સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19: માન્યતા વિ. હકીકતો
ભારતમાં એક્સપાયર્ડ વેક્સીન આપવામાં આવી રહી હોવાનો દાવો કરતા મીડિયા રિપોર્ટ ખોટા અને ભ્રામક છે
સીડીએસસીઓએ અગાઉ કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીની શેલ્ફ લાઇફને અનુક્રમે 12 મહિના અને 9 મહિના સુધી વધારવાની મંજૂરી આપી હતી.
Posted On:
03 JAN 2022 4:12PM by PIB Ahmedabad
એવા કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતમાં તેના રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ હેઠળ સમયસીમા સમાપ્ત થઈ ગયેલી રસીઓ આપવામાં આવી રહી છે. આ ખોટું અને ભ્રામક છે અને અધૂરી માહિતી પર આધારિત છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ 25મી ઓક્ટોબર 2021ના રોજ, મેસર્સ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના પત્ર નંબર: BBIL/RA/21/567ના જવાબમાં કોવેક્સિન (હોલ વિરિયન, નિષ્ક્રિય કોરોનાવાયરસ રસી)ની શેલ્ફ લાઈફ 9 મહિનાથી 12 મહિના સુધી વધારવાની મંજૂરી આપી છે. એ જ રીતે, રાષ્ટ્રીય નિયમનકાર દ્વારા કોવિશિલ્ડની શેલ્ફ લાઇફ 22 ફેબ્રુઆરી 2021ના રોજ 6 મહિનાથી વધારીને 9 મહિના કરવામાં આવી છે.
રસીની શેલ્ફ લાઇફ રાષ્ટ્રીય નિયમનકાર દ્વારા રસી ઉત્પાદકો દ્વારા આપવામાં આવેલ સ્થિરતા અભ્યાસ ડેટાના વ્યાપક વિશ્લેષણ અને પરીક્ષાના આધારે લંબાવવામાં આવે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1787150)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam