સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 : માન્યતા વિરુદ્ધ હકીકતો


બંને ડોઝ લીધા વગર લાભાર્થીઓનું બંને ડોઝ સાથે રસીકરણ થયું હોવાની નોંધણી થઇ હોવાનો દાવો કરતા મીડિયા અહેવાલો ખોટી માહિતી આપનારા, આધાર વગરના અને ગેરમાર્ગે દોરનારા છે

દુનિયાની સૌથી મોટી કોવિડ રસીકરણ કવાયત મજબૂત ડિજિટલ પોર્ટલ CoWIN ની મદદથી ચલાવવામાં આવે છે

કપટી પ્રવૃત્તિઓનું આચરણ રોકવા માટે CoWINમાં SOP અને વિશેષતાઓ સામેલ કરવામાં આવ્યા છે

રસીકરણ લાભાર્થીઓ CoWIN પર તેમના રેકોર્ડ્સમાં સુધારા કરવા માટે સક્ષમ છે

Posted On: 03 FEB 2022 2:09PM by PIB Ahmedabad

કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયામાં રસીકરણ છેતરપિંડીના આક્ષેપ સાથે કેટલાક મીડિયા અહેવાલો ફરતા થયા છે અને વધુમાં આવા અહેવાલોમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે, જે લોકોને રસીકરણના બંને ડોઝ પ્રાપ્ત ના થયા હોય તેમની નોંધણી પણ બંને ડોઝનું રસીકરણ થયું હોય તે રીતે કરવામાં આવી છે. આવા અહેવાલોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રસીકરણના ઉપજાવી કાઢેલા આંકડાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે.

આવા મીડિયા અહેવાલો અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, આવા અહેવાલો માત્ર ગેરમાર્ગે દોરનારા નથી પરંતુ તેમાં આપવામાં આવી માહિતી પણ તદ્દન ખોટી છે અને કોઇપણ આધાર- પુરાવા વગરની છે.

આવા કથિત સમાચારોના મથાળાઓ પણ ગેરમાર્ગે દોરનારા છે. આવા સમાચાર અહેવાલો લખનારાઓ કદાચ બાબત જાણતા નથી કે આરોગ્ય સંભાળ કાર્યકરો જાતે CoWIN સિસ્ટમમાં લાભાર્થીએ રસીકરણ કરાવ્યું હોવાના ડેટા નાંખે છે. જેઓ ડેટા નાંખે છે તેવા સંખ્યાબંધ આરોગ્ય સંભાળ કર્મચારીઓ કથિત રૂપે અનિયમિતતા આચરતા હોવાનો દાવો આવા અહેવાલોમાં કરવામાં આવ્યો છે   દર્શાવે છે કે, સમાચાર લખનારાઓને CoWIN પર રસીકરણ વખતે કરવામાં આવતી નોંધણી વિશેની કોઇ સમજણ નથી.

ભારતની રાષ્ટ્રવ્યાપી કોવિડ રસીકરણની કવાયત આખી દુનિયામાં સૌથી મોટી રસીકરણ કવાયત છે. તેને CoWIN ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવેલા મજબૂત ટેકનોલોજી બેકઅપનું સમર્થન છે. પ્લેટફોર્મે કોવિડ રસીકરણ કવાયતમાં છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયમાં ખૂબ અસામાન્ય કામગીરી કરી બતાવી છે. તમામ કોવિડ રસીકરણોની નોંધણી ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવે છે.

CoWIN સિસ્ટમ એક સર્વસમાવેશી પ્લેટફોર્મ / સિસ્ટમ છે અને તેને આખા દેશમાં મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીની મર્યાદાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આવશ્યક સુવિધાઓ અને લવચિકતા પણ CoWIN પોર્ટલમાં સમાવી લેવામાં આવ્યા છે જેથી ભૌતિક, ડિજિટલ અથવા સામાજિક-આર્થિક બંધનોને ધ્યાનમાં રાખ્યા વગર પાત્રતા ધરાવતી દરેક વ્યક્તિનું ખાતરીપૂર્વક રસીકરણ સુલભ થઇ શકે.

સાથે સાથે, કપટી પ્રવૃત્તિઓનું આચરણ રોકવા માટે અને/અથવા રસીકરણના સમયે ખોટી ડેટા એન્ટ્રી ટાળવા માટે SOP અને વિશેષતાઓને સમાવી લેવામાં આવ્યા છે:

  1. દરેક રસીકરણ ટીમ પાસે એક વેરિફાયર (ખરાઇકર્તા) હોય છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય રસીકરણ માટે આવતા લાભાર્થીઓની ઓળખ સ્થાપિત કરવાનો હોય છે.
  2. CoWIN પોર્ટલ પર રસીકરણ તરીકે લાભાર્થીની નોંધણી કરવામાં આવે તે પહેલાં રસીકરણ પ્રક્રિયામાં નીચે ઉલ્લેખ કર્યા મુજબના પગલાં હોય છે:
    1. શેડ્યૂલરસીકરણની નોંધણી ઑનલાઇન અથવા સ્થળ પર થઇ શકે છે
    2. ખરાઇજેમનું (ઑનલાઇન અથવા સ્થળ પર) શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું હોય માત્ર તેવા લાભાર્થીઓ ખરાઇના આગલાં પગલાં સુધી જઇ શકે છે જ્યાં ખરાઇકર્તા વ્યક્તિ CoWIN પર દાખલ કરવામાં આવેલી વિગતો અનુસાર લાભાર્થીની ઓળખ સ્થાપિત કરે છે.
    3. રસીકરણલાભાર્થીને રસી આપી દેવામાં આવી છે તેવું માત્ર ત્યારે નોંધવામાં આવે છે જ્યારે ખરાઇકર્તા/રસી આપનાર દ્વારા સફળતાપૂર્વક રસીકરણ થયું હોવાનું નક્કી કરવામાં આવે.
  3. સ્થળ પર નોંધણી માટે અને રસીકરણના પ્રથમ ડોઝ માટે
    1. પ્રથમ ડોઝ અથવા સ્થળ પર નોંધણી માટે આવતા કોઇપણ લાભાર્થીની ખરાઇ કરતી વખતે ખરાઇકર્તા/રસીઆપનારે લાભાર્થીને તેમના મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલો OTP નાંખવો પડે છે.
    2. જો આધારની માહિતી આપવામાં આવી હોય તો આધાર મુજબ પ્રમાણીકરણ કરવાનો વિકલ્પ પણ આપેલો છે.
    3. જો અન્ય ફોટો આઇડી આપવામાં આવ્યું હોય તો તેવી સ્થિતિમાં ખરાઇકર્તા/રસી આપનાર પાસે તે ફોટો આઇટી પુરાવાનો ફોટો ખેંચવાનો વિકલ્પ હોય છે.
  4. સ્થળ પર બીજા ડોઝની નોંધણી
    1. ખરાઇકર્તા/રસી આપનાર CoWIN ડેટાબેઝમાંથી લાભાર્થીના નામ, લાભાર્થી આઇડી (ફક્ત CoWIN દ્વારા જનરેટ કરવામાં આવ્યું હોય તે), લાભાર્થીએ નોંધણી કરાવવા માટે આપ્યો હોય તે મોબાઇલ નંબરના આધારે લાભાર્થીને શોધી શકે છે.
    2. સફળતાપૂર્વક લાભાર્થીની ખરાઇ થઇ ગયા પછી, તેણે/તેણીએ પોતાના જન્મનું વર્ષ અને ગુપ્ત કોડ આપવા જરૂરી છે જે માત્ર લાભાર્થી ડેશબોર્ડ પર ઉપલબ્ધ હોય છે અને લાભાર્થીને SMS દ્વારા તે મોકલવામાં આવ્યો હોય છે.
  5. દરેક તબક્કે લાભાર્થીને SMS સૂચનાઓ મોકલવામાં આવે છે:
    1. ઑનલાઇન/સ્થળ પર નોંધણી વખતે,
    2. બીજા ડોઝ/સાવચેતીના ડોઝના રસીકરણની તારીખ અંગે સૂચના
    3. રસીકરણની પુષ્ટી
    4. રસીકરણ નકારવામાં આવ્યું હોય તો, કારણ સાથે તેની વિગતો

