નાણા મંત્રાલય
કેન્દ્રીય બજેટ 2022-23 1લી ફેબ્રુઆરી, 2022ના રોજ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે
કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરવા માટે, ચાલુ રોગચાળા અને આરોગ્ય સુરક્ષાની ચિંતાઓને કારણે હલવા સમારંભને બદલે તેમના કાર્યસ્થળ પર "લોક-ઇન" માટે મુખ્ય કર્મચારીઓને મીઠાઈઓ પૂરી પાડવામાં આવી છે
કેન્દ્રીય બજેટ 2022-23 સંસદમાં રજૂ થયા બાદ મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે
તમામ હિસ્સેદારોને કેન્દ્રીય બજેટની માહિતીની સરળ અને ઝડપી ઍક્સેસ પ્રદાન કરવા માટે "યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન" તૈયાર કરાઈ
મોબાઇલ એપ દ્વિભાષી (અંગ્રેજી અને હિન્દી) છે અને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે
યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પરથી મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકાશે
તમામ બજેટ દસ્તાવેજો યુનિયન બજેટ વેબ પોર્ટલ પર ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ રહેશે
કેન્દ્રીય બજેટ 2022-23 કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા 1લી ફેબ્રુઆરી, 2022ના રોજ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવનાર છે.
प्रविष्टि तिथि:
27 JAN 2022 6:53PM by PIB Ahmedabad
કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરવા માટે, પ્રવર્તમાન રોગચાળાની પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે પરંપરાગત હલવા સમારોહને બદલે, તેમના કાર્યસ્થળો પર "લોક-ઇન" થવાને કારણે મુખ્ય કર્મચારીઓને આરોગ્ય સુરક્ષા પ્રોટોકોલનું અવલોકન સાથે મીઠાઈઓ પૂરી પાડવામાં આવી હતી.

બજેટની ગુપ્તતા જાળવવા માટે, બજેટ બનાવવા સાથે સંકળાયેલા અધિકારીઓને "લોક-ઇન" કરવામાં આવે છે. નોર્થ બ્લોકની અંદર સ્થિત બજેટ પ્રેસ, કેન્દ્રીય બજેટની રજૂઆત સુધીના સમયગાળામાં તમામ અધિકારીઓને રાખે છે. સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કર્યા બાદ જ આ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના નજીકના અને પ્રિયજનોના સંપર્કમાં આવશે.
ઐતિહાસિક પગલામાં, 2021-22નું કેન્દ્રીય બજેટ પ્રથમ વખત પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્નાર છે. સંસદના સભ્યો (સાંસદ) અને સામાન્ય લોકો દ્વારા બજેટ દસ્તાવેજોની મુશ્કેલી મુક્ત ઍક્સેસ માટે "યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન" પણ લોન્ચ કરવામાં આવી હતી. સંસદમાં 1લી ફેબ્રુઆરી 2022ના રોજ બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય બજેટ 2022-23 મોબાઇલ એપ પર પણ ઉપલબ્ધ થશે.
મોબાઇલ એપ્લિકેશન 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજોની સંપૂર્ણ ઍક્સેસની મંજૂરી આપે છે, જેમાં બંધારણ દ્વારા નિર્ધારિત બજેટ ભાષણ, વાર્ષિક નાણાકીય નિવેદન (સામાન્ય રીતે બજેટ તરીકે ઓળખાય છે), ગ્રાન્ટ્સની માંગ (ડીજી), ફાઇનાન્સ બિલ વગેરેનો સમાવેશ થાય છે. મોબાઇલ એપ દ્વિભાષી (અંગ્રેજી અને હિન્દી) છે અને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પરથી પણ એપ ડાઉનલોડ કરી શકાય છે. બજેટ દસ્તાવેજો સામાન્ય લોકો દ્વારા યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પર ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
(रिलीज़ आईडी: 1793057)
आगंतुक पटल : 433