પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશની સુવર્ણ જયંતી અને 36મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું
"એંગ્લો-અબોર યુદ્ધ હોય કે આઝાદી પછી સરહદની સુરક્ષા હોય, અરુણાચલના લોકોની બહાદુરીની ગાથાઓ દરેક ભારતીય માટે અમૂલ્ય વારસો છે"
"સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો માર્ગ અરુણાચલ પ્રદેશ માટે વધુ સારા ભવિષ્યની ખાતરી કરશે"
"પૂર્વ ભારત, ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારત 21મી સદીમાં ભારતના વિકાસનું એન્જિન બનશે"
“અમે અરુણાચલને પૂર્વ એશિયાનું મુખ્ય પ્રવેશદ્વાર બનાવવા માટે સંપૂર્ણ શક્તિ સાથે કામ કરી રહ્યા છીએ. અરુણાચલની વ્યૂહાત્મક ભૂમિકાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
Posted On:
20 FEB 2022 12:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની સુવર્ણ જયંતી અને 36માં રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી પર અરુણાચલ પ્રદેશના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે છેલ્લા 50 વર્ષોમાં ઉગતા સૂર્યની ભૂમિ તરીકે તેમની ઓળખ મજબૂત કરવા બદલ તેમની પ્રશંસા કરી. તેમણે પ્રખ્યાત ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાના પ્રસિદ્ધ ગીત 'અરુણાચલ હમારા'ની પંક્તિઓ પણ ટાંકી હતી. તેઓ આજે અરુણાચલ પ્રદેશની સુવર્ણ જયંતી અને 36મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે બોલી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશની દેશભક્તિ અને સામાજિક સૌહાર્દની લાગણીને પ્રોત્સાહન આપવા અને દેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે અરુણાચલ પ્રદેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી જેમણે દેશ માટે પોતાનો જીવ ન્યોછાવર કર્યો. "એંગ્લો-અબોર યુદ્ધ હોય કે આઝાદી પછી સરહદની સુરક્ષા હોય, અરુણાચલના લોકોની બહાદુરીની ગાથાઓ દરેક ભારતીય માટે અમૂલ્ય વારસો છે", એમ પ્રધાનમંત્રીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ રાજ્યની તેમની ઘણી મુલાકાતોને યાદ કરી અને મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના નેતૃત્વમાં ડબલ-એન્જિન-સરકાર હેઠળ વિકાસની ગતિથી સંતોષ વ્યક્ત કર્યો. "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો માર્ગ અરુણાચલ પ્રદેશ માટે વધુ સારા ભવિષ્યની ખાતરી કરશે", તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ તેમના વિશ્વાસને પુનરાવર્તિત કર્યો કે પૂર્વ ભારત, ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારત 21મી સદીમાં ભારતના વિકાસનું એન્જિન બનશે. તેમણે છેલ્લા 7 વર્ષ દરમિયાન લીધેલા પગલાઓની પણ યાદી આપી હતી. કનેક્ટિવિટી અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં વ્યાપક કામ ચાલી રહ્યું છે અને તે અરુણાચલ પ્રદેશમાં જીવન અને વ્યવસાયને સરળ બનાવી રહ્યું છે. પ્રદેશની તમામ રાજધાનીઓને પ્રાથમિકતાના ધોરણે રેલ સાથે જોડવામાં આવી રહી છે. “અમે અરુણાચલને પૂર્વ એશિયાનું મુખ્ય પ્રવેશદ્વાર બનાવવા માટે સંપૂર્ણ શક્તિ સાથે કામ કરી રહ્યા છીએ. અરુણાચલની વ્યૂહાત્મક ભૂમિકાને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે,” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું કે અરુણાચલ પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે સુમેળમાં આગળ વધી રહ્યું છે. "તમારા પ્રયત્નોને લીધે, અરુણાચલ એ જૈવ વિવિધતાના સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક છે", પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના લોકોની પ્રશંસા કરી.
શ્રી મોદીએ આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને સ્વ-સહાય જૂથોના ક્ષેત્રોમાં વિકાસ માટે મુખ્યમંત્રીના પ્રયાસો પર પણ ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ રાજ્યના વિકાસ માટે સતત કામ કરવા બદલ કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરેન રિજિજુની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે અરુણાચલની પ્રવાસન ક્ષમતાને સાકાર કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1799836)
Visitor Counter : 273
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam