પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના કોટામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા મંજૂર કરાયા

પોસ્ટેડ ઓન: 21 FEB 2022 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવા બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાને પણ મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"રાજસ્થાનના કોટામાં થયેલ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે: પ્રધાનમંત્રી"

"કોટામાં એક દુ:ખદ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1799985) મુલાકાતી સંખ્યા : 219