આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
મંત્રીમંડળે નીમચ-રતલામ રેલવે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી
યોજનાની કુલ અંદાજિત કિંમત રૂ. 1,095.88 કરોડ હશે અને તેની વધારાની / પૂર્ણ કરવાની કિંમત રૂ. 1,184.67 કરોડ છે
પ્રથમ વર્ષથી 5.67 મિલિયન ટન વાર્ષિક વધારાનો નૂર ટ્રાફિક અપેક્ષિત છે જે 11મા વર્ષમાં વધીને 9.45 મિલિયન ટન વાર્ષિક થશે
Posted On:
29 SEP 2021 3:57PM by PIB Ahmedabad
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ નીમચ-રતલામ રેલવે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી છે. યોજનાની કુલ અંદાજિત કિંમત રૂ. 1,095.88 કરોડ હશે અને તેની વધારાની / પૂર્ણ કરવાની કિંમત રૂ. 1,184.67 કરોડ છે. લાઇનની બમણી કરવાની કુલ લંબાઈ 132.92 કિમી છે. આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ થશે.
નીમચ-રતલામ વિભાગની લાઇન ક્ષમતાનો ઉપયોગ જાળવણી બ્લોક્સ સાથે 145.6% સુધી છે. પ્રોજેક્ટ રૂટ વિભાગ મેન્ટેનન્સ બ્લોક વગર પણ મહત્તમ ક્ષમતાથી વધુ સંતૃપ્ત થઈ ગયો છે. સિમેન્ટ કંપનીઓના કેપ્ટિવ પાવર પ્લાન્ટ માટે મુખ્ય અંદરની નૂર કોલસો છે. નીમચ – ચિત્તોડગઢ વિસ્તારમાં સિમેન્ટ ગ્રેડના ચૂનાના પથ્થરની વિશાળ થાપણોની ઉપલબ્ધતાને કારણે નવા સિમેન્ટ ઉદ્યોગો આવવાના કારણે સેક્શન પર પરિવહન વધુ વધશે.
નીમચ-રતલામ વિભાગને ડબલ કરવાથી વિભાગની ક્ષમતામાં વધારો થશે. આમ, સિસ્ટમ પર વધુ માલ અને પેસેન્જર ટ્રેનો શરૂ કરી શકાશે. સિમેન્ટ ઉદ્યોગોની નિકટતાને કારણે, પહેલા વર્ષથી વાર્ષિક 5.67 મિલિયન ટન વધારાનો નૂર ટ્રાફિક અપેક્ષિત છે જે 11મા વર્ષે વધીને 9.45 મિલિયન ટન વાર્ષિક થશે. આ આસાનીથી જોડાણ પૂરું પાડશે અને સાથે સાથે પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસમાં પરિણમશે. આ યોજના આ વિસ્તારમાં પ્રવાસનને પણ વેગ આપશે કારણ કે ઉંચગઢના કિલ્લા સહિતના ઘણા ઐતિહાસિક સ્થળો પ્રોજેક્ટ વિસ્તારમાં આવેલા છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1759288)
Visitor Counter : 335
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam