સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મંત્રીમંડળે ભારતની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને જર્મનીની ડ્યૂક ફોર્સ્યૂંગ્સગેમેઇન્સચાફ્ટ વી (DFG) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
09 MAR 2022 1:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારતના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને જર્મનીના ડ્યૂક ફોર્સ્યૂંગ્સગેમેઇન્સચાફ્ટ વી. (DFG) વચ્ચે ડિસેમ્બર 2021માં કરવામાં આવેલા સમજૂતી કરાર (MoU)ની માહિતી આપવામાં આવી હતી. ભારત સરકારના નિયમોની બીજી અનુસૂચિ (વ્યવસાયોનું ટ્રાન્ઝેક્શન), 1961ના નિયમ 7(d)(i)ના અનુપાલનમાં આ માહિતી આપવામાં આવી હતી.
MoUનો ઉદ્દેશ:
આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ વિષવિજ્ઞાન, ઉપેક્ષિત (ઉષ્ણકટિબંધીય) બીમારી, જવલ્લેજ થતા રોગો અને પારસ્પરિક હિતના અન્ય કોઇપણ ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં તબીબી વિજ્ઞાન/આરોગ્ય સંશોધન ક્ષેત્રે સહકાર આપવાનો છે. વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનિકલ વિકાસમાં પારસ્પરિક સહયોગમાં વૈજ્ઞાનિક સંશોધન પ્રોજેક્ટ્સ માટે સંયુક્ત રીતે ભંડોળ આપવાનું તેમજ સંશોધકો દ્વારા આદાનપ્રદાન, તેમજ જેમાં ઉચ્ચ વૈજ્ઞાનિક ધોરણો હોય અને વિજ્ઞાનમાં પ્રગતિ માટે લાભકારક હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ હોય તેવા સંયુક્ત પરિસંવાદો, પરિચર્ચાઓ અને વર્કશોપનું આયોજન સામેલ છે.
નાણાંકીય અસરો:
વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીમાં પ્રગતિમાં સહયોગમાં વૈજ્ઞાનિક સંશોધન પ્રોજેક્ટ્સ માટે સંયુક્ત રીતે ભંડોળ આપવાનું તેમજ સંશોધકો દ્વારા આદાનપ્રદાન, તેમજ જેમાં ઉચ્ચ વૈજ્ઞાનિક ધોરણો હોય અને વિજ્ઞાનમાં પ્રગતિ માટે લાભાકારક હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ હોય તેવા સંયુક્ત પરિસંવાદો, પરિચર્ચાઓ અને વર્કશોપનું આયોજન સામેલ છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1804369)
आगंतुक पटल : 234