પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઝારખંડમાં ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 15 NOV 2021 2:04PM by PIB Ahmedabad

નમસ્કાર!

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી પર કાર્યક્રમમાં આપણી સાથે રાંચીથી જોડાયેલ ઝારખંડના રાજ્યપાલ શ્રી રમેશ બૈશજી, ઝારખંડના મુખ્યમંત્રી શ્રીમાન હેમંત સોરેનજી, કેન્દ્રીય જનજાતિય કાર્ય મંત્રી અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન અર્જુન મુંડાજી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન બાબુ લાલ મરાંડીજી, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શ્રી કિશન રેડ્ડીજી, અન્નપૂર્ણા દેવીજી, રઘુબર દાસજી, ઝારખંડ સરકારના અન્ય મંત્રી, સાંસદગણ, ધારાસભ્યો, દેશભરના મારા આદિવાસી ભાઈઓ અને બહેનો, ખાસ કરીને ઝારખંડના મારા સાથી, જોહાર! હાગા ઓડો મિસી કો, દિસુમ રેઆ આઝાદી રેન આકિલાન મારાગ હોડો, મહાનાયક ભોગોમન બિરસા મુંડાજી, તાકિના જોનોમ નેગ રે, દિસુમ રેન સોબેન હોડો કો, આદિબાસિ જોહાર.

સાથીઓ,

આપણાં જીવનમાં અમુક દિવસો બહુ સૌભાગ્યે આવે છે. અને જ્યારે દિવસો આવે છે તો આપણું કર્તવ્ય બને છે કે આપણે તેમની આભાને, તેમના પ્રકાશને આવનારી પેઢીઓ સુધી વધારે ભવ્ય સ્વરૂપમાં પહોંચાડીએ! આજનો દિવસ એવો પુણ્ય પુનિત અવસર છે. 15 નવેમ્બરની તારીખ! ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી! ઝારખંડનો સ્થાપના દિવસ! અને દેશની આઝાદીના અમૃત મહોત્સવનો કાળખંડ! અવસર આપણી રાષ્ટ્રીય આસ્થાનો અવસર છે, ભારતની પુરાતન આદિવાસી સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર છે. અને સમય ગૌરવને, ભારતની આત્મા જે જનજાતિય સમુદાય પાસેથી ઊર્જા મેળવે છે, તેમના પ્રત્યે આપણાં કર્તવ્યોને એક નવી ઊંચાઈ આપવાનો પણ છે. એટલા માટે, આઝાદીના અમૃતકાળમાં દેશે એવું નક્કી કર્યું છે કે ભારતની જનજાતિય પરંપરાઓને, તેની શૌર્ય ગાથાઓને દેશ હવે વધારે ભવ્ય ઓળખ પ્રદાન કરશે. ક્રમમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી ડર વર્ષે દેશ 15 નવેમ્બર એટલે કે ભગવાન બિરસા મૂંડાના જન્મ દિવસનેજનજાતિય ગૌરવ દિવસના રૂપમાં ઉજવશે. ઇન આડી ગોરોબ ઇન બુઝાવ એદા જે, આબોઈજ સરકાર, ભગવાન બિરસા મુંડા હાક, જાનામ મહા, 15 નવેમ્બર હિલોક, જન જાતિ ગૌરવ દિવસ લેકાતે, ઘોષણા કેદાય!

હું દેશના નિર્ણયને ભગવાન બિરસા મુંડા અને આપણાં કોટિ કોટિ આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓ, વીર વીરાંગનાઓના ચરણોમાં આજે શ્રદ્ધાપૂર્વક અર્પિત કરું છું. અવસર પર હું તમામ ઝારખંડ વાસીઓને, દેશના ખૂણા ખૂણામાં તમામ આદિવાસી ભાઈ બહેનોને અને આપણાં દેશવાસીઓને અનેક અનેક હાર્દિક અભિનંદન આપું છું. મેં મારા જીવનનો બહુ મોટો હિસ્સો મારા આદિવાસી જનજાતિય ભાઈઓ બહેનો, આદિવાસી બાળકો સાથે વિતાવ્યો છે. હું તેમના સુખ દુઃખ, તેમની દિનચર્યા, તેમની જિંદગીની દરેક નાની મોટી જરૂરિયાતનો સાક્ષી રહ્યો છું, તેમનો પોતાનો રહ્યો છું. એટલા માટે આજનો દિવસ મારી માટે વ્યક્તિગત રૂપે પણ ખૂબ ભાવનાશીલ, ખૂબ લાગણીના એક રીતે પ્રકટીકરણનો, અત્યંત લાગણીશીલ કરી દેનારો છે.

