સંસદીય બાબતોનું મંત્રાલય

રાજકીય પક્ષોના સદનના નેતાઓ સાથે સરકારની આજે મીટિંગ યોજાઇ


ગૃહની નિર્વિઘ્ન કામગીરી માટે સહકાર આપવા તમામ પક્ષોને વિનંતી: કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી

સરકાર સંસદમાં તંદુરસ્ત ચર્ચા ઇચ્છે છે: શ્રી રાજનાથ સિંહ

Posted On: 28 NOV 2021 3:48PM by PIB Ahmedabad

સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાના એક દિવસ અગાઉ, તમામ પક્ષોના સદન નેતાઓ સાથે સરકારની એક મીટિંગ આજે અત્રે યોજવામાં આવી હતી. પોતાના પ્રારંભિક સંબોધનમાં કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન શ્રી પ્રહલાદ જોષીએ સંસદના આગામી સત્ર વિશે મીટિંગમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સંસદનું શિયાળુ સત્ર, 2021 સોમવારે, 29મી નવેમ્બર, 2021ના રોજ શરૂ થશે અને સરકારી કામકાજની તાકીદની જરૂરિયાતને આધીન, 23મી ડિસેમ્બર, 2021, ગુરુવારના રોજ સમાપ્ત થવાની અપેક્ષા છે. 25 દિવસના આ સત્રમાં સંસદની કુલ 19 બેઠકો હશે. તેમણે કહ્યું કે 5મી અને 27મી ઑક્ટોબર, 2021ના રોજ વિવિધ મંત્રાલયો/વિભાગોના સચિવો/વરિષ્ઠ અધિકારીઓ સાથે બે મીટિંગ્સ યોજાઇ હતી જેમાં આગામી શિયાળુ સત્ર દરમ્યાન હાથ ધરવા માટે અમુક બાબતો ઓળખી કઢાઇ હતી અને મળેલા પ્રતિભાવોના આધારે, કામચલાઉ રીતે 3૭* બાબતો જેમાં 26 ખરડા અને એક નાણાકીય બાબતનો સમાવેશ થાય છે, એને શિયાળુ સત્ર, 2021 દરમ્યાન હાથ પર લેવા નક્કી કરવામાં આવી છે.

વટહુકમોનું સ્થાન લેતા ત્રણ ખરડા એટલે કે (1) નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીઝ (સુધારા) વટહુકમ, 2021, (2) સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારા) વટહુકમ, 2021 અને (3) ધી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (સુધારા) વટહુકમ, 2021 એમ ત્રણ વટહુકમો આંતરસત્ર ગાળા દરમ્યાન બહાર પડાયા હતા એને સંસદની બેઠક ફરી મળ્યાથી છ સપ્તાહના ગાળામાં સંસદના કાયદા તરીકે ઘડવાની જરૂર છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકાર કાર્યવાહીના નિયમો હેઠળ છૂટ છે એવા કોઇ પણ મુદ્દે ગૃહની અંદર ચર્ચા માટે હંમેશા તૈયાર છે. શ્રી જોષીએ તમામ પક્ષોને ગૃહની નિર્વિઘ્ને-હંગામા વગરની કામગીરી માટે સહકાર આપવા તમામ પક્ષોને વિનંતી પણ કરી હતી.

હાજર રહેલા તમામ પક્ષોના નેતાઓએ ઉઠાવેલા મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ મીટિંગને સંબોધન કરતા, કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કદર કરી કે ચર્ચા એકદમ તંદુરસ્ત રહી છે અને મહત્વના મુદ્દાઓ અંકિત કરાયા છે. તેમણે નોંધ્યું હતું કે પક્ષોએ સંસદમાં વધુ ચર્ચાની જરૂરિયાત વ્યક્ત કરી છે એ બાબતે તેમણે ભાર મૂક્યો હતો કે સરકાર પણ સંસદમાં તંદુરસ્ત ચર્ચા ઇચ્છે છે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ; કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ખાદ્ય અને જાહેર વિતરણ અને ટેક્સ્ટાઇલ મંત્રી શ્રી પિયુષ ગોયલ; અને કેન્દ્રીય સંસદીય બાબતો, કોલસા અને ખાણ  પ્રધાન શ્રી પ્રહલાદ જોષીએ મીટિંગમાં ભાગ લીધો હતો. સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ શ્રી અર્જુન રામ મેઘવાલ અને શ્રી વી. મુરલીધરન પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા.

ભાજપ ઉપરાંત, આ મીટિંગમાં હાજર રહેલા 30 પક્ષો છે: આઇએનસી, ડીએમકે, એઆઇટીસી, વાયએસઆરસીપી, જેડી(યુ), બીજેડી, બીએસપી, ટીઆરએસ, એસએસ, એલજેએસપી, એનસીપી, એસપી, સીપીઆઇ(એમ), આઇયુએમએલ, ટીડીપી, અપના દળ, સીપીઆઇ, એનપીએફ, એસએડી, આપ, એઆઇએડીએમકે, કેસી(એમ), એમએનએફ, આરએસપી, આરપીઆઇ(એ), આરજેડી, એનપીપી, એમડીએમકે, જેકેએનસી, ટીએમસી(એમ).

 

શિયાળુ સત્ર, 2021 દરમ્યાન હાથ ધરાનારાની સંભાવના છે એ ખરડાઓની યાદી

કાયદા ઘડવાને લગતું કામકાજ

    1. ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીઝ (સુધારા) ખરડો, 2021 (એક વટહુકમનું સ્થાન લેશે‌)

 

  1. ધી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (સુધારા) ખરડો, 2021 (એક વટહુકમના  સ્થાને)  
  2. ધી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારા) ખરડો, 2021 (એક વટહુકમના સ્થાને)
  3. ધી ડેમ સલામતી ખરડો, 2019 લોકસભાએ પસાર કર્યા મુજબ
  4. ધી સરોગસી (નિયમન) ખરડો, 2019 લોકસભા દ્વારા પસાર થયા મુજબ
  5. ધી મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ (મા-બાપ અને વૃદ્ધોના ભરણપોષણ અને કલ્યાણ) (સુધારા) ખરડો, 2019  
  6. ધી આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (નિયમન) ખરડો, 2020.
  7. ધી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સુધારા) ખરડો, 2021.
  8. ધી હાઈકૉર્ટ એન્ડ સુપ્રીમ કૉર્ટ જજીસ (પગાર અને સેવાની શરતો) સુધારા ખરડો, 2021

10. કૃષિ કાયદા પાછા ખેંચતો ખરડો, 2021

11. ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ધી કૉસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ અને ધી કંપની સેક્રેટરીઝ (સુધારા) ખરડો, 2021

  1. ધી ઇન્સોલ્વન્સી  એન્ડ બૅન્કરપ્સી (બીજો સુધારો) ખરડો, 2021.
  2. ધી કેન્ટોનમેન્ટ ખરડો, 2021
  3. ધી ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન(કમાન્ડ, કન્ટ્રોલ એન્ડ ડિસિપ્લિન) ખરડો, 2021
  4. ધી ઇન્ડિયન એન્ટાર્ક્ટિકા ખરડો, 2021
  5. ધી ઇમિગ્રેશન ખરડો, 2021
  6. ધી ક્રિપ્ટોકરન્સી અને સત્તાવાર ડિજિટલ કરન્સીનું નિયમન ખરડો, 2021
  7. ધી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (સુધારા) ખરડો, 2021.  
  8.  બૅન્કિંગ કાયદા (સુધારા) ખરડો, 2021
  9. ધી ઇન્ડિયન મરિન ફિશરીઝ ખરડો, 2021
  10. ધી નેશનલ ડેન્ટલ કમિશન બિલ, 2021
  11. ધી નેશનલ નર્સિંગ  મિડવાઇફરી કમિશન ખરડો, 2021
  12. ધી મેટ્રો રેલ (કન્સ્ટ્રક્શન, ઓપરેશન અને મેન્ટેનન્સ) ખરડો, 2021.
  13. ધી એનર્જી કન્ઝર્વેશન (સુધારા) ખરડો, 2021
  14. ધ ઈલેક્ટ્રિસિટી (સુધારા) ખરડો, 2021
  15. ધી નેશનલ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ખરડો, 2021
  16. ધી કન્સ્ટિટ્યુશન (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (સુધારા) ખરડો, 2021 (યુપી સંબંધિત)

28 ધી કન્સ્ટિટ્યુશન (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (સુધારા) ખરડો, 2021  (ત્રિપુરા સંબંધિત)

  1. ધી ટ્રાફિકિંગ ઑફ પર્સન્સ (પ્રિવેન્શન, પ્રોટેક્શન એન્ડ રિહેબિલિટેશન) ખરડો, 2021.
  2. ધી નેશનલ એન્ટી-ડોપિંગ ખરડો, 2021

31. મધ્યસ્થી ખરડો, 2021

  1. ખાણ (સુધારા) ખરડો, 2011 (પાછો ખેંચવા માટે)
  2. ધી ઇન્ટર-સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન (રોજગારના નિયમન અને સેવાની શરતો) સુધારા ખરડો, 2011 (પાછો ખેંચવા)
  3. ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ સંબંધી કાયદાઓ (સુધારા) ખરડો, 2013 (પાછો ખેંચવા માટે)
  4. ધી એમ્પ્લોઇમેન્ટ એક્સ્ચેન્જીસ (ખાલી જગાઓનું ફરજિયાત જાહેરનામું) સુધારા ખરડો, 2013 (પરત ખેંચવા)  
  5. ધી વક્ફ પ્રોપર્ટીઝ (એવિક્શન ઑફ અનઑથોરાઇઝ્ડ ઑક્યુપન્ટ્સ) ખરડો, 2014 (પરત ખેંચવા)

11- નાણાકીય કામકાજ

l. 2021-22 માટે અનુદાનની માગણીઓના બીજા જૂથની રજૂઆત, ચર્ચા અને મતદાન અને સંબંધી એપ્રોપ્રિએશન બિલની રજૂઆત, વિચારણા અને પસાર કરવું.

SD/GP/JD



(Release ID: 1775879) Visitor Counter : 267