂર પડે છે. મંજૂર કરાયેલી નીતિ હેઠળ, સરકારી કંપનીઓ પાસેથી માલિકી હસ્તાંતરિત કર્યા વિના, કોલસા અને ઊર્જા સંબંધિત વિવિધ માળખાકીય સુવિધાઓની સ્થાપનાથી મોટી સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે.
ખનન ન થઈ શકે એવી જમીનને અન્ય હેતુઓ માટે ખોલવાથી સીઆઈએલને તેની કામગીરીની કિંમત ઘટાડવામાં પણ મદદ મળશે કારણ કે તે કોલસા સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પ્રોજેક્ટ્સ જેમ કે સોલર પ્લાન્ટ પોતાની જમીન પર ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં વિવિધ બિઝનેસ મોડલ અપનાવી સ્થાપવામાં સક્ષમ બનશે. તે કોલસાના ગેસિફિકેશન પ્રોજેક્ટ્સને સક્ષમ અને વ્યવહારૂ બનાવશે કારણ કે કોલસાને દૂરના સ્થળોએ પરિવહન કરવાની જરૂર નથી.
પુનર્વસન હેતુ માટે જમીનનો ઉપયોગ કરવાની દરખાસ્ત જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરશે અને તમામ મહત્વપૂર્ણ જમીન સંસાધનોનો બગાડ દૂર કરશે, પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસવાટ માટે જમીનના નવા ભાગના સંપાદનને ટાળશે, પ્રોજેક્ટ પર વધારાના નાણાકીય બોજને દૂર કરશે અને નફામાં વધારો કરશે. તે વિસ્થાપિત પરિવારોની માગને પણ સંબોધશે કારણ કે તેઓ હંમેશા તેમના મૂળ રહેણાંક સ્થળોની શક્ય તેટલી નજીક રહેવાનું પસંદ કરે છે. તે કોલસાના પ્રોજેક્ટ્સ માટે સ્થાનિક સમર્થન મેળવવામાં મદદ કરશે અને કોલસાની ખાણકામ તરફ વાળવામાં આવેલી જંગલની જમીનને બદલે રાજ્ય સરકારને વનીકરણ માટે જમીન પ્રદાન કરશે.
આ નીતિ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરીને, આયાત પર નિર્ભરતા ઘટાડીને, રોજગાર સર્જન વગેરે દ્વારા આત્મનિર્ભર ભારતનાં ધ્યેયને સાકાર કરવામાં મદદ કરશે. આ નીતિ વિવિધ કોલસા અને ઊર્જા માળખાકીય વિકાસ પ્રવૃત્તિઓ માટે જમીનને અનલોક કરશે જે દેશના પછાત વિસ્તારોમાં રોકાણને પ્રોત્સાહિત કરશે. પહેલેથી જ સંપાદિત જમીનનો ઉપયોગ જમીનનાં નવા સંપાદન અને સંબંધિત વિસ્થાપનને અટકાવશે અને સ્થાનિક ઉત્પાદન અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1816400)
Visitor Counter : 258
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada