સ્ટીલ મંત્રાલય
SAIL, રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનમાં ભાગ લીધો
Posted On:
03 SEP 2021 1:06PM by PIB Ahmedabad
સેલ, રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી માટે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનમાં ભાગ લઈને રાષ્ટ્રવ્યાપી ફિટનેસ ડ્રાઇવમાં જોડાયો. શ્રી અમરેન્દુ પ્રકાશ, નિદેશક પ્રભારી, બીએસએલ અને આરએસપીએ આ કાર્યક્રમને લીલી ઝંડી બતાવી હતી.
આ પ્રસંગે બોલતા, શ્રી પ્રકાશે તમામને તેમના સ્વાસ્થ્યની અત્યંત કાળજી રાખવા અને ‘ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોઝ’ મંત્ર અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. ડીઆઈસીએ કહ્યું કે આરોગ્ય અને સલામતી એકસાથે ચાલે છે અને તેમાં કોઈ પણ કિંમતે સમાધાન કરી શકાય નહીં.
આ દોડનો પ્રારંભ શપથગ્રહણ સમારોહથી થયો હતો જ્યાં દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછી ત્રીસ મિનિટની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવાનો સંકલ્પ કર્યો હતો.
Run4India કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સ્વતંત્રતાનાં 75 વર્ષની આ મહત્ત્વપૂર્ણ ઉજવણીમાં દેશના નાગરિકોની વધુમાં વધુ ભાગીદારી નોંધાવવાનો છે અને દેશના દરેક નાગરિકનું સ્વાસ્થ્ય, માવજત અને સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1751659)
Visitor Counter : 363