ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલય ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા ભારત આવનારા વિદેશીઓને 15 ઓક્ટોબરથી નવા પર્યટન વિઝા આપવાનું શરૂ કરશે
ચાર્ટર્ડ વિમાનો ઉપરાંત અન્ય ફ્લાઈટ્સથી ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ 15 નવેમ્બરથી નવા પ્રવાસી વિઝા મેળવવામાં સક્ષમ થશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિર્દેશિત તમામ કોવિડ-19 પ્રોટોકોલ તેમજ માપદંડોનું પાલન વિદેશી પ્રવાસીઓ, તેમને ભારત લાવનારા વિમાનો અને લેન્ડિંગ સ્ટેશનો પર ઉપસ્થિત અન્ય લોકોએ કરવાનું રહેશે
Posted On:
07 OCT 2021 5:43PM by PIB Ahmedabad
કોવિડ-19 મહામારીના કારણે વિદેશી લોકોને અપાયેલા સમસ્ત વિઝા ગત વર્ષે સસ્પેન્ડ કરી દેવાયા હતા. એટલું જ નહીં, કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર અનેક અન્ય પ્રતિબંધો લગાવી દેવાયા હતા. જો કે, કોવિડ-19ની તાજેતરની સ્થિતિ પર વિચાર કર્યા પછી વિદેશી લોકોને ભારતમાં પ્રવેશ કરવા અને રોકાવા માટે પ્રવાસી વિઝા ઉપરાંત કોઈપણ પ્રકારના અન્ય ભારતીય વિઝા પ્રાપ્ત કરવાની અનુમતિ આપવામાં આવી.
જો કે, વિદેશી પ્રવાસીઓને ભારત આવવાની અનુમતિ આપવા માટે ગૃહ મંત્રાલયને અનેક રાજ્ય સરકારોની સાથે-સાથે પ્રવાસન ક્ષેત્રના વિવિધ હિતધારકોની તરફથી પ્રવાસી વિઝા પણ આપવાનું શરૂ કરવા માટે સતત આવેદન પ્રાપ્ત થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે તમામ મુખ્ય હિતધારકો જેમકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, પ્રવાસન મંત્રાલય અને એ રાજ્ય સરકારો સાથે પરામર્શ કર્યો જ્યાં વિદેશી પ્રવાસીઓનાં આવવાની આશા છે.
વિવિધ સૂચનો પર ધ્યાન આપ્યા પછી ગૃહ મંત્રાલયે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા ભારત આવનારા વિદેશી લોકોને 15 ઓક્ટોબર, 2021થી નવા પ્રવાસી વિઝા આપવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ચાર્ટર્ડ વિમાનો ઉપરાંત અન્ય ફ્લાઈટ્સથી ભારતમાં પ્રવેશ કરનારા વિદેશી પ્રવાસીઓ આગામી 15 નવેમ્બર, 2021થી નવા પ્રવાસી વિઝા મેળવવામાં સક્ષમ થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સમયાંતરે નિર્દેશિત કરવામાં આવેલા તમામ કોવિડ-19 પ્રોટોકોલ તેમજ માપદંડોનું પાલન વિદેશી પ્રવાસીઓ, તેમને ભારત લાવનારા વિમાનો અને લેન્ડિંગ સ્ટેશનો પર ઉપસ્થિત અન્ય લોકોએ કરવાનું રહેશે.
આ સાથે જ કોવિડ-19 સાથે સંકળાયેલ વર્તમાન સમગ્ર સ્થિતિને જોતા વિઝા તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર લગાવેલા પ્રતિબંધોમાં વધુ ઢીલ આપી દેવાઈ છે.
(Release ID: 1761868)
Visitor Counter : 673