યુવા બાબતો અને રમત મંત્રાલય

રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે પેરાલિમ્પિક્સ ટોક્યો 2020 રજત પદક વિજેતા મરિયપ્પન ટી અને તેમના કોચ રાજા બીને સન્માનિત કર્યા

Posted On: 04 SEP 2021 6:08PM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • પેરાલિમ્પિક ગેમ્સમાંથી મરિયપ્પનનું આ બીજું પદક હતું; રિયો 2016માં તેમણે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે નવી દિલ્હીમાં પેરાલિમ્પિક્સ ટોક્યો 2020 રજત પદક વિજેતા મરિયપ્પન ટી અને તેમના કોચ રાજા બીનું સન્માન કર્યું.

આ પ્રસંગે બોલતા શ્રી ઠાકુરે કહ્યું, "મરિયપ્પને રિયો અને હવે ટોક્યોમાં પોતાના પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું છે. હું તેમને અભિનંદન આપું છું અને અમારા તમામ પેરા-એથ્લેટ્સને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપું છું."

રમતગમત મંત્રી સાથે વાત મરિયપ્પને કહ્યું કે, "મેં ભારત માટે ગોલ્ડ જીતવાની અપેક્ષા રાખી હતી પરંતુ ઘટનાના એ દિવસે હવામાનની સ્થિતિને કારણે હું તે સપનું પૂરું કરી શક્યો નથી. મને વિશ્વાસ છે કે પેરિસમાં દેશ માટે હું ગોલ્ડ જીતીશ. "

 

SD/GP/BT



(Release ID: 1752058) Visitor Counter : 266