માહિતી અને પ્રસારણ મંત્રાલય
ડૉ. એલ. મુરુગને રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી, ઇરોડથી ધારાપુરમ થઇને પલાણી સુધી મોટી રેલ લાઇનની વિનંતી કરી
Posted On:
07 SEP 2021 1:11PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે ઈરોડથી ધારાપુરમ થઈને પલાણી સુધીની નવી મુખ્ય રેલ લાઈન અંગે ચર્ચા કરવા મુલાકાત કરી હતી.
ધારાપુરમના લોકો ઘણા સમયથી રેલવે લાઇનની માંગણી કરી રહ્યા છે, જેથી પ્રદેશના લોકોના સર્વાંગી વિકાસ તેમજ કૃષિ-અર્થતંત્રને મોટો વેગ મળી શકે.
ડૉ. મુરુગને વારાણસીથી કાંચીપુરમ થઈને રામેશ્વરમ સુધી એક નિયમિત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની વિનંતી પણ કરી હતી. સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ વારસાગત શહેર કાંચીપુરમને રામાયણ સર્કિટ સાથે જોડવામાં ઘણી મદદ મળશે.
શ્રી અશ્વિની વૈષ્ણવે આ બેઠક દરમિયાન આ બંને વિનંતીઓ પર વિગતવાર ચર્ચા કરી અને તમિલનાડુમાં રેલવે નેટવર્કના વિકાસ અને અપગ્રેડેશન માટે તમામ શક્ય મદદની ખાતરી આપી.
SD/GP/BT
(Release ID: 1752809)
Visitor Counter : 319