ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંદમાન નિકોબાર ટાપુસમૂહનાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ પરથી વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ અહીં ત્રણ ટાપુઓનાં નામ – શહીદ, સ્વરાજ અને સુભાષ રાખ્યાં છે – જ્યાંથી આગામી પેઢીઓને એવી પ્રેરણા મળી શકશે કે દેશ આઝાદ થયો છે અને નેતાજી, વીર સાવરકર અને અનેક જાણ્યાં-અજાણ્યાં શહીદોના સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરવાની જવાબદારી યુવા પેઢીની અને આપણી છે

જ્યારે દેશમાં આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે એના માધ્યમથી અમે બાળકો અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગ્રત કરવા ઇચ્છીએ છીએ, જેથી તેઓ નવા અને મહાન ભારતનું નિર્માણ કરી શકે

મોદીજીએ ભારતને દુનિયામાં મહાન બનાવીને એને ઉચિત સ્થાન અપનાવવાનું સ્વપ્ન સેવ્યું છે, જેને સાકાર કરવાની દિશામાં આપણી નવી પેઢી અગ્રેસર છે

વર્ષ 1943માં ભારતનાં આ જ ભાગને બે વર્ષ માટે અંગ્રેજોની જંજીરોમાંથી મુક્ત કરાવવાનું કામ નેતાજી સુભાષચંદ્ર બોઝે કર્યું હતું

દેશના તમામ દેશભક્તો, ખાસ કરીને યુવા પેઢી માટે, આ અતિ મહત્વપૂર્ણ સ્થાન બની જવું જોઈએ, કારણ કે અહીં પહેલીવાર નેતાજીએ તિરંગો લહેરાવ્યો હતો

આંદમાન નિકોબાર આઝાદીના આંદોલનનું મહત્વપૂર્ણ યાત્રાધામ છે, દેશના દરેક યુવાનોએ કાળા પાણીની સજાની યાતનાઓને અહીં આવીને જોવી, જા

Posted On: 16 OCT 2021 7:29PM by PIB Ahmedabad

અત્યારે આપણે જે ભારતીય ગણરાજ્યમાં રહીએ છીએ, એ માટે આપણે સરદાર પટેલના આભારી છીએ. જો સરદાર પટેલ ન હોત, તો દેશના 550થી વધારે રજવાડાને એક કરવાનું શક્ય નહોતું. સરદારસાહેબે આ ભગીરથ કાર્ય એકથી દોઢ વર્ષમાં પૂરું કરી દીધું હતું

 

અત્યારે કેવડિયામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ નરેન્દ્ર મોદીજીના શાસનકાળમાં થયું છે, જેને જોવા દુનિયાભરમાંથી પર્યટકો આવે છે

 

જ્યાં સુભાષબાબુએ તિરંગો લહેરાવ્યો હતો, ત્યાં જ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર મોદીજીએ એક બહુ મોટો તિરંગો લગાવીને એને એક બહુ મોટું પર્યટનસ્થળ પણ બનાવ્યું છે અને દેશભક્તિ જાગ્રત કરવા એક ઊર્જાકેન્દ્ર પણ બની ગયું છે

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુભાષબાબુના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ સ્વરૂપે દેશભરમાં ઉજવવાની જાહેરાત પણ કરી છે

 

મણિપુર લાંબા સમય સુધી અંગ્રેજોના કબ્જામાં રહ્યું, પણ મણિપુરના સ્વતંત્રતા સેનાનીઓએ હંમેશા તેમના દાંત ખાટા કરે એવી લડાઈ લડી હતી

 

મહારાજા કુલચંદ્ર ધ્વજસિંહ અને 22 સ્વતંત્રતા સેનાનીઓને કાળા પાણીની સજા આપવામાં આવી હતી અને તેમને એક ટાપુ માઉન્ટ હેરિયર પર મોકલી દેવામાં આવ્યાં હતાં. તેમની યાદમાં આપણે માઉન્ટ હેરિયટને માઉન્ટ મણિપુર નામ આપીને તેમના યોગદાનને બિરદાવવાનું કામ કર્યું છે

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા દેશ માટે લડનાર સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરવાનું કામ કર્યું છે. જ્યારે વર્ષ 2014માં મોદી સરકાર સત્તામાં આવી હતી, ત્યારે વર્ષોથી આપણી સેનાઓ વન રેન્ક, વન પેન્શનની માંગણી કરતી હતી એને પૂર્ણ કરી. અગાઉની કોઈ સરકારોએ આ માંગણી પૂરી કરી નહોતી

 

નરેન્દ્ર મોદી સરકારે સત્તા સંભાળ્યા પછી તરત વન રેન્ક, વન પેન્શનની માંગણી પૂરી કરવાનું કામ કર્યું હતું. એમાં રૂપિયા પૈસાનો સવાલ નથી, પણ જે લોકો દેશનું રક્ષણ કરે છે તેમની ચિંતા દેશની સરકાર કરે છે એ ભાવના વ્યક્ત કરવાનો સવાલ છે

 

જેઓ પોતાના જીવનના સોનેરી વર્ષો દેશની સરહદો પર માઇનસ 43 ડિગ્રી સે.થી લઈને 43 ડિગ્રી સે. તાપમાનમાં પસાર કરે છે, જેઓ દરિયાઓ અને હવાઓમાં રહે છે, તેમના પરિવારજનોને ખબર પડવી જોઈએ કે, આપણા પરિવારનો દિકરો, પતિ કે પિતા દેશનું રક્ષણ કરે છે તો દેશ પણ તેમની ચિંતા કરે છે. આ જ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાનું કામ શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે

 

આંદમાન અને નિકોબાર ટાપુસમૂહમાં 299 કરોડ રૂપિયાની 14 યોજનાઓનું ઉદ્ગાટન થયું છે અને 643 કરોડ રૂપિયાની 12 યોજનાઓનું શિલારોપણ થયું છે. મોદી સરકાર આંદમાન ટાપુના નાનાં વિસ્તારમાં લગભગ 1,100 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યોની આજે શરૂઆત કરી રહી છે

 

આજે જે સેતુનું લોકાર્પણ થયું છે એનું નામ મોદી સરકારે આઝાદ હિંદ ફોજ રાખવાનો નિર્ણય લીધો છે. આ સેતુ પરથી પસાર થનાર દરેક વ્યક્તિ નેતાજીના 35,000 કિલોમીટરના પ્રવાસ, તેમના અપ્રતિમ સાહસ અને પરાક્રમને હંમેશા શ્રદ્ધાંજલિ આપીને એક છેડેથી બીજા છેડે જશે

 

એક આયુષ હોસ્પિટલ બની છે અને 49 વેલનેસ સેન્ટર કમ હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યાં છે, 75 વર્ષથી આ મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવામાં આવી નહોતી. મને આનંદ છે કે, નરેન્દ્ર મોદી સરકારે એને સમજીને આજે એનું સમાધાન કર્યું છે

 

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે આંદમાન નિકોબાર ટાપુસમૂહના નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુમાંથી વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો. શ્રી અમિત શાહે રાની લક્ષ્મીબાઈ ટાપુ, શહીદ ટાપુ ઇકો ટૂરિઝમ પ્રોજેક્ટ, સ્વરાજ ટાપુ વોટર એરોડ્રામ અને અન્ય વિકાસલક્ષી યોજનાઓનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું. આ પ્રસંગે આંદમાન અને નિકોબાર ટાપુસમૂહના ઉપરાજ્યપાલ એડમિરલ (નિવૃત્ત) ડી કે જોશી અને કેન્દ્રીય ગૃહ સચિવ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રી અમિત શાહે આ પ્રસંગે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, અહીં આવીને તેઓ રોમાંચ અનુભવી રહ્યાં છે અને આ લાગણી સ્વાભાવિક છે, કારણ કે વર્ષો સુધી દેશના સ્વતંત્રતાસેનાનીઓએ અંગ્રેજો સામે લડાઈ લડી હતી અને આપણને વર્ષ 1947માં આઝાદી મળી હતી. પણ વર્ષ 1943માં જ ભારતના આ વિસ્તારને બે વર્ષ માટે અંગ્રેજોની બેડીઓમાંથી મુક્ત કરાવવાનું યાદગાર કામ નેતાજી સુભાષચંદ્ર બોઝે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશના તમામ દેશભક્તો, ખાસ કરીને યુવા પેઢી માટે, આ અતિ મહત્વપૂર્ણ સ્થાન બનવું જોઈએ, કારણ કે અહીં જ પહેલી વાર નેતાજીએ બે રાત પસાર કરી હતી અને અહીં જ સૌપ્રથમ વાર નેતાજીએ તિરંગો લહેરાવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, અત્યારે દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને એનો આશય બાળકો અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગ્રત કરવાનો છે. એના આધારે જ તેઓ નવા અને નવા ભારતના નિર્માણમાં સામેલ થશે અને મોદીજીએ દુનિયામાં ભારતને મહાન બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે, દુનિયામાં આપણા દેશને ઉચિત સ્થાન અપાવવાનું સ્વપ્ન જોયું છે, એને સાકાર કરવા આપણી નવી પેઢીને દિશા મળશે, અગ્રેસર થશે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આંદમાન નિકોબાર દેશની આઝાદીના આંદોલનમાં યાત્રાધામ છે અને દેશના દરેક યુવાનો કાળા પાણીની સજા ભોગવનાર આપણા સ્વતંત્રતા સેનાનીઓની પીડા, વેદના કે યાતનાઓને જાણવી, સમજવી જોઈએ. જ્યાં વીર સાવરકર દસ વર્ષ રહ્યા હતાં, ભાઈ પરમાનંદ રહ્યાં હતાં, સાન્યાલજી રહ્યાં હતાં - આ સેલ્યુલર જેલનેદેશની યુવા પેઢી એકવાર જોશે, જાણશે અને અનુભવશે, તો તેમને ખબર પડશે કે જે આઝાદ ભારતમાં આપણે શ્વાસ લઈ રહ્યાં છીએ, એના માટે આપણા શહીદોએ, સ્વતંત્રતાના નાયકોએ કેટલી મોટી કિંમત ચુકવી છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી તમે સેલ્યુલર જેલની મુલાકાત લઈને અહીંની યાતનાઓને જુઓ-જાણો-સમજો નહીં, ત્યાં સુધી તમને સમજાશે જ નહીં કે આપણા રાષ્ટ્રનાયકો ઘોર યાતનાઓ સહન કરીને પણ આઝાદી માટે લડતાં રહ્યાં હતાં.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, જ્યારે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે અહીં આવતા પ્રેરણાની અનુભૂતિ થાય છે. અહીંની હવાઓમાં આજે પણ વીર સાવરકર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના સંદેશનો પડઘો સંભળાય છે. તેમણે દેશભરના યુવાનોને અપીલ કરી હતી કે, તેઓ એક વાર આંદમાન નિકોબારની મુલાકાત જરૂર લે અને આઝાદીની લડાઈના આ યાત્રાધામને જરૂર જુએ. શ્રી શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ અહીં ત્રણ ટાપુઓનું નામ શહીદ, સ્વરાજ અને સુભાષ રાખ્યું છે, જેનાથી આગામી પેઢીઓને પ્રેરણા મળી શકે કે હવે દેશ આઝાદ થઈ ગયો છે અને નેતાજી, સાવરકર અને અનેક જાણ્યાં-અજાણ્યાં શહીદોના સ્વપ્નોના ભારતનું નિર્માણ કરવાની જવાબદારી યુવા પેઢી અને આપણી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણને આઝાદી માટે લડવાની તક મળી નથી, પરંતુ દેશ માટે જીવવાની તક આપણી પાસેથી કોઈ છીનવી ન શકે અને આપણા જીવનને આપણે ભારતના વિકાસ, પ્રગતિ અને ગૌરવ માટે સમર્પિત કરવા ઇચ્છે તો આપણને કોઈ રોકી ન શકે – આ જ આઝાદીના અમૃત મહોત્સવનો લક્ષ્યાંક છે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને સુભાષજીની 125મી જન્મજયંતિના વર્ષની ઉજવણી પણ થઈ રહી છે. આ પાવન વર્ષમાં હું અહીં આવ્યો છું, જ્યાં 30 ડિસેમ્બર, 1943ના રોજ સુભાષબાબુએ આઝાદ ભારતની મુક્ત હવામાં શ્વાસ લઈને તિરંગો લહેરાવ્યો હતો. આઝાદીના આંદોલનના ઇતિહાસના તેજસ્વી ધ્રુવતારક સુભાષબાબુને જેટલું મહત્વ મળવું જોઈએ, તેઓ જેટલા મહત્વના હકદાર છે, એટલું મહત્વ મળ્યું નથી. વર્ષો સુધી દેશમાં આઝાદીના અનેક જાણીતા સ્વતંત્રતા સેનાનીઓના પ્રદાનની ઉપેક્ષા કરવાનો પ્રયાસ થયો. પણ હવે સમય આવી ગયો છે કે તમામને ઇતિહાસમાં ઉચિત સ્થાન મળે, જેમણે દેશની આઝાદી કાજે યોગદાન આપ્યું હતું, બલિદાન આપ્યું હતું, જેમણે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હતું, તેમને ઇતિહાસમાં ગૌરવયુક્ત સ્થાન મળવું જોઈએ. એટલે જ આ ટાપુનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પર રાખવાનું કામ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, સરદાર પટેલ સાથે પણ આવો જ અન્યાય થયો હતો. અત્યારે આપણે જે ભારતીય ગણરાજ્યમાં રહીએ છીએ, એ ગણરાજ્યની કલ્પના સરદાર વિના થઈ ન શકે. તેમણે ફક્ત એકથી દોઢ વર્ષમાં 550થી વધારે નાનાંમોટા રજવાડાઓને એક કરવાનું ભગીરથ કામ કર્યું હતું. જો સરદાર પટેલે આ કામ પાર પાડ્યું ન હોત, તો વર્તમાન ભારતનું અસ્તિવ ન હોત. અંગ્રેજોએ તમામ રજવાડાઓને આઝાદી આપી દીધી હતી. તેમને ભારત કે પાકિસ્તાન સાથે સામેલ થવાની કે સ્વતંત્ર રહેવાનો અધિકાર આપ્યો હતો. પણ આ તમામ રજવાડાઓને ભારત સાથે જોડવાનું અને મજબૂત ભારતનું નિર્માણ કરવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. આઝાદી પછી સરદારસાહેબ જે સન્માન, જે ગૌરવના અધિકારી હતા, તે તેમને મળ્યું નહોતું. પણ ઇતિહાસનો સ્વભાવ પુનરાવર્તનનો છે. કોઈને સાથે તમે ગમે એટલો અન્યાય કરો, પણ વ્યક્તિનું પ્રદાન ક્યારેય વિસરાઈ ન શકે. અત્યારે કેવડિયામાં સરદાર સાહેબની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમાનું નિર્માણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તામાં આવીને તરત કર્યું હતું, જેને જોવા અત્યારે દુનિયાભરના પર્યટકો આવે છે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, સુભાષબાબુ અને સરદાર પટેલ – આઝાદીના આંદોલનના બે મહાન વ્યક્તિત્વ હતા. આજે સુભાષબાબુને દેશ સંપૂર્ણ સન્માન સાથે યાદ કરે એવી વ્યવસ્થઆ અહીં અમે ઊભી કરવાના છીએ અને એટલે જ જ્યાં સુભાષબાબુએ તિરંગો લહેરાવ્યો હતો, ત્યાં જ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર મોદીજીએ એક બહુ મોટો તિરંગો લહેરાવીને એક બહુ મોટું પર્યટનસ્થળ પણ બનાવ્યું છે. આ સ્થાન દેશભક્તિ જાગ્રત કરવા એક ઊર્જાનું કેન્દ્ર પણ બની ગયું છે. આગામી દિવસોમાં અમે આ ટાપુનો વિકાસ પણ કરવાના છીએ અને સુભાષબાબુનું એક ભવ્ય સ્મારક અહીં બને એવી વ્યવસ્થા કરવાના છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુભાષબાબુના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત પણ કરી છે અને દેશભરની તમામ સરકારો અને કેન્દ્ર સરકાર પરાક્રમ દિવસની ઉજવણી કરી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, સુભાષબાબુ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે આઈસીએસની પરીક્ષા પાસ કરી હતી. એ જમાનામાં આઈસીએસ એટલે એશોઆરામની સુનિશ્ચિતતા. પણ સુભાષબાબુએ એક અલગ ઉદ્દેશ સાથે અભ્યાસ કર્યો હતો. તેમણે આઈસીએસની પરીક્ષા અંગ્રેજોની નોકરી કરવા માટે પાસ કર નહોતી, પણ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી કઈ રીતે મુક્ત કરી શકાય એ સમજવા માટે અભ્યાસ કર્યો હતો. તેમણે આઈસીએસની પરીક્ષામા ટોચનું સ્થાન મેળવ્યાં પછી પણ અંગ્રેજોની નોકરી સ્વીકારી નહોતી. તેઓ રાજનીતિમાં આવ્યાં, કલકત્તાના મેયર બન્યાં, બે વાર કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં. પછી કોંગ્રેસની કાર્યશૈલીમાં મતભેદો થયા. કોંગ્રેસનો ત્યાગ કર્યો અને ફોરવર્ડ બ્લોક નામના અલગ રાજકીય પક્ષની સ્થાપના કરી. તેમણે આઝાદીના આંદોલનમાં એક નવા પ્રકરણની શરૂઆત કરી. જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો પરાજયની અણી પર હતાં, ત્યારે સુભાષબાબુ કલકત્તામાં તેમના ઘરમાં નજરકેદ હતા.  ત્યાંથી ગ્રેટ એસ્કેપ નામની એક સફર શરૂ થઈ. કલકત્તાથી પેશાવર, પેશાવરથી મોસ્કો અને ત્યાંથી બર્લિન – સુભાષબાબુએ 7275 કિલોમીટરની સફર ગાડીમાં ખેડી. તેમના મનમાં દેશપ્રેમની જ્યોત પ્રજ્જવલિત હતી. તેઓ સ્વરાજ્ય મેળવવા ઇચ્છતાં હતાં, દેશવાસીઓ અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી મુક્તિ કરાવવા ઇચ્છતાં હતાં. એટલે તેઓ અંગ્રેજોએ ઊભા કરેલા તમામ અવરોધોને પાર કરીને બર્લિન પહોંચ્યાં. સુભાષબાબુએ જર્મનીથી ઇન્ડોનેશિયા, ત્યાંથી જાપાન અને પછી સિંગાપોર સુધી 27,000 કિલોમીટરની સફર સબમરિનમાં કરી હતી. દેશને સ્વતંત્ર કરાવવા માટે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી, રેડિયો સ્ટેશન ઊભું કર્યું અને આ જ ટાપુ પર આઝાદ હિંદ ફોજ દ્વારા સ્વતંત્ર ભારતની સરકારની ઘોષણા જાપાનમાં કરીને એ માન્યતા અપાવી હતી. એ સમયે કહેવાતું હતું કે, અંગ્રેજોનાં શાસનમાં સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી. પણ સુભાષબાબુએ અંગ્રેજો સામે અવિરત સંઘર્ષ કરીને તેમણે આઝાદી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આપણે સુભાષબાબુના પ્રયાસોને ક્યારેય વિસરી ન શકીએ, સુભાષબાબુની દેશભક્તિને આપણે ઉતરતા દરજ્જાની ગણી ન શકીએ, આઝાદીના ઇતિહાસમાં તેમને ગૌરવપૂર્ણ સ્થાન મળવું જ જોઈએ, તેમના વ્યક્તિત્વમાંથી હજારો વર્ષો સુધી આગામી પેઢીઓ પ્રેરણા મેળવશે, આ પ્રકારની સ્મૃતિને જાળવીને સુભાષબાબુને તેમનું ઉચિત સ્થાન આપવાનો નિર્ણય મોદીજીએ કર્યો છે. તેમની યાદીમાં સિક્કો રજૂ કરવાનો, તેમના જન્મદિવસને પરાક્રમ દિવસ સ્વરૂપે ઉજવવાનો, સુભાષબાબુએ જે જગ્યાએ તિરંગો લહેરાવ્યો હતો, ત્યાં જ તિરંગો લહેરાવીને, આ ટાપુને સુભાષચંદ્ર બોઝ ટાપુ નામ આપીને તેમને કાર્યોને શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે. આગામી અનેક પેઢીઓ સુભાષબાબુને વિસરી નહીં શકે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પર આજે એક વધુ મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, મણિપુરની 1857ની ક્રાંતિ અને 1891માં સંપૂર્ણ પૂર્વોત્તરમાં અંગ્રેજોને રોકવાનું મહત્વપૂર્ણ યોગદાન છે. મણિપુરે ક્યારેય હાર માની નથી અને ત્યાં લોકોએ સતત લડત ચલાવી છે. મણિપુર એક એવું રાજ્ય હતું, જેણે પોતાના બંધારણનો અમલ શરૂ કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, મણિપુર લાંબા સમય સુધી અંગ્રેજોના કબ્જામાં રહ્યું હતું તેમ છતાં મણિપુરના સ્વંતત્રતાસેનાનીઓએ હંમેશા અંગ્રેજોના દાંત ખાટા કરતી લડાઈ લડી હતી. મણિપુરના યુદ્ધના નાયક યુવરાજ ટિકેન્દ્રજીત અને જનરલ થંગલને ઇમ્ફાલના ફીદામાં જાહેરમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યાં હતાં. અંગ્રેજો માનતા હશે કે ફાંસી આપીને તેમણે આઝાદીના આંદોલનને કચડી નાંખ્યું છે, પણ એવું ન થયું. ત્યારબાદ મહારાજા કુલચંદ્ર ધ્વજસિંહ અને 22 સ્વતંત્રતા સેનાનીઓને કાળા પાણીની સજા કરવામાં આવી હતી તથા તેમને અહીં એક ટાપુ માઉન્ટ હેરિયટ પર કેદ કરવામાં આવ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, આજે તેમની સ્મૃતિમાં આપણે માઉન્ટ હેરિયટને મણિપુર નામ આપીને તેમના યોગદાનને બિરદાવવા ઇચ્છીએ છીએ. શ્રી શાહે ઉમેર્યું હતું કે, મણિપુર સરકાર અહીં એક સારું સ્મારક બનાવવા પણ ઇચ્છે છે. આ સ્મારક દેશભરના પર્યટકો, યુવાનો અને નવી પેઢીને પ્રેરણા આપશે કે કઈ રીતે મર્યાદિત સંસાધનો સાથે પણ લડાઈ લડી શકાય છે. એવી લડાઈ જેમાં હાર નક્કી હતી અને એ પણ નક્કી હતું કે, ફાંસીની સજા થશે અથવા કાળા પાણીની સજા. છતાં તેઓ લડ્યાં, શહીદ થયા અને જે લોકો બચી ગયા તેમણે અહીં આવીને કાળા પાણીની સજા કાપી હતી. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આઝાદીના એ જુસ્સાએ જ આપણને આઝાદ હિંદુસ્તાનની ભેટ ધરી છે અને આપણે તેમને ક્યારેય વિસરી ન શકીએ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા દેશની આઝાદી માટે લડનાર સ્વતંત્રતાસેનાનીઓનું સન્માન કરવાનું કામ કર્યું છે. જ્યારે મોદી સરકાર વર્ષ 2014માં સત્તામાં આવી હતી, ત્યારે સૌપ્રથમ વર્ષોથી આપણી ત્રણ સેનાઓની વન રેન્ક, વન પેન્શની માંગણી પૂર્ણ કરવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એમાં રૂપિયા પૈસાનો સવાલ નથી, પણ જે લોકો દેશનું રક્ષણ કરે છે, તેમની ચિનંતા દેશની સરકાર કરે છે એ ભાવનાનો સવાલ છે. જે લોકો પોતાના જીવનના સોનેરી વર્ષો દેશી સરહદ પર માઇનસ 43 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી તાપમાનમાં પસાર કરે છે, જેઓ દરિયાઓ અને હવાઓમાં રહીને આપણા દેશનું રક્ષણ કરે છે, તેમના પરિવારોને જાણ હોવી જોઈએ આપણા પરિવારનો દિકરો, પિતા કે પતિ દેશનું રક્ષણ કરે છે અને એટલે જ સરકાર તેમની ચિંતા કરે છે. આ ભાવનાના મૂર્ત સ્વરૂપ આપવાનું કામ શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, આજે આંદમાન અને નિકોબારના ટાપુઓમાં 299 કરોડ રૂપિયાની 14 યોજનાઓનું ઉદ્ઘાટન અને 643 કરોડ રૂપિયા 12 યોજનાઓનું શિલારોપાણ થયું છે. મોદી સરકાર આંદમાન ટાપુના નાના વિસ્તાર લગભગ 1,000 કરોડ રૂપિયાના વિકાસના કામની આજે શરૂઆત થઈ રહી છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આજે જે સેતુનું લોકાર્પણ થયું છે એને મોદી સરકાર આઝાદ હિંદ ફોજ બ્રિજ નામ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સેતુ પરથી પસાર થનાર દરેક વ્યક્તિ નેતાજીના 35,000 કિલોમીટરના પ્રવાસ, તેમના સાહસ અને પરાક્રમને હંમેશા શ્રદ્ધાંજલિ આપીને એક છેડેથી બીજા છેડા સુધી જશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, જળનો પુરવઠો, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે જે કામ થયા છે એ ત્રણ સ્વાસ્થ્ય સાથે સંબંધિત મહત્વપૂર્ણ ચીજો છે. શુદ્ધ અને સ્વચ્છ જળ, સ્વચ્છતા અને સ્વાસ્થ્યની સારસંભાળ તથા તકેદરી રાખવી અતિ જરૂરી છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, હૃદયરોગીઓ માટે એક નવી સુવિધા શરૂ કરી છે, જેમાં એન્જિયોપ્લાસ્ટી પણ થઈ જશે અને પેસમેકર પણ લગાવી શકાશે. એની સાથ સાથે અહીં એક આયુષ હોસ્પિટલ પણ બની છે અને 49 વેલનેસ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, 75 વર્ષોથી આ જરૂરિયાતને પૂરી કરવામાં આવી નથી. મને બહુ આનંદ છે કે, નરેન્દ્ર મોદીની સરકાર એની ચિંતા કરીને આજે આ સમસ્યાનું સમાધાન કરવા જઈ રહી છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, હું આજે એક હવાઈ સર્વેક્ષણ કરીને પણ આવ્યો છું અને મનમાં થોડા સંકલ્પ પણ કર્યા છે. અહીંનું વહીવટી સ્વરૂપ પૂર્ણ થયા પછી એની ઘોષણા જરૂર થશે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આંદમાન અને નિકોબાર ટાપુઓનો સમૂહ સ્વતંત્રતાના ચાહકો માટે મહાતીર્થ છે અને હવે યુવા પેઢી માટે તીર્થધામ બને એ પ્રકારની તમામ ઉત્કૃષ્ટ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવાનો અમે નિર્ણય અને સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સુભાષ બાબુની કીર્તિ અને પરાક્રમને આ દેશ યુગો યુગો સુધી યાદ કરશે. આ માટે પણ અમે આંદમાન અને નિકાબોરામાં તેમનું એક સ્મારક બનાવીશું.

 

 


(Release ID: 1764416) Visitor Counter : 464