કોલસા મંત્રાલય
azadi ka amrit mahotsav

કોલસાના વેચાણ માટે અગિયાર કોલસાની ખાણોની હરાજી પ્રક્રિયાના બીજા પ્રયાસની શરૂઆત

Posted On: 27 SEP 2021 12:50PM by PIB Ahmedabad

કોલસા મંત્રાલયની નોમિનેટેડ ઓથોરિટીએ આજે કોલસાના વેચાણ માટે નિર્ધારિત અગિયાર કોલસાની ખાણો (CM (SP) અધિનિયમની ટ્રેન્ચ 12 અંતર્ગત 4 ખાણો અને MMDR અધિનિયમની ટ્રેન્ચ 2 અંતર્ગત 7 ખાણો) માટે આ કાયદાઓ હેઠળ નિર્ધારિત નિયમો અનુસાર હરાજી પ્રક્રિયાનો બીજો પ્રયાસ શરૂ કર્યો છે. આ 11 ખાણોમાંથી, છ સંપૂર્ણ રીતે શોધાયેલ છે અને પાંચ અંશત શોધાયેલ છે. આ એ ખાણો હતી જે આ વર્ષે 25 માર્ચના રોજ શરૂ કરવામાં આવેલા પ્રથમ પ્રયાસમાં ઓફર કરવામાં આવી હતી અને એક જ બિડ મળી હતી.

હરાજી ટકાવારી આવકના હિસ્સાના આધારે પારદર્શક બે તબક્કાની પ્રક્રિયા દ્વારા ઓનલાઈન યોજવામાં આવશે.

હરાજી પ્રક્રિયાની મુખ્ય લાક્ષણિકતાઓમાં રાષ્ટ્રીય કોલસા અનુક્રમણિકાનો પરિચય, અગાઉના કોલસા ખાણકામના અનુભવ માટે કોઈ પ્રતિબંધ વિના સહભાગિતામાં સરળતા, કોલસાના વપરાશમાં સંપૂર્ણ સુગમતા, ઓપ્ટિમાઇઝ પેમેન્ટ સ્ટ્રક્ચર્સ, પ્રારંભિક ઉત્પાદન માટે પ્રોત્સાહનો દ્વારા કાર્યક્ષમતા પ્રોત્સાહન અને સ્વચ્છ કોલસા ટેકનોલોજીનો ઉપયોગ સામેલ છે.

ટેન્ડર દસ્તાવેજોનું વેચાણ 27 સપ્ટેમ્બર, 2021થી શરૂ થશે. ખાણોની વિગતો, હરાજીની શરતો, સમયરેખા વગેરે એમએસટીસી (https://www.mstcecommerce.com/auctionhome/index_new.jsp ) હરાજી પ્લેટફોર્મ પર મેળવી શકાય છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1758506) Visitor Counter : 310