નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને રૂ. 13,385.70 કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું


અત્યાર સુધીમાં, 2021-22ના વર્ષમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને કુલ 25,129.98 કરોડની ગ્રાન્ટની રકમ આપવામાં આવી છે

Posted On: 31 AUG 2021 12:35PM by PIB Ahmedabad

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા સોમવારે ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને અનુદાન આપવા માટે 25 રાજ્યોને 13,385.70 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે. આ અનુદાન સહાય વર્ષ 2021-22ના બાંધેલા અનુદાનનો પહેલો હપ્તો છે. 15મા નાણાં પંચની ભલામણો અનુસાર અનુદાન બહાર પાડવામાં આવ્યું છે.

ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ (આરએલબી) ને બે નિર્ણાયક સેવાઓ સુધારવા માટે ‘બાંધેલું (નિશ્ચિત) અનુદાન’ બહાર પાડવામાં આવ્યું છે, જેમ કે (એ) સ્વચ્છતા અને ખુલ્લામાં શૌચ મુક્ત (ઓડીએફ) સ્થિતિની જાળવણી અને (બી) પીવાના પાણીનો પુરવઠો, વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીનો ફરીથી ઉપયોગ.

પંચાયતી રાજ સંસ્થાઓ માટે ફાળવેલ કુલ ગ્રાન્ટ-ઇન-એઇડમાંથી 60 ટકા બંધાયેલ (નિશ્ચિત) ગ્રાન્ટ' છે. તે પીવાના પાણી પુરવઠા, વરસાદી પાણીનો સંગ્રહ અને સ્વચ્છતા જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ માટે નિર્ધારિત કરવામાં આવી છે. બાકીના 40 ટકા 'મુક્ત અનુદાન (અનટાઈડ ગ્રાન્ટ)' છે અને પંચાયતી રાજ સંસ્થાઓ તેનો ઉપયોગ પગારની રકમ સિવાય ચોક્કસ સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરી શકે છે.

બંધાયેલ અનુદાન કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ હેઠળ સ્વચ્છતા અને પીવાના પાણી માટે કેન્દ્ર અને રાજ્ય દ્વારા ફાળવવામાં આવેલા ભંડોળ ઉપરાંત ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓને વધારાના ભંડોળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે છે.

રાજ્યોએ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને કેન્દ્ર સરકાર પાસેથી પ્રાપ્ત થયાના 10 કાર્યકારી દિવસોમાં અનુદાન સ્થાનાંતરિત કરવું જરૂરી છે. 10 કામકાજના દિવસો પછીના કોઈપણ વિલંબ માટે રાજ્ય સરકારોએ વ્યાજ સાથે અનુદાન બહાર પાડવું જરૂરી છે.

ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ (આરએલબી)ને અનુદાનની રાજ્યવાર રકમ આજે બહાર પાડવામાં આવી છે અને અત્યાર સુધીમાં બહાર પાડવામાં આવેલ કુલ આરએલબી અનુદાન નીચે મુજબ છે:

ક્રમાંક

રાજ્યનું નામ

31-08-2021 ના રોજ બહાર પાડવામાં આવેલી RLB અનુદાનની રકમ (કરોડ રૂપિયામાં)

2021-22માં અત્યાર સુધીમાં કુલ RLB અનુદાન બહાર પાડવામાં આવ્યું છે (કરોડ રૂપિયામાં)

1

આંધ્રપ્રદેશ

581.7

969.50

2

અરુણાચલ પ્રદેશ

51

142.75

3

આસામ

355.8

593.00

4

બિહાર

1112.7

1854.50

5

છત્તીસગઢ

322.5

537.50

6

ગુજરાત

708.6

1181.00

7

હરિયાણા

280.5

467.50

8

હિમાચલ પ્રદેશ

95.1

158.50

9

ઝારખંડ

374.7

624.50

10

કર્ણાટક

713.1

1188.50

11

કેરળ

360.9

601.50

12

મધ્યપ્રદેશ

883.2

1472.00

13

મહારાષ્ટ્ર

1292.1

2153.50

14

મણિપુર

39.3

65.50

15

મિઝોરમ

20.7

34.50

16

ઓડિશા

500.7

834.50

17

પંજાબ

307.8

860.00

18

રાજસ્થાન

856.2

2392.50

19

સિક્કિમ

9.3

15.50

20

તમિલનાડુ

799.8

2783.23

21

તેલંગાણા

409.5

682.50

22

ત્રિપુરા

42.3

70.50

23

ઉત્તર પ્રદેશ

2162.4

3604.00

24

ઉત્તરાખંડ

127.5

212.50

25

પશ્ચિમ બંગાળ

978.3

1630.50

x

કુલ

13,385.70

25,129.98

 

 

SD/GP/BT


(Release ID: 1750763) Visitor Counter : 322