પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત-મધ્ય એશિયા વર્ચ્યુઅલ સમિટ
Posted On:
27 JAN 2022 8:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27 જાન્યુઆરી, 2022ના રોજ વર્ચ્યુઅલ સ્વરૂપે પ્રથમ ભારત-મધ્ય એશિયન શિખર સંમેલનની યજમાની કરી, જેમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓએ ભાગ લીધો. આ પ્રથમ ભારત-મધ્ય એશિયન શિખર સંમેલન ભારત-મધ્ય એશિયન દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠને અનુલક્ષીને યોજાયું છે.
શિખર સંમેલન દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી મોદી અને મધ્ય એશિયન નેતાઓએ ભારત-મધ્ય એશિયન સંબંધઓને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આગામી કદમો પર ચર્ચા કરી. એક ઐતિહાસિક નિર્ણયમાં, નેતાઓએ દર 2 વર્ષમાં તેને આયોજિત કરવાનો નિર્ણય કરીને શિખર સંમેલન તંત્રને સંસ્થાગત બનાવવા અંગે સહમતિ વ્યક્ત કરી. તેઓ શિખર સંમેલનની બેઠકો માટે આધાર તૈયાર કરવા માટે વિદેશ મંત્રીઓ, વ્યાપાર મંત્રીઓ, સંસ્કૃતિ મંત્રીઓ અને સુરક્ષા પરિષદના સચિવોની નિયમિત બેઠકો પર પણ સહમત થયા. નવા તંત્રનું સમર્થન કરવા માટે નવી દિલ્હીમાં એક ભારત-મધ્ય એશિયન સચિવાલય સ્થાપિત કરવામાં આવશે.
નેતાઓએ વ્યાપાર અને સંપર્ક, વિકાસ, સહયોગ, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં અને ખાસ કરીને સાંસ્કૃતિક અને લોકોથી લોકોના વચ્ચે સંપર્કના ક્ષેત્રોમાં આગળ સહયોગ માટે દૂરગામી પ્રસ્તાવો પર ચર્ચા કરી. તેમાં ઊર્જા અને સંયોજકતા પર એક ગોળમેજી બેઠક, અફઘાનિસ્તાન અને ચાબહાર બંદરના ઉપયોગ પર વરિષ્ઠ અધિકૃત સ્તર પર સંયુક્ત કાર્યસમૂહ, મધ્ય એશિયન દેશોમાં બૌદ્ધ પ્રદર્શનો અને ભારત-મધ્ય એશિયા સામાન્ય શબ્દોનો શબ્દકોષ, સંયુક્ત આતંકવાદ વિરોધી અભ્યાસ, મધ્ય એશિયન દેશો પાસેથી ભારતમાં વાર્ષિક 100 સભ્યોના યુવા પ્રતિનિધિમંડળની સફર અને મધ્ય એશિયન રાજદ્વારીઓ માટે ખાસ અભ્યાસક્રમ જેવા મુદ્દા સામેલ હતા.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ મધ્ય એશિયન નેતાઓની સાથે અફઘાનિસ્તાનમાં ઉભરતી સ્થિતિ પર પણ ચર્ચા કરી. નેતાઓએ સાચા અર્થમાં પ્રતિનિધિ અને સમાવેશી સરકારની સાથે શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સ્થિર અફઘાનિસ્તાન માટે પોતાના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રીએ અફઘાન લોકોને માનવીય સહાયતા પ્રદાન કરવા માટે ભારતની સતત પ્રતિબદ્ધતા વિશે જાણકારી આપી.
નેતાઓ દ્વારા એક વ્યાપક સંયુક્ત ઘોષણાને અપનાવાઈ જે એક સ્થાયી અને વ્યાપક ભારત-મધ્ય એશિયા ભાગીદારી માટે તેમના સામાન્ય દ્રષ્ટિકોણની ગણતરી કરે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964