પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ક્વાલકોમના સીઈઓ શ્રી ક્રિસ્ટિયાનો અમોન વચ્ચે બેઠક

Posted On: 23 SEP 2021 8:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્વાલકોમના સીઈઓ શ્રી ક્રિસ્ટિયાનો અમોન સાથે બેઠક કરી.

તેમણે આ બેઠક દરમિયાન ભારતના દૂરસંચાર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ વ્યાપક રોકાણની તકો પર ચર્ચા કરી. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન અને વિનિર્માણ (ઈએસડીએમ) માટે હાલમાં જ શરૂ કરાયેલી ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના (પીએલઆઈ)ની સાથે-સાથે ભારતમાં સેમીકન્ડક્ટર સપ્લાઈ ચેઈન સાથે સંકળાયેલા ઘટનાક્રમો વિશે પણ ચર્ચાઓ થઈ. તેની સાથે જ ભારતમાં સ્થાનિક નવાચાર પરિવેશનું નિર્માણ કરવા માટે આવશ્યક રણનીતિઓ બનાવવા પર પણ ચર્ચા થઈ.


SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1757482) Visitor Counter : 325