સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ 19 અંગે નવી જાણકારી


દુનિયાભરમાં નવીનતમ SARS-Cov-2 (Omicron) કેસોના નવા સ્વરૂપોના રિપોર્ટને ધ્યાનમાં રાખીને ભારત આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સંશોધિત દિશાનિર્દેશ જારી કરે છે

દિશાનિર્દેશો અનુસાર જોખમરૂપ ગણાતા દેશોમાંથી ભારત આવનારા તમામ મુસાફરો (કોવિડ-19 રસીકરણની સ્થિતિની પરવા કર્યા વિના)ને એરપોર્ટ્સ પર આગમન વખતે ફરજિયાતપણે કોવિડ-19 સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે

Posted On: 29 NOV 2021 12:13PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીના મેનેજમેન્ટ માટે સક્રિય અને જોખમ આધારિત દૃષ્ટિકોણનું પાલન કરતા, 28 નવેમ્બર, 2021ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત વધુ દિશાનિર્દેશો જારી કર્યા છે. સંશોધિત દિશાનિર્દેશો અનુસાર, જોખમરૂપ (કોવિડ-19 રસીકરણની સ્થિતિની પરવા કર્યા વિના)  તરીકે ઓળખાતા દેશોના તમામ મુસાફરોને ભારત આવવા પર એરપોર્ટ્સ પર કોવિડ-19 સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડશે, આ ઉપરાંત પરત આવવાના અગાઉ 72 કલાક અગાઉ કરાયેલા કોવિડ-19 પરીક્ષણમાંથી પણ પસાર થવાનું રહેશે. આ ટેસ્ટમાં પોઝિટિવ આવવા પર મુસાફરોને ઉપચાર માપદંડ (ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ) અનુસાર દર્દીને આઈસોલેટ કરવામાં આવશે અને તેમના સેમ્પલ સંપૂર્ણપણે જેનેટિક સિક્વન્સિંગ (સંપૂર્ણ જિનોમ સિક્વન્સિંગ) માટે લેવામાં આવશે. નેગેટિવ રિપોર્ટવાળા મુસાફરો એરપોર્ટ્સથી બહાર જઈ શકે છે પણ તેમણે 7 દિવસ સુધી ઘરમાં જ આઈસોલેટ રહેવું પડશે અને ભારતમાં આગમનના આઠમા દિવસે સ્વ-દેખરેખ અને વારંવાર નિરિક્ષણમાંથી પસાર થવું પડશે. આ ઉપરાંત, હાલ દિશાનિર્દેશ એ નિર્ધારિત કરે છે કે બીનજોખમી દેશોના 5% મુસાફરોએ ઓમિક્રોન વેરિએન્ટનો રિપોર્ટ કરનારા દેશોની વધતી સંખ્યાને જોઈને એરપોર્ટ્સ પર કોવિડ-19 પર સ્વૈચ્છિક રીતે જ તપાસ કરાવવી જોઈએ.

એરપોર્ટ્કસ, ઘર કે આઈસોલેશન દરમિયાન કોવિડ-19 પોઝિટિવ આવનારા લોકોના સેમ્પલમાં SAV-COV-2 વેરિએન્ટની ઉપસ્થિતિની ભાળ મેળવવા માટે સંપૂર્ણ જેનેટિક સિક્વન્સિંગ (સંપૂર્ણ જિનોમ સિક્વન્સ) પરીક્ષણ માટે ફિક્સ્ડ ઈન્સોકોગ(INSACOG) નેટવર્ક કે રેન્ડમ સેમ્પલિંગમાં વધુ મોકલવામાં આવશે. b.1.1.1.529 વેરિએન્ટ (Omicron)ને સૌપ્રથમ 24 નવેમ્બર, 2021ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાને દક્ષિણ આફ્રિકાએ રિપોર્ટ આપ્યો હતો. 26 નવેમ્હર, 2021ના રોજ વિશ્વ આરોગ્ય સંગઠનને SARSCOV-2 વાયરસ વિકાસ (TAG_VE)ટેકનિકલ સલાહકાર ટીમે તેને ચિંતાનો એક પ્રકાર (VOC) તરીકે વર્ગીકૃત કરાયો, એ જાણ્યા પછી કે આ વેરિએન્ટ મોટા મ્યુટેશનમાંથી પસાર થાય છે અને કેટલાક મ્યુટેશન વધુ હસ્તાંતરણીય છે અને સુરક્ષાત્મક પ્રતિરક્ષા પ્રદર્શિત કરે છે. આ મામલે પુરાવાની દેખરેખ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કરી રહ્યું છે.

રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ આંતરરાષ્ટ્રીય મુસાફરોની ઝીણવટથી ચકાસણી કરે, નિરીક્ષણ વધારે, કોવિડ-19 હોટસ્પોટ પર દેખરેખ રાખે અને સંપૂર્ણ જિનોમ સિક્વન્સિંગ સહિત આરોગ્યના બુનિયાદી માળખામાં વૃદ્ધિ સુનિશ્ચિત કરે.
આ સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, મહામારીની ઉભરતી નવી પ્રકૃતિ સાથે સામુદાયિક સ્તરે કોવિડ-19ને નિયંત્રિત કરવા માટે યોગ્ય વ્યવહાર (માસ્કનો ઉપયોગ, શારીરિક અંતર, હાથની સ્વચ્છતા અને શ્વસન સ્વચ્છતા)નું અને કોવિડ-19 રસીકરણનું કડકાઈથી પાલન કરે છે.
નવી ગાઈડલાઈન 1 ડિસેમ્બર, 2021ના રોજ (સાંજે 00.01 વાગ્યાથી) અમલી થશે. વિસ્તૃત દિશાનિર્દેશો અહીં ઉપલબ્ધ છે.
(https://www.mohfw.gov.in/pdf/GuidelinesforInternationalarrival28112021.pdf)

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1776075) Visitor Counter : 406