પ્રધાનમંત્રીનું કાર્યાલય

એક્સ્પો 2020 દુબઇમાં ભારતીય પેવેલિયનને પ્રધાનમંત્રીનો સંદેશ


“આ એક્સ્પો UAE અને દુબઇ સાથે આપણા ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનું વધુ નિર્માણ કરવામાં અને ઘણો ઉપયોગી થશે”

“આ એક્સ્પો સદીમાં એકાદ વખત આવતી મહામારી સામે માનવજાતના દૃઢ મનોબળનો પૂરાવો છે”

“ભારત તમને મહત્તમ વિકાસ આપે છે. વ્યાપકતામાં વિકાસ, મહત્વાકાંક્ષામાં વિકાસ, પરિણામોમાં વિકાસ. ભારત પધારો અને વિકાસ ગાથાનો હિસ્સો બનો”

“અમારો આર્થિક વિકાસ વારસાગત ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સના સંયોજનથી સંચાલિત છે”

“છેલ્લા સાત વર્ષમાં, ભારત સરકારે આર્થિક વિકાસને વેગવાન કરવા માટે કેટલાય સુધારા હાથ ધર્યા છે. આ વલણને એકધારું જાળવી રાખવા માટે અમે હજુ ઘણું કરીશું”

Posted On: 01 OCT 2021 8:53PM by PIB Ahmedabad

એક્સ્પો 2020 દુબઇમાં ભારતીય પેવેલિયનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંદેશ દરમિયાન આ એક્સ્પોને ઐતિહાસિક ગણાવીને કહ્યું હતું કે, મધ્યપૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં યોજાનારો આ પ્રથમ એક્સ્પો છે. મને ખાતરી છે કે, UAE અને દુબઇ સાથે આપણા ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનું વધુ આગળ નિર્માણ કરવા માટે આ એક્સ્પો ઘણો ઉપયોગી થશે. પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ અને અબુધાબીના રાજા મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદ બિન અલ ન્હાયન, UAEના પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તેમજ દુબઇના રાજા શેખ મોહંમદ બીન રશીદ અલ મક્તૌમનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ ન્હાયનને પણ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં જે પ્રગતિ પ્રાપ્ત થઇ છે તેમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે હું તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે તત્પર છુ.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, એક્સ્પો 2020ની મુખ્ય થીમ છે: મનને જોડવા, ભવિષ્યનું નિર્માણ કરવું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, અમે જ્યારે નવા ભારતનું સર્જન કરવાની દિશામાં આગળ વધીએ ત્યારે આ થીમની આ ભાવના ભારતના પ્રયાસોમાં જોવા મળે છે. આ એક્સ્પો સદીમાં એકાદ વખત આવતી મહામારી સામે માનવજાતના દૃઢ મનોબળનો પૂરાવો છે.

ભારતના પેવેલિયનની થીમ નિખાલતા, તક અને વિકાસનો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આજનું ભારત દુનિયામાં સૌથી વધારે મુક્ત અને નિખાલસ દેશોમાંથી એક છે, તે શીખવા માટે નિખાલસ છે, દૃશ્ટિકોણ માટે નિખાલસ છે, રોકાણ માટે નિખાલસ છે. પ્રધાનમંત્રીએ રોકાણકારોને આમંત્રણ પાઠવતા જણાવ્યું હતું કે, ભારત તમને મહત્તમ વિકાસ પણ આપે છે. વ્યાપકતામાં વિકાસ, મહત્વાકાંક્ષામાં વિકાસ, પરિણામોમાં વિકાસ. ભારત પધારો અને અમારી વિકાસ ગાથાનો હિસ્સો બનો.

ભારતની જીવંતતા અને વિવિધતા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કૌશલ્યનું પાવરહાઉસ છે અને ટિપ્પણી કરી હતી કે, ભારત ટેકનોલોજી, સંશોધન અને આવિષ્કારની દુનિયામાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારો આર્થિક વિકાસ વારસાગત ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સના સંયોજનથી સંચાલિત છે. ભારતનું પેવેલિયન આ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ રજૂઆત કરશે. છેલ્લા સાત વર્ષમાં ભારત સરકારે અર્થતંત્રની વૃદ્ધિને વેગવાન કરવા માટે સંખ્યાબંધ સુધારા હાથ ધર્યા છે. તેમણે ઉમર્યું હતું કે, અમે આ વલણને એકધારું જાળવી રાખવા માટે હજુ ઘણું કરીશું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1760151) Visitor Counter : 226