ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી, શ્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને વધારાની કેન્દ્રીય સહાયના રૂ. 1,682.11 કરોડને મંજૂરી આપી
આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પુંડુચેરીને 2021 દરમિયાન પૂર/ભૂસ્ખલન માટે ભંડોળ પ્રાપ્ત થશે
प्रविष्टि तिथि:
03 MAR 2022 10:43AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી, શ્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC) એ પૂર/ભૂસ્ખલન 2021થી પ્રભાવિત પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ પ્રાકૃતિક આફતોનો સામનો કરનારા પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના લોકોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનો સંકલ્પ દર્શાવે છે.
HLC એ NDRF તરફથી પાંચ રાજ્યોને રૂ. 1,664.25 કરોડ અને એક કેન્દ્રશાસિત પ્રદેશને રૂ. 17.86 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી. વિભાજન નીચે મુજબ છે:-
1. આંધ્ર પ્રદેશને રૂ. 351.43 કરોડ;
2. હિમાચલ પ્રદેશને રૂ. 112.19 કરોડ;
3. કર્ણાટકને રૂ. 492.39 કરોડ;
4. મહારાષ્ટ્રને રૂ. 355.39 કરોડ;
5. તમિલનાડુને રૂ. 352.85 કરોડ; અને
6. પુંડુચેરીના યુટીને રૂ. 17.86 કરોડ.
આ વધારાની સહાય રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) માં કેન્દ્ર દ્વારા રાજ્યોને જાહેર કરાયેલા ભંડોળ કરતાં વધુ છે, જે રાજ્યોના નિકાલ પર પહેલાથી જ મૂકવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, કેન્દ્ર સરકારે 28 રાજ્યોને તેમના SDRFમાં 17,747.20 કરોડ રૂપિયા અને NDRFમાંથી 8 રાજ્યોને રૂપિયા 4,645.92 કરોડ જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકારે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આફતો પછી તરત જ, તેમના તરફથી મેમોરેન્ડમની પ્રાપ્તિની રાહ જોયા વિના, ઇન્ટર-મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમો (IMCTs) નિયુક્ત કરી હતી.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1802518)
आगंतुक पटल : 263