પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 13 SEP 2021 2:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે વિજય રૂપાણી જીની પ્રશંસા પણ કરી અને કહ્યું કે મુખ્યમંત્રી તરીકે તેમના પાંચ વર્ષ દરમિયાન વિજય રૂપાણી જીએ ઘણા લોકોને અનુકુળ પગલાં લીધા છે. તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાક મહેનત કરી હતી.

શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભૂપેન્દ્રભાઈને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું તેમને વર્ષોથી ઓળખું છું અને તેમનું અનુકરણીય કાર્ય જોયું છે, પછી તે ભાજપ સંગઠન હોય કે નાગરિક વહીવટ અને સમુદાય સેવા. તેઓ ચોક્કસપણે ગુજરાતના વિકાસના માર્ગને સમૃદ્ધ બનાવશે. @Bhupendrapbjp

મુખ્યમંત્રી તરીકે તેમના પાંચ વર્ષ દરમિયાન વિજય રૂપાણી જીએ ઘણા લોકોને અનુકુળ પગલાં લીધા છે. તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાક મહેનત કરી હતી. મને ખાતરી છે કે તેઓ આવનારા સમયમાં જાહેર સેવામાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. @vijayrupanibjp"

 

SD/GP/BT(Release ID: 1754510) Visitor Counter : 245