પ્રધાનમંત્રીનું કાર્યાલય
રશિયન ફેડરેશનના વિદેશ મંત્રી મહામહિમ સર્ગેઈ લવરોવ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
Posted On:
01 APR 2022 7:01PM by PIB Ahmedabad
રશિયન ફેડરેશનના વિદેશ મંત્રી મહામહિમ સર્ગેઈ લવરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
વિદેશ મંત્રી લાવરોવે પ્રધાનમંત્રીને યુક્રેનની સ્થિતિ, જેમાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટો પણ સામેલ છે તેની જાણકારી આપી. પ્રધાનમંત્રીએ હિંસા વહેલી તકે બંધ કરવા માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો અને શાંતિના પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવા માટે ભારતની તૈયારી દર્શાવી.
રશિયાના વિદેશ મંત્રીએ ડિસેમ્બર 2021માં આયોજિત ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટ દરમિયાન લેવાયેલા નિર્ણયોની પ્રગતિ વિશે પણ પ્રધાનમંત્રીને અપડેટ કર્યું.
SD/GP/JD
(Release ID: 1812567)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam