માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે 52મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઈએફએફઆઈ)માં ભારતીય પેનોરમા સેક્શનનું ઉદ્ઘાટન કર્યુ

યોગ્ય વિષય-વસ્તુ (કન્ટેન્ટ) ભારતીય સિનેમાને વિશ્વભરના દર્શકો સુધી લઈ જઈ શકે છે; શ્રી અનુરાગસિંહ ઠાકુર

ફિલ્મો આપણી આકાંક્ષાઓ અને સપનાઓને દર્શાવે છે; હિમાચલપ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર

સેમખોરઃ દિમાસા ભાષાની પ્રથમ ફિલ્મ આઈએફએફઆઈમાં દર્શાવાશે

સમારંભમાં દર્શાવવામાં આવનાર પ્રથમ ફિલ્મ વેદ-ધ વિઝનરી (નોન-ફિચર-ભારતીય પેનોરમા), એક ફિલ્મ નિર્માતાના સંઘર્ષ અને લવચિકતાની કહાની છે

Posted On: 21 NOV 2021 3:03PM by PIB Ahmedabad

ભારતના ખૂણે-ખૂણેથી એકત્રિત કરવામાં આવેલી વાર્તાઓને મોટા પડદા પર પ્રદર્શિત કરવાના વચનની સાથે, ગોવામાં આયોજિત 52મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઈએફએફઆઈ)માં આજે ભારતીય પેનોરમા સેક્શનની શરૂઆત કરવામાં આવી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે 52મા આઈએફએફઆઈના પ્રારંભિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે પર હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર પણ ઉપસ્થિત હતા.

ઉદ્ઘાટન સમારંભે દર્શકોને આ વર્ષ માટે ભારતીય પેનોરમા 2021 શ્રેણી અંતર્ગત આઈએફએફઆઈના 24 ફિચર અને 20 નોન-ફિચર ફિલ્મોના અધિકૃત પસંદગીનો પરિચય આપ્યો.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે શ્રી અનુરાગસિંહ ઠાકુરની સાથે સેમખો (ફિચર) અને વેદ-ધ વિઝનરી (નોન-ફિચર)ના ફિલ્મ નિર્માતાઓ તેમજ ટીમને સન્માનિત કર્યા તથા તેમને સામેલ થવા માટે પ્રમાણપત્ર એનાયત કર્યું.

કેન્દ્રીય મંત્રીએ ફિલ્મ નિર્માતાઓને અભિનંદન આપતા કહ્યું, “આપ સૌએ દેશના અંતરિયાળ સુદૂર હિસ્સાઓમાંથી વાર્તાઓ સામે લાવવાના પ્રયાસ દરમિયાન સંઘર્ષ કર્યો છે. હવે, વિષય-વસ્તુ જ મહત્વપૂર્મ છે અને જો આપ યોગ્ય વિષય-વસ્તુનું સર્જન કરો છો તો એ માત્ર રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જશે. આપણી વચ્ચે પ્રતિભા છે અને આપ સૌના સહયોગથી આપણે આઈએફએફઆઈને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. તેમણે સ્વર્ગીય મનોહર પારિકરને પણ યાદ કર્યા, જેમણે આઈએફએફઆઈને ગોવાના તટો પર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

તેમણે એમ પણ કહ્યું કે “અગાઉ આપણે જોયું કે ફિલ્મ સમારંભોમાં માત્ર અભિનેતાઓ, નિર્દેશકો અને નિર્માતાઓને સન્માનિત કરવામાં આવતા હતા પરંતુ હવે આપણે ટેકનિશિયનો જેવી પૃષ્ઠભૂમિના લોકોને પણ સન્માનિત કરી રહ્યા છીએ, જે ફિલ્મ પૂરી કરે છે.” તેમણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓને ભારત આવીને શૂટિંગ કરવાનો પણ આગ્રહ કર્યો.

સભાને સંબોધિત કરતા, હિમાચલપ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે કહ્યું, “હું કોઈ ફિલ્મ સમીક્ષક કે ઉત્સાહી સિનેમાપ્રેમી નથી, પરંતુ મેં હંમેશા ભારતીય પેનોરમાને જોયું છે, આપણી ફિલ્મો આપણા સમાજને કેવી રીતે દર્શાવે છે. હું એ ગર્વની સાથે કહી શકું છું કે ભારતીય ફિલ્મોએ આપણા સમાજની આકાંક્ષાઓ, જરૂરિયાતો અને સંઘર્ષોને સુંદરતાથી દર્શાવ્યા છે.

ફિચર ફિલ્મ શ્રેણીમાં શરૂઆતની ફિલ્મ-સેમખોર, જેને ભારતીય પેનોરમા સેક્શનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, ભારતીય પેનોરમા સેક્શનમાં પ્રદર્શિત થનારી દિમાસા ભાષાની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મના નિર્દેશક એમી બરુઆએ ફિલ્મના સન્માન અને માન્યતા માટે આઈએફએફઆઈને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે સેમખોર ફિલ્મ સામાજિક વર્જનાઓને સંબંધિત છે અને ફિલ્મના માધ્યમથી તેમને આસામના દિમાસા સમુદાયના સંઘર્ષોને સામે લાવવાની કોશિશ કરી.

નોન-ફિચર ફિલ્મ શ્રેણીની પ્રારંભિક ફિલ્મ વેદ-ધ વિઝનરીના નિર્દેશક રાજીવ પ્રકાશે ટિપ્પણી કરતા કહ્યું, “આ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં મારા પિતાની લવચિકતા, ધૈર્યની કહાની છે. ફિલ્મ તેમના પ્રયાસોને દર્શાવે છે જે સિનેમાના ઇતિહાસમાં અંતર્નિહિત રહેશે.”

 

આ પ્રસંગે ફિચર અને નોન-ફિચર ફિલ્મોના જ્યુરી સભ્યોને પણ સામેલ થવા અંગે પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા.

ભારતીય પેનોરમા, ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો એક મુખ્ય ઘટક છે, જેના અંતર્ગત સિનેમાની કલાના પ્રચાર માટે સર્વશ્રેષ્ઠ સમકાલીન ભારતીય ફિલ્મોની પસંદગી કરવામાં આવે છે. તેને 1978માં ભારતીય ફિલ્મો અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ તથા સિનેમાની કલાને પ્રોત્સાહન આપવા માટે આઈએફએફઆઈના હિસ્સા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

ભારતીય પેનોરમામાં પ્રારંભિક ફિલ્મો વિશેઃ

 

સેમખોર

ડિરો સેમખોરના સંસા સમુદાયમાંથી આવે છે. જ્યારે ડિરોનું મોત થાય છે તો તેની પત્ની જે એક સહાયક મિડવાઈફ તરીકે કામ કરે છે, તે પોતાના ત્રણ બાળકોની દેખભાળ કરે છે. તે માત્ર 11 વર્ષની વયમાં પોતાની એકમાત્ર પુત્રી મુરીના લગ્ન દીનાર સાથે કરી દે છે. દુર્ભાગ્યવશ, એક બાળકીને જન્મ આપ્યા પછી મુરીનું મોત થઈ જાય છે. સેમખોરની પ્રથા અનુસાર, જો બાળકના જન્મ સમયે કોઈ મહિલાનું મૃત્યુ થાય તો શિશુને માતાની સાથે જીવતું જ દફનાવી દેવામાં આવે છે. પરંતુ ડિરોની પત્ની સેમખોરમાં એક નવી સવારનો સંકેત આપતા, મુરીના શિશુની રક્ષા કરે છે.

વેદ... ધ વિઝનરી

આ ફિલ્મ, ફિલ્મ નિર્માતા વેદ પ્રકાશ અને 1939-1975 દરમિયાન ન્યુઝરિલ ફિલ્માંકનની દુનિયાને જીતવાની તેમની યાત્રાની કહાની છે. તેમના અસાધારણ કાર્યોમાં જાન્યુઆરી 1948માં મહાત્મા ગાંધીના અંતિમ સંસ્કારના સમાચાર, જેને 1949માં બ્રિટિશ એકેડમી પુરસ્કારો માટે નામાંકિત કરાયા હતા, ભારત સ્વતંત્ર થયું ત્યારે સત્તા પરિવર્તન, ભારતના વિભાજન પછી થયેલા રમખાણો વગેરેના કવરેજ સામેલ હતા. ભારતના દ્રશ્યોનો એક મોટો હિસ્સો અને તેના અશાંત પ્રારંભિક વર્ષોમાં તેમની આકરી મહેનત અને સૌંદર્યશાસ્ત્રનો ઉપહાર છે.

SD/GP/JD(Release ID: 1773808) Visitor Counter : 68