સાથીઓ,

આજના દિવસે આપણાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની દ્રઢ ઈચ્છા શક્તિના કારણે ઝારખંડ રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું હતું. તે અટલ બિહારી વાજપેયીજી હતા કે જેમણે દેશની સરકારમાં સૌથી પહેલા અલગ આદિવાસી મંત્રાલયની રચના કરીને આદિવાસી હિતોને દેશની નીતિઓ સાથે જોડ્યુ હતું. ઝારખંડ સ્થાપના દિવસના અવસર પર હું શ્રદ્ધેય અટલજીના ચરણોમાં નમન કરીને તેમને પણ મારી શ્રદ્ધાંજલિ આપું છું.

સાથીઓ,

આજે મહત્વપૂર્ણ અવસર પર દેશનું સૌપ્રથમ જનજાતિય સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમ દેશવાસીઓ માટે સમર્પિત થઈ રહ્યું છે. ભારતની ઓળખ અને ભારતની આઝાદી માટે લડતાં ભગવાન બિરસા મુંડાએ પોતાના છેલ્લા દિવસો રાંચીની જેલમાં વિતાવ્યા હતા. જ્યાં ભગવાન બિરસાના ચરણ પડ્યા હોય, જે ભૂમિ તેમના તપ ત્યાગ અને શૌર્યની સાક્ષી બનેલી હોય, તે આપણાં સૌની માટે એક રીતે પવિત્ર તીર્થ છે. કેટલાક સમય પહેલા મેં જનજાતિય સમાજના ઇતિહાસ અને સ્વાધીનતા સંગ્રામમાં તેમના યોગદાનને જાળવી રાખવા માટે, દેશભરમાં આદિવાસી મ્યુઝિયમની સ્થાપના કરવાનું આહવાહન કર્યું હતું. તેની માટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. મને ખુશી છે કે આજે આદિવાસી સંસ્કૃતિ વડે સમૃદ્ધ ઝારખંડમાં સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું છે. હું ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય માટે સંપૂર્ણ દેશના જનજાતિય સમાજ, ભારતના પ્રત્યેક નાગરિકને અભિનંદન આપું છું. સંગ્રહાલય, સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસી નાયક નાયિકાઓના યોગદાનને, વિવિધતાથી સભર આપણી આદિવાસી સંસ્કૃતિનું જીવંત અધિષ્ઠાન બનશે. સંગ્રહાલયમાં, સિદ્ધુ કાન્હુથી લઈનેપોટો હોસુધી, તેલંગા ખડિયાથી લઈને ગયા મુંડા સુધી, જતરા ટાના ભગતથી લઈને દીવા કિસુન સુધી, અનેક જનજાતિય વીરોની પ્રતિમાઓ અહિયાં છે , તેમની જીવન ગાથા વિષે પણ વિસ્તૃત રીતે અહિયાં જણાવવામાં આવ્યું છે.

સાથીઓ,

તે સિવાય દેશના જુદા જુદા રાજ્યોમાં આવા 9 અન્ય મ્યુઝિયમ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ખૂબ ટૂંક સમયમાં ગુજરાતનાં રાજપીપળામાં, આંધ્ર પ્રદેશના લાંબાસિંગિમાં, છત્તીસગઢના રાયપુરમાં, કેરળના કોઝિકોડમાં, મધ્ય પ્રદેશના છીંદવાડામાં, તેલંગાણાના હૈદરાબાદમાં, મણિપુરના તામેન્ગ લૉન્ગમાં, મિઝોરમના કેલસિંહમાં, ગોવાના પૌંડામાં આપણે મ્યુઝિયમને સાકાર રૂપ સ્વરૂપ આપતા આપણે આપણી પોતાની આંખો વડે જોઈશું. મ્યુઝિયમ વડે માત્ર દેશની નવી પેઢી આદિવાસી ઇતિહાસના ગૌરવ વડે પરિચિત નહિ થાય પરંતુ તેનાથી ક્ષેત્રોમાં પર્યટનને પણ નવી ગતિ મળશે. મ્યુઝિયમ, આદિવાસી સમાજના ગીત સંગીત, કળા કૌશલ્ય, પેઢી દર પેઢી ચાલતા આવેલા હસ્તકળા ઉદ્યોગ અને શિલ્પ, તમામ વિરાસતોનું સંરક્ષણ પણ કરશે, સંવર્ધન પણ કરશે.

સાથીઓ,

ભગવાન બિરસા મુંડાએ, આપણાં અનેક અનેક આદિવાસી સેનાનીઓએ, દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. પરંતુ તેમની માટે આઝાદીનો, સ્વરાજ્યનો અર્થ શું હતો? ભારતની સત્તા, ભારત માટે નિર્ણય લેવાની અધિકાર શક્તિ ભારતના લોકો પાસે આવે, તે સ્વાતંત્ર્ય સંગ્રામનું એક સ્વાભાવિક લક્ષ્ય હતું. પરંતુ સાથે , ‘ધરતી આબાની લડાઈ, તે વિચારધારાની વિરુદ્ધ પણ હતી કે જે ભારતની, આદિવાસી સમાજની ઓળખને નેસ્તનાબૂદ કરવા માંગતી હતી. આધુનિકતાના નામ પર વિવિધતા પર હુમલો, પ્રાચીન ઓળખ અને પ્રકૃતિ સાથે છેડછાડ, ભગવાન બિરસા મુંડા જાણતા હતા કે સમાજ કલ્યાણનો રસ્તો નથી. તેઓ આધુનિક શિક્ષણના પક્ષધર હતા, તેઓ પરિવર્તનની વકીલાત કરતાં હતા, તેમણે પોતાના સમાજની કુરિતિઓની, ખામીઓની વિરુદ્ધ બોલવાનું સાહસ પણ દેખાડ્યું. અશિક્ષા, નશો, ભેદભાવ, બધાની વિરુદ્ધ તેમણે અભિયાન ચલાવ્યું, સમાજના કેટલાય યુવાનોને તેમણે જાગૃત બનાવ્યા. નૈતિક મૂલ્યો અને હકારાત્મક વિચારધારાની તાકાત હતી કે જેણે જનજાતિય સમાજની અંદર એક નવી ઊર્જા ફૂંકી દીધી હતી. જે વિદેશીઓ આપણાં આદિવાસી સમાજને, મુંડા ભાઈઓ બહેનોને પછાત માનતા હતા, પોતાની સત્તા સામે તેમને નબળા માનતા હતા, તે વિદેશી સત્તાને ભગવાન બિરસા મુંડા અને મુંડા સમાજે ઘૂંટણિયા ટેકાવી દીધા હતા. લડાઈ જડ જંગલ જમીનની હતી, આદિવાસી સમાજની ઓળખ અને ભારતની આઝાદીની હતી. અને તે એટલી શક્તિશાળી એટલા માટે હતી કારણ કે ભગવાન બિરસાએ સમાજને બાહ્ય દુશ્મનોની સાથે સાથે અંદરની નબળાઈઓ સામે લડવાનું પણ શિખવાડ્યું હતું. એટલા માટે હું સમજુ છું કે જનજાતિય ગૌરવ દિવસ, સમાજને સશક્ત કરવાના મહાયજ્ઞને યાદ કરવાનો પણ અવસર છે, વારે વારે યાદ કરવાનો અવસર છે.

ભગવાન બિરસા મુંડાનું ઉલગુલાન જીત, ઉલગુલાન જીત હારના તાત્કાલિક નિર્ણયો સુધી સીમિત, ઇતિહાસનો સામાન્ય સંગ્રામ નહોતો. ઉલગુલાન આવનારા સેંકડો વર્ષોને પ્રેરણા આપનારી ઘટના હતી. ભગવાન બિરસાએ સમાજ માટે જીવન આપ્યું, પોતાની સંસ્કૃતિ અને પોતાના દેશ માટે પોતાના પ્રાણોનો પરિત્યાગ કર્યો. એટલા માટે આજે જ્યારે આપણે દેશના વિકાસમાં ભાગીદાર બની રહેલા આદિવાસી સમાજને જોઈએ છીએ, દુનિયામાં પર્યાવરણને લઈને આપણાં ભારતનું નેતૃત્વ કરતાં જોઈએ છીએ, તો આપણને ભગવાન બિરસા મુંડાનો ચહેરો પ્રત્યક્ષ રીતે જોવા મળે છે, તેમના આશીર્વાદ આપણાં માથા પર અનુભવ કરી શકીએ છીએ. આદિવાસી હુદા રેયા, અપના દોસ્તુર, એનેમ સુંયાલ કો, સદય ગોમ્પય રકા, જોતોન: કના. કામ આજે આપણું ભારત આખા વિશ્વ માટે કરી રહ્યું છે.

સાથીઓ,

આપણાં સૌની માટે ભગવાન બિરસા એક વ્યક્તિ નહિ, એક પરંપરા છે. તેઓ જીવન દર્શનના પ્રતિરૂપ છે કે જે સદીઓથી ભારતની આત્માનો ભાગ રહ્યું છે. આપણે તેમને એમ ને એમ ધરતી આબા નથી કહેતા. જે સમયે આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ માનવતાનો અવાજ બની રહ્યા હતા, લગભગ તે સમયે ભારતમાં બિરસા મુંડા ગુલામી વિરુદ્ધ એક લડાઈનો અધ્યાય લખી ચૂક્યા હતા. ધરતી આબા ખૂબ લાંબા સમય સુધી ધરતી પર નહોતા રહ્યા. પરંતુ તેમણે જીવનના નાનકડા કાળખંડમાં દેશની માટે એક આખો ઇતિહાસ લખી દીધો, ભારતની પેઢીઓને દિશા આપી દીધી. આઝાદીના અમૃત મહોત્સવમાં આજે દેશ ઇતિહાસના આવા અગણિત પૃષ્ઠોને ફરીથી પુનર્જીવિત કરી રહ્યો છે, જેમને વિતેલા દાયકાઓમાં ભૂલાવી દેવામાં આવ્યા હતા. દેશની આઝાદીમાં એવા કેટલાય સેનાનીઓના ત્યાગ અને બલિદાન સામેલ છે, કે જેમને ઓળખ નથી મળી કે જે તેમને મળવી જોઈતી હતી. આપણે આપણાં સ્વાધીનતા સંગ્રામના તે સમયગાળાને જો જોઈએ તો કદાચ એવો કોઈ કાળખંડ હશે કે જ્યારે દેશના જુદા જુદા ભાગોમાં કોઈ ને કોઈ આદિવાસી ક્રાંતિ ના ચાલી રહી હોય! ભગવાન બિરસાના નેતૃત્વમાં મુંડા આંદોલન હોય કે પછી સંથાલ સંગ્રામ અને ખાસી સંગ્રામ હોય, પૂર્વોત્તરમાં અહોમ સંગ્રામ હોય કે પછી છોટા નાગપુર ક્ષેત્રમા કોલ સંગ્રામ અને પછી ભીલ સંગ્રામ હોય, ભારતના આદિવાસી દીકરા દીકરીઓએ અંગ્રેજી સત્તાને દરેક કાળખંડમાં પડકાર ફેંક્યો છે.

સાથીઓ,

આપણે ઝારખંડ અને સંપૂર્ણ આદિવાસી ક્ષેત્રના ઇતિહાસને જોઈએ તો બાબા તિલકા માંઝીએ અંગ્રેજો વિરુદ્ધ જોરદાર મોરચો માંડ્યો હતો. સિધ્ધો કાન્હું અને ચાંદ ભૈરવ ભાઈઓએ ભોગનાડીહથી સંથાલ સંગ્રામનું બ્યૂગલ ફૂંક્યું હતું. તેલંગા ખડિયા, શેખ ભિખારી અને ગણપત રાય જેવા સેનાની, ઉમરાવ સિંહ ટીકૈત, વિશ્વનાથ શાહદેવ, નીલાંબર પીતાંબર જેવા વીર, નારાયણ સિંહ, જતરા ઉરાંવ, જાદોન્નાગ, રાણી ગાઈડીન્લ્યુ અને રાજમોહિની દેવી જેવા નાયક નાયિકાઓ, એવા કેટલાય સ્વાધીનતા સેનાનીઓ હતા કે જેમણે પોતાનું સર્વસ્વ બલિદાન કરીને આઝાદીની લડાઈને આગળ વધારી હતી. મહાન આત્માઓના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. તેમની ગૌરવ ગાથાઓ, તેમનો ઇતિહાસ આપણાં ભારતને નવું ભારત બનાવવાની ઊર્જા આપશે. એટલા માટે દેશે પોતાના યુવાનો સાથે, ઇતિહાસકારો સાથે વિભૂતિઓ સાથે જોડાયેલ આઝાદીના ઇતિહાસને ફરી એકવાર લખવાનું આહવાહન કર્યું છે. નવયુવાનોને આગળ આવવા માટે આગ્રહ કર્યો છે. આઝાદીના અમૃતકાળમાં તેને લઈને લેખન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

હું ઝારખંડના યુવાનો અને ખાસ કરીને આદિવાસી નવયુવાનોને પણ આગ્રહ કરીશ, તમે લોકો ધરતી સાથે જોડાયેલા છો. તમે માત્ર માટીના ઇતિહાસને વાંચતાં નથી પરંતુ જુઓ સાંભળો છો અને જીવતા પણ આવ્યા છો. એટલા માટે દેશના સંકલ્પની જવાબદારી તમે પણ તમારા હાથોમાં લો. તમે સ્વાધીનતા સંગ્રામ સાથે જોડાયેલ ઇતિહાસ પર સંશોધન કરી શકો છો, પુસ્તક લખી શકો છો. આદિવાસી કળા સંસ્કૃતિને દેશના જન જન સુધી પહોંચાડવા માટે નવી ઇનોવેટિવ રીતો પણ શોધી શકો છો. હવે આપણી જવાબદારી છે કે આપણી પ્રાચીન વિરાસતને, આપણાં ઇતિહાસને નવી ચેતના આપીએ.

સાથીઓ,

ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજ માટે અસ્તિત્વ, અસ્મિતા અને આત્મનિર્ભરતાનું સપનું જોયું હતું. આજે દેશ પણ સંકલ્પને લઈને આગળ વધી રહ્યો છે. આપણે યાદ રાખવાનું છે કે વૃક્ષ ભલે ગમે તેટલું વિશાળ હોય પરંતુ તે ત્યારે છાતી ફેલાવીને ઊભું રહી શકે છે કે જ્યારે તે પોતાના મૂળ સાથે મજબૂત રીતે જોડાયેલું રહે. એટલા માટે આત્મનિર્ભર ભારત, આપણાં મૂળ સાથે જોડાયેલ રહેવું, આપણાં મૂળને મજબૂત કરવાનો સંકલ્પ છે. સંકલ્પ આપણાં બધાના પ્રયાસો વડે પૂરો થશે. મને પૂરો વિશ્વાસ છે, ભગવાન બિરસાના આશીર્વાદ વડે આપણો દેશ પોતાના અમૃત સંકલ્પોને જરૂરથી પૂરા કરશે અને સંપૂર્ણ વિશ્વને પણ દિશા દેખાડશે. હું એક વાર ફરી દેશને જનજાતિય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. અને હું દેશના વિદ્યાર્થીઓને આગ્રહ કરીશ કે જ્યારે પણ અવસર મળે તમે રાંચી જરૂર જાવ, આદિવાસીઓની મહાન સંસ્કૃતિને પ્રદર્શિત કરનાર પ્રદર્શનની મુલાકાત જરૂરથી લો. ત્યાં આગળ કઈં ને કઈં શીખવાનો પ્રયત્ન કરો. હિન્દુસ્તાનના દરેક બાળકની માટે અહિયાં ઘણું બધુ છે કે જે આપણે શીખવા સમજવાનું છે અને જીવનમાં સંકલ્પ લઈને આગળ વધવાનું છે. હું ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1772128) Visitor Counter : 448