મંત્રીમંડળ
કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને તુર્કમેનિસ્તાન વચ્ચે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરારને મંજૂરી આપી
Posted On:
06 JAN 2022 4:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ભારત અને તુર્કમેનિસ્તાન વચ્ચે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં પારસ્પરિક સહકાર માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે.
આ સમજૂતી કરાર એવું તંત્ર અમલમાં મૂકવા માટે છે જેમાં ભારત અને તુર્કમેનિસ્તાન બંનેને આપત્તિ વ્યવસ્થાપનના વ્યવસ્થાતંત્રમાં એકબીજાથી લાભ થશે અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તેઓ પૂર્વતૈયારીઓ, પ્રતિભાવ અને ક્ષમતા નિર્માણના કાર્યોમાં વધારે મજબૂતી લાવવામાં મદદ મેળવી શકશે.
આ MoU અંતર્ગત પારસ્પરિક લાભના આધારે નીચે ઉલ્લેખિત ક્ષેત્રોમાં સહકાર આપવાનું જોવાં આવે છે:
- દેખરેખ અને કટોકટીની આગાહી અને તેના પરિણામોનું મૂલ્યાંકન;
- આપત્તિ વ્યવસ્થાપનમાં સામેલ હોય તેવા યોગ્ય સંગઠનો વચ્ચે સક્ષમ સત્તામંડળો દ્વારા પારસ્પરિક સંવાદ;
- સંશોધન પ્રોજેક્ટ્સનું સંયુક્ત રીતે આયોજન, વિકાસ અને અમલીકરણ તેમજ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પ્રકાશનોનું અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સંશોધન કાર્યોના પરિણામોનું આદાનપ્રદાન;
- પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર આ MoUના અવકાશમાં હોય તે પ્રમાણે માહિતી, સામયિકો અથવા અન્ય પ્રકાશનો, વીડિયો અને ફોટાની સામગ્રીઓ તેમજ ટેકનોલોજીઓનું આદાનપ્રદાન;
- સંબંધિત ક્ષેત્રોમાં સંયુક્ત પરિસંવાદો, સેમીનાર, વર્કશોપ તેમજ કવાયતો અને તાલીમનું આયોજન;
- આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રે નિષ્ણાતો અને અનુભવોનું આદાનપ્રદાન;
- સર્ચ અને બચાવ કાર્યોમાં પ્રથમ પ્રતિભાવકોની તાલીમ અને ક્ષમતાનું નિર્માણ; તાલીમાર્થીઓ અને નિષ્ણાતોનો વિનિમય જેથી આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ કરી શકાય;
- પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર એકબીજાને ટેકનિકલ સુવિધાઓ અને ઉપકરણો પ્રદાન કરવા, વહેલી ચેતવણીની પ્રણાલી વધુ ઉન્નત બનાવવા અને આપત્તિ વ્યસ્થાપનના ક્ષેત્રમાં બંને પક્ષકારોની ક્ષમતાનું નિર્માણ કરવા માટે સહાયતા કરવી;
- પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર આપત્તિ પ્રતિભાવમાં મદદ કરવી;
- આપત્તિ પ્રતિરોધક માળખાકીય સુવિધાઓનું સર્જન કરવા માટે જ્ઞાન અને તજજ્ઞતામાં પારસ્પરિક સહાયતાનું આદાનપ્રદાન કરવું;
- પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર, આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકારવામાં આવેલા ધોરણો અનુસાર ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલીઓ આપવી;
- આપત્તિ વ્યવસ્થાપનને લગતી કોઇપણ અન્ય પ્રવૃત્તિઓનું આયોજન, જે બંને પક્ષકારોના સક્ષમ સત્તામંડળો દ્વારા પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર કરવું.
હાલમાં, ભારતે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સહકાર માટે સ્વિટ્ઝર્લેન્ડ, રશિયા, SAARC, જર્મની, જાપાના, તાજીકિસ્તાન, મોંગોલિયા, બાંગ્લાદેશ અને ઇટાલી સાથે દ્વિપક્ષીય/ બહુપક્ષીય કરારો / MOU/ ઇરાદાની સંયુક્ત ઘોષણા/ પારસ્પરિક સહકાર માટે સમજૂતી કરારો કર્યા છે.
SD/GP/JD
(Release ID: 1788041)
Visitor Counter : 304
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam