પ્રધાનમંત્રીનું કાર્યાલય

PM 17મી જાન્યુઆરીએ WEFના દાવોસ એજન્ડામાં 'સ્ટેટ ઓફ ધ વર્લ્ડ' વિશેષ સંબોધન કરશે

Posted On: 16 JAN 2022 7:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરી, 2022ના રોજ રાત્રે 8:30 (IST ) વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ વિશેષ સંબોધન કરશે.

વર્ચ્યુઅલ ઈવેન્ટ 17મીથી 21મી જાન્યુઆરી 2022 દરમિયાન યોજાશે. તેને જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિયો, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુઆ વોન ડેર લેયેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, ઇઝરાયેલના પ્રધાનમંત્રી નાફતાલી બેનેટ, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના પ્રમુખ શી જિનપિંગ સહિતના અન્ય મહાનુભાવો સહિતના વિવિધ દેશોના વડાઓ દ્વારા પણ સંબોધન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ઉદ્યોગના ટોચના અગ્રણીઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સિવિલ સોસાયટીના અગ્રણીઓની સહભાગિતા પણ જોવા મળશે, જેઓ આજે વિશ્વ દ્વારા સામનો કરવામાં આવી રહેલા જટિલ પડકારો પર વિચાર વિમર્શ કરશે અને તેનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1790367) Visitor Counter : 260