પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂણેની મુલાકાત લીધી અને પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું


પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકુલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું
વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું, આર કે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું
“આપણા બધાના હૃદયમાં વસતાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા યુવા પેઢીમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરશે”

“પૂણેએ શિક્ષણ, સંશોધન અને વિકાસ, આઇટી અને ઓટોમોબાઇલ ક્ષેત્રોમાં એની ઓળખને સતત મજબૂત કરી છે. આ સ્થિતિમાં આધુનિક સુવિધાઓ પૂણેના લોકોની જરૂરિયાત છે અને અમારી સરકાર પૂણેના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે”

“આ મેટ્રો પૂણેમાં પરિવહનની વધારે સારી સુવિધા આપશે, પ્રદૂષણ અને ટ્રાફિકજામમાંથી રાહત આપશે, પૂણેના લોકોના જીવનને વધારે સરળ બનાવશે”

“અત્યારે ઝડપથી વૃદ્ધિ કરતા ભારતમાં આપણે પ્રોજેક્ટની કામગીરીની ઝડપ અને વ્યાપ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ કારણે સરકારે પીએમ-ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવ્યો છે”

“શહેરી આયોજનમાં આધુનિકતા સાથે પૂણેની પ્રાચીન પરંપરા અને મહારાષ્ટ્રની અસ્મિતાને એકસરખું મહત્વ આપવામાં આવ્યું છે”

Posted On: 06 MAR 2022 2:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂણેમાં પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત અને શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશયારી, નાયબ મુખ્યમંત્રી શ્રી અજિત પવાર, કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલે, સાંસદ શ્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સંગ્રામમાં પૂણેના પ્રદાન કર્યું હતું અને લોકમાન્ય તિલક, ચાપેકર બંધુઓ, ગોપાલ ગણેશ અગરકર, સેનાપતિ બાપટ, ગોપાલ ક્રિષ્ના દેશમુખ, આર જી ભંડારકર અને મહાદેવ ગોવિંદ રાનાડે જેવા સ્વતંત્રતાસેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રામભાઉ મ્હાલ્ગી અને બાબાસાહેબ પુરંદરેને પણ શત શત નમન કર્યા હતા.  

અગાઉ પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, મહાન મરાઠા મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણા બધાના હૃદયમાં સ્થાન ધરાવતા છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા યુવા પેઢીમાં રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરશે.”

અગાઉ પૂણે મેટ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ મારું સદનસીબ છે કે, તમે પૂણે મેટ્રોનું ખાતમુહૂર્ત કરવા મને આમંત્રણ આપ્યું હતું અને હવે મને તેનું ઉદ્ઘાટન કરવાની તક આપી છે. આ બાબત એવો સંદેશ પણ આપે છે કે, યોજનાઓ સમયસર પૂરી થઈ શકે છે.” શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “પૂણેએ શિક્ષણ, સંશોધન અને વિકાસ, આઇટી અને ઓટોમોબાઇલના ક્ષેત્રોમાં એની ઓળખને સતત મજબૂત પણ કરી છે. આ પ્રકારની સ્થિતિમાં આધુનિક સુવિધાઓની પૂણેના લોકોને જરૂર છે અને અમારી સરકાર પૂણેના લોકોની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે મેટ્રો સેવાઓ વર્ષ 2014 સુધી ગણ્યાંગાંઠ્યાં શહેરોમાં ઉપલબ્ધ હતી, ત્યારે અત્યારે બે ડઝનથી વધારે શહેરોમાં નાગરિકો મેટ્રો સેવાઓ લાભ લઈ રહ્યાં છે અથવા એને મેળવવાની અણી પર છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે મુંબઈ, થાણે, નાગપુર અને પિમ્પરી ચિંચવાડ પૂણે પર નજર કરીએ, તો મહારાષ્ટ્ર આ વિસ્તરણમાં સિંહફાળો ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ મેટ્રો પૂણેમાં પરિવહનની સુવિધા આપશે, પ્રદૂષણ અને ટ્રાફિક જામમાંથી રાહત આપશે, પૂણેના લોકોના જીવનની સરળતા વધારશે.” તેમણે પૂણેના લોકોને, ખાસ કરીને સાધનસંપન્ન લોકોને મેટ્રો અને અન્ય જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની ટેવ પાડવા અપીલ પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં વસ્તીમાં વધારો તક અને પડકાર એમ બંને છે. આપણા શહેરોમાં વસ્તી વધતીનો સામનો કરવા સામૂહિક પરિવહન વ્યવસ્થાનો વિકાસ મુખ્ય સમાધાન છે. તેમણે દેશના વૃદ્ધિ કરતાં શહેરો માટે તેમના વિઝનને વ્યક્ત કર્યું હતું, જમાં સરકાર પર્યાવરણને અનુકૂળ પરિવહન (ગ્રીન ટ્રાન્સપોર્ટ), ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક કાર અને ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ માટે સુવિધા પ્રદાન કરવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, “દરેક શહેરમાં સ્માર્ટ મોબિલિટી માટે લોકો તમામ પરિવહન સુવિધાઓ ઉપયોગ કરવા માટે સિંગલ કાર્ડનો ઉપયોગ કરશે. દરેક શહેરમાં સ્માર્ટ સુવિધા ઊભી કરવા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવવા જોઈએ. દરેક શહેરમાં ફરતાં અર્થતંત્રને મજબૂત કરવા આધુનિક કચરા વ્યવસ્થાપન વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. દરેક શહેરમાં પાણીનો જથ્થો વધારવા પર્યાપ્ત આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા જોઈએ, જળ સંસાધનોનો સંચય કરવા માટે વધારે સારી વ્યવસ્થા હોવી જોઈએ.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ પ્રકારના શહેરો કચરામાંથી સંપત્તિનું સર્જન કરવા ગોબરધન અને બાયોગેસ પ્લાન્ટ ધરાવશે. એલએડી બલ્બના ઉપયોગ જેવા ઊર્જાદક્ષતાના પગલાં આ શહેરોની ઓળખ હોવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, અમૃત અભિયાન અને રેરા કાયદાએ શહેરી પૃષ્ઠભૂમિને નવી તાકાત આપી છે.

પ્રધાનમંત્રીએ શહેરોના જીવનમાં નદીઓના મહત્વ પર ભાર મૂક્યો હતો અને નદીકિનારે વસેલા આ પ્રકારના શહેરોમાં રિવર ફેસ્ટિવલની ઉજવણી શરૂ કરવા જણાવ્યું હતું, જેથી આ મહત્વપૂર્ણ જીવાદોરીના મહત્વ અને સંરક્ષણ વિશે નવી જાગૃતિ લાવી શકાય.

દેશમાં માળખાગત સુવિધા સંચાલિત વૃદ્ધિના નવા અભિગમ વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કોઈ પણ દેશમાં આધુનિક માળખાગત સુવિધાના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એની ઝડપ અને એનો વ્યાપ છે. પણ દાયકાઓથી આપણે એવી વ્યવસ્થા ધરાવતા હતા કે, મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં સામાન્ય રીતે વિલંબ થતો હતો. આ પ્રકારના સુસ્ત અભિગમથી દેશના વિકાસને અસર થઈ છે.” પ્રધાનમંત્રીએ તેમની વાત આગળ વધારતા કહ્યું હતું કે, “અત્યારે ઝડપથી વૃદ્ધિ કરતા ભારતમાં અમે પ્રોજેક્ટની કામગીરીની ઝડપ અને વ્યાપ બંને પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કારણે અમારી સરકારે પીએમ-ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે, ગતિશક્તિ પ્લાન સંકલિત રીતે ધ્યાન કેન્દ્રિતને સુનિશ્ચિત કરશે, કારણ કે તમામ હિતધારકો સંપૂર્ણ માહિતી અને યોગ્ય સંકલન સાથે કામ કરશે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના અંતે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “આધુનિકતા સાથે પૂણેની પ્રાચીન પરંપરા અને મહારાષ્ટ્રની અસ્મિતાને શહેરી આયોજનમાં સમાન મહત્વ આપવામાં આવ્યું છે.”

પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂણેમાં શહેરી પરિવાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધા પ્રદાન કરવાનો એક પ્રયાસ છે. પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીએ 24 ડિસેમ્બર, 2016ના રોજ કર્યું હતું. પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 32.2 કિલોમીટર છે, જેમાંથી 12 કિલોમીટરની લંબાઈ ધરાવતા પટ્ટાનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી કર્યું હતું. સંપૂર્ણ પ્રોજેક્ટ રૂ. 11,400 કરોડથી વધારેના ખર્ચે તૈયાર થયો છે. પ્રધાનમંત્રીએ ગરવારે મેટ્રો સ્ટેશન પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન અને નિરીક્ષણ કર્યું હતું તેમજ આનંદનગર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી પણ કરી હતી.

https://lh4.googleusercontent.com/SuxdCkte8YYlzcSV6s4LWjAS7lmQ8qchUruXW8iamGgdrAvUTW9deVZ9dx6dVe-zuQy9jVIgbCIEBp0Ff7XxNaXOHf7ilXPSqPkd3U6hlR8Zu2KeK0RfPOKDIFAcf8VVhiZAw1XThttps://lh3.googleusercontent.com/4-uJbNirwnuPR0ufew08OkyxGNETxn2o8IWPN_IDnGc9X25R8mU-aLNn-WL55lbyp_KlbGy3qR73F0vZwoYYDeTxGLZGBDegF_Op6ZKSB4esZp_PSHfdtdwgq5rClk4SIwkHmpzs

તેમણે મૂળા-મુથા નદીને નવજીવન આપવા અને પ્રદૂષણ નિવારણ માટેના એક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવીનીકરણ નદીના 9 કિલોમીટરના પટામાં થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 1080 કરોડથી વધારે આવશે. આ પ્રોજેક્ટમાં નદી કિનારે સંરક્ષણ, એકબીજાને છેદતી સુએજ નહેરનું નેટવર્ક, જાહેર સુવિધાઓ, બોટિંગ પ્રવૃત્તિ વગેરે જેવી કામગીરીઓ સંકળાયેલી છે. મૂળા-મુથા નદી પ્રોજેક્ટ નિવારણ પ્રોજેક્ટનો અમલ રૂ. 1470 કરોડથી વધારેના ખર્ચે “વન સિટી વન ઓપરેટર”ની વિભાવના પર થશે. કુલ 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ પ્રોજેક્ટ અંતર્ગત થશે, જેની સંયુક્ત ક્ષમતા 400 એમએલડી છે. પ્રધાનમંત્રીએ બાનેરમાં નિર્માણ થયેલા એક ઇ-બસ ડેપોનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 140 ઇ-બસનો શુભારંભ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ પૂણેના બાલેવાડી વિસ્તારમાં નિર્માણ પામેલી આર કે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ માલગુડીના ગામ પર આધારિત લઘુચિત્ર મોડલ છે, જે ઓડિયો-વિઝ્યુઅલ અસરો દ્વારા જીવંત થશે. કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણ દ્વારા દોરેલા કાર્ટૂન્સ મ્યુઝિયમમાં દર્શાવવામાં આવશે.

આ કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રીએ પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકુલમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા 1850 કિલોગ્રામ ગન મેટલમાંથી બની છે અને આશરે 9.5 ફીટ ઊંચી છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1803368) Visitor Counter : 244