પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં મકાન ધરાશાયી થવાના કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો; પીડિતો માટે પીએમએનઆરએફ તરફથી અનુગ્રહ રાશિને મંજૂરી

પોસ્ટેડ ઓન: 07 OCT 2021 1:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલાગવીમાં એક મકાન ધરાશાયી થવાના કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) માંથી અનુગ્રહ રાશિને પણ મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"કર્ણાટકના બેલાગવીમાં એક મકાન ધરાશાયી થવાને કારણ થયેલ મૃત્યુ એ દુ:ખદ છે. દુ:ખની આ ઘડીમાં શોકગ્રસ્ત સ્વજનો પ્રત્યે મારી સંવેદના. પીએમએનઆરએફ તરફથી પ્રત્યેક મૃતકોના પરિવારજનને 2 લાખ રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi "

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1761713) મુલાકાતી સંખ્યા : 263