વહાણવટા મંત્રાલય
azadi ka amrit mahotsav

મહત્વના બંદરો પર પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) માટે શ્રી સોનોવાલે નવા મોડેલ કન્સેશન કરાર – 2021ની જાહેરાત કરી


હાલમાં ચાલી રહેલા 80 પ્રોજેક્ટને રૂ. 56,000 કરોડથી વધુના રોકાણનો લાભ મળશે

2025ના નાણાકીય વર્ષ સુધી પીપીપી હેઠળ રૂ. 14,600 કરોડથી વધુના 31 પ્રોજેક્ટ ફાળવાશે

Posted On: 18 NOV 2021 1:58PM by PIB Ahmedabad

કેન્દ્રના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી ર્બાનંદ સોનોવાલે આજે મહત્વના બંદરો ખાતે પીપીપી પ્રોજેક્ટ માટે સુધારા મોડેલ કન્સેશન કરાર (એમસીએ) – 2021ની ઘોષણા કરી હતી. એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે નવું એમસીએ મહત્વના બંદરો ખાતેના ભવિષ્યના તમામ પીપીપી પ્રોજેક્ટ્સ માટે અમલી બનશે. ઉપરાંત સરકાર દ્વારા મંજૂરી પામેલા પરંતુ હજી પણ બિડિંગ તબક્કે છે તેવા તમામ પ્રોજેક્ટ્સમાં પણ તે અમલી બનશે. તેમણે માહિતી આપી હતી કે હાલના તબક્કે ક્ષેત્રમાં 56,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ ધરાવતા હોય તેવા 80થી વધુ પીપીપી પ્રોજેક્ટ વિવિધ સ્તર પર ચાલી રહ્યા છે. જેમાંથી 40,000 કરોડ રૂપિયાથી વધુના 53 પ્રોજેક્ટ કાર્યરત છે અને અને 16,000 કરોડ રૂપિયાથી વધુના 27 પ્રોજેક્ટ અમલીકરણના તબક્કા પર છે.

મંત્રીએ માહિતી આપી હતી કે તમામ ક્ષેત્રોમાંથી શ્રેષ્ઠ પ્રેક્ટિસ અને વ્યાપક હિસ્સેદારો સાથે પરામર્શ દ્વારા નિયત કરાયેલા ઘણા ફેરફારો સાથે મોડેલ કન્સેશન કરાર - 2021 (MCA), પોર્ટ સેક્ટરમાં વિકાસકર્તાઓ, રોકાણકારો અને િરાણકર્તાઓ તથા અન્ય હિસ્સેદારોમાં વધુ વિશ્વાસ લાવશે અને પ્રોત્સાહક બનશે. આથી આગળ વધીને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે 2025ના નાણાકીય વર્ષ સુધીમાં ફાળવવા માટે 14,600 કરોડ રૂપિયાથી વધુના 31 પ્રોજક્ટ પ્રક્રિયા હેઠળ સુનિશ્ચિત કર્યા છે. અને મંત્રાલયને એવી અપેક્ષા છે કે નવું એમસીએ – 2021 હિસ્સેદારોમાં ઉત્સાહજનક પ્રતિસાદનું સંપાદન કરશે.

મોડેલ કન્સેશન કરાર (એમસીએ) – 2021માં કેટલાક ચાવીરૂપ ફેરફારો અંગે શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે કાયદામાં ફેરફાર અથવા અણધારી ઘટનાઓને કારણે થતાં કાર્ગોમાં ફેરફારની જોગવાઈ પહેલી વાર રજૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં એવું બન્યું છે જ્યારે કેટલાક બાહ્ય અને અણધાર્યા બનાવોને કારણે રાહતના સમયગાળા દરમિયાન કોઈ ખાસ ચીજવસ્તુઓના ટ્રાફિક પર અસર પડી હોય અથવા તો તેમાં ઘટાડો નોંધાયો હોય અને તેને કારણે ટર્મિનલની એકંદર સધ્ધરતા પર અસર પડી હોય. રાહતદાતાઓ પાસે અલગ અલગ કાર્ગોને સંભાળવાની સરળતા હતી અને માટે બાંધવામાં આવેલી સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકતો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે જોગવાઈ હવે કાર્ગોમાં આવનારા પરિવર્તન આવે તેવી પરિસ્થિતિમાં લવચિકતા આપશે અને રાહતદાતાઓ સામેના જોખમમાં ઘટાડો લાવશે.

શ્રી સોનોવોલે ઉમેર્યું હતું કે નવા એમસીએ હેઠળ બજારની પરિસ્થિતિને આધારે રાહતદાતાઓને તેમના ટેરિફને નિર્ધારિત કરવા માટે સુગમતા પ્રદાન કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે જે મુખ્ય બંદરો પરના ખાનગી ટર્મિનલ્સ માટે કાર્ગો માટે ખાનગી બંદરો સાથે સ્પર્ધા કરવા માટે સમાન સ્તરની સ્પર્ધાને પણ આવકારશે. ઉપરાંત, િરાણકર્તાઓ માટેનું જોખમ ઘટાડવા અને પ્રોજેક્ટને વધુ લાભકારક બનાવવા માટે, રાહતદારો દ્વારા કમર્શિયલ ઓપરેશન્સ ડેટ (સીઓડી) અગાઉ ડિફોલ્ટની ઘટના માટે વળતરની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે. અન્ય જોગવાઈ જે કામગીરી અને પરસ્પર સમજૂતીના આધારે કન્સેશન સમયગાળો વધારવા માટેની પ્રક્રિયાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી સોનોવોલે જણાવ્યું હતું કે જોખમને સમતોલ બનાવતી વખતે બંને પબ્લિક તથા જાહેર પક્ષોની જવાબદારીઓની રીતે પણ વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે.

બંદર ક્ષેત્રમાં સૌ પ્રથમ વખત 1997માં પબ્લિક પ્રાવેટ પાર્ટનરશિપ (પીપીપી) પ્રોજેક્ટનો પ્રારંભ 1997માં કરવામાં આવ્યો હતો જ્યારે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) ખાતેના ટર્મિનલને એક ખાનગી પાર્ટીને ફાળવવામાં આવ્યું હતું. ત્યાર બાદ દેશના બંદરોના ક્ષેત્રમાં પીપીપી પાસામાં મોટી પ્રગતિ જોવા મળી છે. બંદરોના ક્ષેત્રમાં પીપીપી પ્રોજેક્ટની દેખરેખ મોડેલ કન્સેશન કરાર (એમસીએ) દ્વારા થાય તેનો પ્રારંભ 2008ના વર્ષમાં થયો હતો અને હિસ્સાદારોની ફીડબેકને આધારે તેમાં 2018માં યોગ્ય સુધારા કરવામાં આવ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1772947) Visitor Counter : 268