ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 માટે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના (SSSY) ચાલુ રાખવાની મંજૂરી આપી


SSSY ચાલુ રાખવા માટેની દરખાસ્ત કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહ હેઠળના ગૃહ મંત્રાલય તરફથી પ્રાપ્ત થઈ હતી અને આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષ દરમિયાન સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનોને યાદ કરવા અને તેમની પાસેથી પ્રેરણા લેવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે

કુલ નાણાકીય ખર્ચ રૂ. 3,274.87 કરોડ છે

Posted On: 07 MAR 2022 3:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના (SSSY) અને તેના ઘટકોને નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 માટે 31.03.2021 પછી ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેનો કુલ  નાણાકીય ખર્ચ રૂ. 3,274.87 કરોડ છે. SSSY ચાલુ રાખવા માટેની દરખાસ્ત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હેઠળના ગૃહ મંત્રાલય તરફથી પ્રાપ્ત થઈ હતી. આ નિર્ણય આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ રાખવા અને તેમની પાસેથી પ્રેરણા લેવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પૃષ્ઠભૂમિ

સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના પાત્ર આશ્રિતોને સ્વતંત્રતા સૈનિક સન્માન પેન્શન મંજૂર કરવામાં આવ્યું છે અને હાલમાં આ યોજના હેઠળ સમગ્ર દેશમાં 23,566 લાભાર્થીઓ આવરી લેવામાં આવ્યા છે. પેન્શનની રકમમાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે અને 15.08.2016 થી મોંઘવારી રાહત પણ આપવામાં આવે છે.

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1803587) Visitor Counter : 264