સુવિધાની મદદથી ખરાઇકર્તા/રસી આપનાર રસીકરણના સમયે લાભાર્થીને રસી આપવામાં આવે તે પહેલાં લાભાર્થીની ઓળખ સ્થાપિત કરવા માટે સક્ષમ બને છે. ઉપરોક્ત સક્ષમકર્તા જોગવાઇઓ હોવા છતાં, એવા કેટલાક કિસ્સાઓ હોઇ શકે છે જ્યાં રસીકરણ ટીમ SOP અવગણે તેવી શક્યતા છે અને તેના કારણે ડેટા એન્ટ્રી તેમજ રેકોર્ડિંગમાં ભૂલ થઇ શકે છે, અને તેના પરિણામરૂપે લાભાર્થીનું રસીકરણ કરવામાં ના આવ્યું હોય તેમ છતાં પણ રસીકરણ થયેલા તરીકે તેમની નોંધણી થઇ શકે છે. CoWIN દ્વારા લાભાર્થીઓને SMS દ્વારા સંદેશાવ્યવહારની પ્રણાલીના અમલના કારણે, આવા કિસ્સાઓનો ઉકેલ ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા તાકીદના ધોરણે નોંધવામાં આવે છે. જો આવી કોઇ ફરિયાદો મળે તો, રસીકરણ ટીમ અને CVCની વિગતો જ્યાં આવો કિસ્સો નોંધાય હોય તેવા જે-તે સંબંધિત રાજ્ય અધિકારીઓને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે મોકલવામાં આવે છે.

ઉપરાંત, લાભાર્થીઓને પણ CoWIN પર તેમના રેકોર્ડ્સમાં જરૂરી ફેરફારો કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે. લાભાર્થી ડેશબોર્ડ પર આપવામાં આવેલા પ્રશ્ન મોકલો મોડ્યૂલની મદદથી લાભાર્થીઓ નીચે ઉલ્લેખ કરવામાં આવેલા સુધારા કરી શકે છે તેમજ નામ, ઉંમર, લિંગ અને ફોટો આઇડી જેવી મૂળભૂત ડેમોગ્રાફિક વિગતોમાં પણ સુધારા થઇ શકે છે:

  1. બંને ડોઝને #1 સર્ટિફિકેટમાં ભેગા કરવા
  2.  “my CoWIN એકાઉન્ટમાં નોંધાયેલી કોઇ અજાણી વ્યક્તિની જાણ કરવી
  3. રસીકરણ પાછુ કરાવવુંસંપૂર્ણમાંથી આંશિક રસીકરણ અને આંશિકમાંથી રસીકરણ નથી કરાવ્યું તરીકે સુધારો

અહીં ખાસ નોંધવું મહત્વપૂર્ણ છે કે, કથિત મીડિયા અહેવાલોમાં ભારત સરકારનું સંક્ષિપ્ત નિવેદન પણ આપવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે:

 “સરકારે આપેલા એક નિવેદનમાં રસી આપવામાં થયેલી કોઇપણ છેતરપિંડીને રદિયો આપ્યો છે અને જણાવ્યું છે કે રસી આપતી ટીમમાં ખરાઇકર્તાહોય છે જેનું કામ આપવામાં આવતી હોય તેવા લોકોની ઓળખની પુષ્ટી કરવાનું જ હોય છે. CoWIN સિસ્ટમ એક સમાવેશી પ્લેટફોર્મ છે સમગ્ર દેશમાં મોબાઇલ તેમજ ઇન્ટરનેટની ઉપલબ્ધતાની મર્યાદાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને તે બનાવવામાં આવ્યું છે.સરકારે કહ્યું છે કે, “આવશ્યક સુવિધાઓ અને લવચિકતા પણ CoWIN પોર્ટલમાં સમાવી લેવામાં આવ્યા છે જેથી ભૌતિક, ડિજિટલ અથવા સામાજિક-આર્થિક બંધનોને ધ્યાનમાં રાખ્યા વગર પાત્રતા ધરાવતી દરેક વ્યક્તિનું ખાતરીપૂર્વક રસીકરણ સુલભ થઇ શકે. સાથે સાથે, કપટી પ્રવૃત્તિઓનું આચરણ નિવારવા માટે અને/અથવા રસીકરણના સમયે ખોટી ડેટા એન્ટ્રી ટાળવા માટે SOP (પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયાઓ) અને વિશેષતાઓને સમાવી લેવામાં આવ્યા છે.

ભારતમાં આટલો મોટો વસ્તી સમુદાય હોવા છતાં, આખા દેશમાં કોવિડ રસીકરણ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો છે અને આજદિન સુધીમાં 167 કરોડ કરતાં વધારે ડોઝ આપીને પાત્રતા ધરાવતી કુલ વસ્તીમાંથી 18 વર્ષથી વધુ ઉંમરના 76% લોકોને બંને ડોઝ સાથે તેમાં આવરી લેવામાં આવ્યા છે તેની પ્રશંસા થવી જરૂરી છે.


SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1795108) Visitor Counter : 324