પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 11મી ડિસેમ્બરે યુપીના બલરામપુરની મુલાકાત લેશે અને સરયૂ નાહર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે


લગભગ ચાર દાયકાથી પડતર પડેલો પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂરો થયો

પ્રધાનમંત્રીની રાષ્ટ્રીય મહત્વના લાંબા સમયથી પડતર પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવા અને ખેડૂત કલ્યાણ અને સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે પ્રોજેક્ટ પૂર્ણ થયો

આ પ્રોજેક્ટ 14 લાખ હેક્ટરથી વધુ જમીનની સિંચાઈ માટે ખાતરીપૂર્વકનું પાણી પૂરું પાડશે અને પૂર્વ યુપીના 6200થી વધુ ગામોના લગભગ 29 લાખ ખેડૂતોને ફાયદો થશે

ખેડૂતો હવે આ પ્રદેશની કૃષિ-સંભાવનાનો મહત્તમ ઉપયોગ કરી શકશે

પ્રોજેક્ટમાં પાંચ નદીઓ - ઘાઘરા, સરયુ, રાપ્તી, બાણગંગા અને રોહિણીને એકબીજા સાથે જોડવાનો પણ સમાવેશ થાય છે

Posted On: 10 DEC 2021 8:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે ઉત્તર પ્રદેશના બલરામપુરની મુલાકાત લેશે અને સરયૂ નાહર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રોજેક્ટ પર 1978માં કામ શરૂ થયું હતું પરંતુ અંદાજપત્રીય સમર્થન, આંતરવિભાગીય સંકલન અને પર્યાપ્ત દેખરેખની સાતત્યતાના અભાવને કારણે, તે વિલંબિત થયું અને લગભગ ચાર દાયકા પછી પણ પૂર્ણ થયું ન હતું. ખેડૂત કલ્યાણ અને સશક્તિકરણ માટે પ્રધાનમંત્રીનું વિઝન અને રાષ્ટ્રીય મહત્વના લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાની તેમની પ્રતિબદ્ધતાએ પ્રોજેક્ટ પર ખૂબ જ જરૂરી ધ્યાન કેન્દ્રીત કર્યું. પરિણામે, 2016માં, પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ લાવવામાં આવ્યો હતો. આ પ્રયાસમાં, નવી નહેરો બાંધવા અને પ્રોજેક્ટમાં નિર્ણાયક ગાબડાઓ ભરવા માટે, તેમજ અગાઉની જમીન સંપાદન સંબંધિત પેન્ડિંગ દાવાને ઉકેલવા માટે નવા જમીન સંપાદન માટે નવીન ઉકેલો શોધવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ પર નવેસરથી ધ્યાન કેન્દ્રીત કરવાથી પ્રોજેક્ટ માત્ર ચાર વર્ષમાં પૂર્ણ થયો છે.

સરયુ નાહર રાષ્ટ્રીય પ્રોજેક્ટ રૂ. 9800 કરોડ કરતાં વધુના કુલ ખર્ચ સાથે બનાવવામાં આવ્યો છે. જેમાંથી છેલ્લા ચાર વર્ષમાં રૂ. 4600 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં પાંચ નદીઓ - ઘાઘરા, સરયુ, રાપ્તી, બાણગંગા અને રોહિણીને એકબીજા સાથે જોડવાનો પણ સમાવેશ થાય છે જેથી પ્રદેશના જળ સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય.

આ પ્રોજેક્ટ 14 લાખ હેક્ટરથી વધુ જમીનની સિંચાઈ માટે ખાતરીપૂર્વકનું પાણી પૂરું પાડશે અને 6200થી વધુ ગામોના લગભગ 29 લાખ ખેડૂતોને ફાયદો થશે. તેનાથી પૂર્વ ઉત્તર પ્રદેશના નવ જિલ્લાઓને ફાયદો થશે - બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીર નગર, ગોરખપુર અને મહારાજગંજ પ્રદેશના ખેડૂતો, જેઓ પ્રોજેક્ટમાં અતિશય વિલંબથી સૌથી વધુ પીડિત હતા, તેઓને હવે અપગ્રેડ કરેલ સિંચાઈ ક્ષમતાનો ઘણો લાભ થશે. તેઓ હવે મોટા પાયે પાક ઉગાડી શકશે અને પ્રદેશની કૃષિ-સંભાવનાને મહત્તમ કરી શકશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1779989) Visitor Counter : 325