પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એક જ વર્ષમાં રૂ. 1 લાખ કરોડનાં ઓર્ડર વેલ્યુ હાંસલ કરવા બદલ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM)ની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 24 MAR 2022 9:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2021-22માં 1 લાખ કરોડ રૂપિયાની વાર્ષિક પ્રાપ્તિ હાંસલ કરવા બદલ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (જીઈએમ)ની પ્રશંસા કરી છે.. તેમણે એમ પણ કહ્યું છે કે GeM પ્લેટફોર્મ ખાસ કરીને MSMEનું સશક્તિકરણ કરી રહ્યું છે, જેમાં 57% ઓર્ડર વેલ્યુ MSME સેક્ટરમાંથી આવે છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"એ જાણીને આનંદ થયો કે @GeM_India એ એક વર્ષમાં રૂ. 1 લાખ કરોડનાં ઓર્ડર વેલ્યુ હાંસલ કર્યા છે! આ અગાઉના વર્ષો કરતાં નોંધપાત્ર વધારો છે. GeM પ્લેટફોર્મ ખાસ કરીને MSME ને સશક્તિકરણ કરી રહ્યું છે, જેમાં 57% ઓર્ડર વેલ્યુ MSME સેક્ટરમાંથી આવે છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1808988) મુલાકાતી સંખ્યા : 343