ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રસિદ્ધ પાર્શ્વગાયિકા ભારત રત્ન સુશ્રી લતા મંગેશકરના નિધન અંગે શોક વ્યક્ત કર્યો


સુર અને સંગીતના પૂરક લતા દીદીએ પોતાની સુર સાધના તેમજ મંત્રમુગ્ધ કરી દેનારી વાણીથી માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વમાં દરેક પેઢીના જીવનને ભારતીય સંગીતની મિઠાશથી તરબોળ કર્યુ

સંગીત જગતમાં તેમના યોગદાનને શબ્દોમાં પરોવવું સંભવ નથી, તેમનું નિધન મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે.

હું ખુદને સૌભાગ્યશાળી માનું છે કે સમયાંતરે મને લતા દીદીનો સ્નેહ અને આશીર્વાદ મળતા રહ્યા

પોતાના અતુલનીય દેશપ્રેમ, મધુર વાણી અને સૌમ્યતાથી તેઓ સદૈવ આપણી વચ્ચે રહેશે, તેમના પરિજનો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરૂં છું

પોસ્ટેડ ઓન: 06 FEB 2022 1:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રસિદ્ધ પાર્શ્વગાયિકા ભારત રત્ન સુશ્રી લતા મંગેશકરના નિધન અંગે શોક વ્યક્ત કર્યો.

ટ્વીટ્સના માધ્યમથી શ્રી અમિત શાહે કહ્યું કે ‘સૂર તેમજ સંગીતના પૂરક લતા દીદીએ પોતાની સૂર સાધના તેમજ મંત્રમુગ્ધ કરી દેના વાણીથી માત્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં દરેક પેઢીના જીવનને ભારતીય સંગીતની મિઠાશથી તરબોળ કર્યુ. સંગીત જગતમાં તેમના યોગદાનને શબ્દોમાં પરોવવું સંભવ નથી. તેમનું નિધન મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે.”

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, “હું ખુદને સૌભાગ્યશાળી માનું છું કે સમયાંતરે મને લતા દીદીનો સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થતા રહ્યા. પોતાના અતુલનીય દેશપ્રેમ, મધુર વાણી અને સૌમ્યતાથી તેઓ સદૈવ આપણી વચ્ચે રહેશે. તેમના પરિજનો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરૂં છું. ઓમ શાંતિ શાંતિ.”

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1795959) મુલાકાતી સંખ્યા : 346