આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી કંપનીઓને બિન-કાર્યરત કોલસાની ખાણોને દંડ વિના પરત સોંપવા માટે વન-ટાઇમ વિન્ડો આપવાની મંજૂરી આપી
જાહેર ક્ષેત્રના એકમો પાસેની કેટલીક કોલસાની ખાણો છૂટી થશે અને હાલની હરાજી નીતિ મુજબ તેની હરાજી કરવામાં આવશે
Posted On:
08 APR 2022 4:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કૅબિનેટ સમિતિએ આજે કેન્દ્રીય અને રાજ્યના પીએસયુ-જાહેર ક્ષેત્રના એકમોને બિન-કાર્યરત ખાણોને દંડ વિના (બૅન્ક ગેરંટી જપ્ત કરવા) અને કોઇ પણ કારણ જણાવ્યા વિના પોતાનો કબજો છોડી દેવા માટે વન-ટાઇમ વિન્ડો પ્રદાન કરવા માટેની કોલસા મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી છે. આનાથી એવી ઘણી કોલસાની ખાણો છૂટી શકે છે જેમાં ખાણોની ફાળવણી કરવામાં આવી હોય એવા હાલના સરકારી પીએસયુ એને વિકસાવવાની સ્થિતિમાં નથી અથવા તેમાં રસ નથી અને હાલની હરાજી નીતિ મુજબ તેની હરાજી થઈ શકે છે. ફાળવણી થયેલી સરકારી કંપનીઓને મંજૂર શરણાગતિ નીતિના પ્રકાશનની તારીખથી કોલસાની ખાણોને પરત સોંપી દેવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે.
2014માં સુપ્રીમ કૉર્ટ દ્વારા કોલ બ્લોક્સ રદ થયા પછી, થર્મલ પાવર પ્લાન્ટ્સને કોલસાના પુરવઠામાં તાત્કાલિક વિક્ષેપ અટકાવવા માટે, સરકારે ફાળવણીના રૂટ વડે રાજ્ય અને કેન્દ્રીય સરકારી એકમોને ઘણા રદ કરાયેલા કોલ બ્લોક્સ ફાળવ્યા છે. ફાળવણીનો માર્ગ ઝડપી હતો અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે સરકારી GENCOની કોલસાની જરૂરિયાત તે બ્લોક્સમાંથી પૂરી કરવામાં આવશે. રાજ્ય/કેન્દ્રીય PSUs દ્વારા ચૂકવવાપાત્ર આવકનો હિસ્સો ખાનગી ક્ષેત્ર, જેમણે બોલી લગાવવાની હોય છે, એનાથી વિરુદ્ધ પ્રતિ ટનના આધારે નક્કી કરવામાં આવે છે. તે સમયે કોલસાના બ્લોકની ફાળવણીના સંદર્ભમાં જોતાં, કોલસાના બ્લોકનાં સંચાલન માટે ટાઇમ લાઇન માટેની શરતો ખૂબ જ કડક અને મક્કમ હતી, જેમાં ફાળવણી મેળવવામાં સફળ થનાર અથવા નામાંકિત સત્તાધિકારી બેમાંથી એકેયને કોઈ સળવળાટ કે આમતેમ થવાનો કોઇ અવકાશ ન હતો. કોલસાની ખાણોનાં સંચાલનમાં વિલંબ માટે દંડને કારણે વિવાદો અને કૉર્ટ કેસ થયા છે.
ડિસેમ્બર-2021 સુધી, સરકારી કંપનીઓને ફાળવવામાં આવેલી 73 કોલસાની ખાણોમાંથી 45 ખાણો બિનકાર્યરત રહી અને 19 કોલસાની ખાણોના કિસ્સામાં ખાણકામની કામગીરી શરૂ કરવાની નિયત તારીખ પૂરી થઈ ગઈ છે. વિલંબ ફાળવણી મેળવનારનાં નિયંત્રણની બહારનાં વિવિધ કારણોને કારણે થયો હતો, ઉદાહરણ તરીકે, કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ; અગાઉ જે જાહેર કરવામાં આવ્યું હતું તેનાથી જંગલના વિસ્તારમાં વધારો; જમીન સંપાદન સામે જમીન ધારકોનો પ્રતિકાર; કોલસાનાં સંસાધનોની ઉપલબ્ધતાના સંદર્ભમાં ભૂસ્તરશાસ્ત્રીય આંચકાઓ.
કોલસા ક્ષેત્ર દેશ માટે ઊર્જા સુરક્ષાની ચાવી છે. મંજૂરીમાં, સારી ગુણવત્તાના કોલ બ્લોક્સ કે જે વહેલા ફાળવવામાં આવ્યા હતા તે તકનીકી મુશ્કેલીઓ દૂર કરીને અને સીમાઓને સમાયોજિત કર્યા પછી ઝડપથી રીસાયકલ કરી શકાય છે અને તાજેતરમાં શરૂ કરાયેલ કોમર્શિયલ કોલસાની ખાણોની હરાજી નીતિ હેઠળ રસ ધરાવતા પક્ષોને ઓફર કરી શકાય છે. કોલસાના બ્લોક્સ વહેલા કાર્યરત થવાથી રોજગારી પૂરી પડાશે, રોકાણને વેગ મળશે, દેશના પછાત વિસ્તારોના આર્થિક વિકાસમાં ફાળો આપશે, મુકદ્દમા ઘટશે અને દેશમાં કોલસાની આયાતમાં ઘટાડા તરફ દોરી બિઝનેસ કરવામાં સરળતાને પ્રોત્સાહન આપશે.
SD/GP/JD
(Release ID: 1814865)
Visitor Counter : 234
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam