કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

માત્ર મહિલા ઉમેદવારો માટે નેશનલ ડિફેન્સ એકેડમી તથા નેવલ એકેડમીની પરીક્ષા (II), 2021 માટેના ઓનલાઈન અરજીના ફોર્મ માટે પોર્ટલ ખુલ્લુ મુકાયું

Posted On: 24 SEP 2021 1:17PM by PIB Ahmedabad

મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી પરીક્ષા (II), 2021માં સામેલ થવા દેવાના પોતાના વચગાળાના નિર્દેશને સંબંધિત તા. 18/08/2021ના કુશ કાર્લા વિ. યુઓઆઈ એન્ડ અધર્સ દ્વારા ફાઈલ કરાયેલી અરજી WP (C). નં. 1416/2020 સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા માત્ર અપરિણીત મહિલા ઉમેદવારો અરજી કરી શકે એ માટે અરજી માટે પોતાની વેબસાઈટ (upconline.nic.in) પર ઓનલાઈન પોર્ટલ ખોલવાનો નિર્ણય લીધો છે જેથી અપરિણીત મહિલા ઉમેદવારોને માત્ર નોટિસ નં. 10/2021નું શુદ્ધિપત્રક જારી કરીને આ નોટિસ 09/06/2021ના રોજ પ્રકાશિત થઈ હતી કે જેનાથી અપરિણીત મહિલા ઉમેદવારો તેના દ્વારા અરજી કરવા સક્ષમ બની શકે.

ઉક્ત શુદ્ધિપત્ર કમિશનની વેબસાઈટ (www.upsc.gov.in) પર ઉપલબ્ધ છે. મહિલા ઉમેદવારો માટે એપ્લિકેશન વિન્ડો 24.09.2021થી 08.10.2021 (સાંજે 6 વાગ્યા સુધી) ખુલ્લી રહેશે.

SD/GP/JD
 


(Release ID: 1757660) Visitor Counter : 260