પ્રધાનમંત્રીનું કાર્યાલય

રોમમાં જી20 શિખર સંમેલનની પૃ્ષ્ઠભૂમિમાં સ્પેનના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક

Posted On: 31 OCT 2021 9:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર, 2021ના રોજ રોમમાં જી20 શિખર સંમેલન પ્રસંગે સ્પેનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ સાથે મુલાકાત કરી હતી.

2. બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ સંબંધોનું સ્વાગત કર્યુ, જેમાં હાલમાં જ એરબસ સ્પેનથી 56 સી 295 વિમાન ખરીદવાના કોન્ટ્રાક્ટ  પર હસ્તાક્ષર સામેલ છે, જેમાંથી 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના સહયોગથી ‘મેડ ઈન ઈન્ડિયા’ હશે. તેઓ ઈ-ગતિશીલતા, સ્વચ્છ ટેકનિક, એડવાન્સ્ડ મટિરિયલ્સ અને સમુદ્રના પેટાળમાં સંશોધન જેવા નવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગનો વિસ્તાર કરવા પર સંમત થયા. પીએમ મોદીએ સ્પેનને ગ્રીન હાઈડ્રોજન, બુનિયાદી માળખા અને સંરક્ષણ ઉત્પાદનમાં રોકાણ તથા તેનાથી વિશેષ ભારતના નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન, એસેટ મોનેટાઈઝેશન પ્લાન તથા ગતિ શક્તિ પ્લાનમાં ફાયદો ઉઠાવવા માટે આમંત્રિત કર્યુ.

3. બંને નેતાઓએ આગામી સીઓપી26માં ભારત-યુરોપીયન સંઘ સંબંધો સાથે સાથએ જળવાયુ કાર્યવાહી તથા પ્રાથમિકતાઓ પર સહયોગ પર ચર્ચા કરી. તેમણે અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિક સહિત પારસ્પરિક હિતના ક્ષેત્રી. અને વેશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યુ.

4. પીએમ મોદી આગામી વર્ષે ભારતમાં પીએમ સાંચેઝનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.

SD/GP/JD



(Release ID: 1768278) Visitor Counter : 203